________________
પ્રમાણપરિચ્છેદ
र्थतः प्रत्यक्षेति न दोष इति चेत्: न; द्रव्यद्वारा प्रत्यक्षत्वेन सुखादिवत् स्वसंविदितत्वाव्यवस्थिते:, 'ज्ञानेन घटं जानामि इति करणोल्लेखानुपपत्तेश्च; न हि कलशसमाकवलनवेलायां
ज्ञानशक्तेः प्रत्यक्षत्वाप्रत्यक्षत्वविकल्पाभ्यां दूषयति 'प्राभाकरमतप्रवेशाच्चे' प्रमाणतयाऽङ्गीक्रियमाणा ज्ञानशक्तिः प्रत्यक्षा, तर्हि वह्न्यादिगतदाहाद्यनुकूलशक्तिरपि प्रत्यक्षा स्यात्, शक्तित्वाविशेषात्, ओमिति चेत् ? तस्या अनुमेयत्वविरोध आपद्येत । यदि चाऽप्रत्यक्षा सा इष्यते तर्हि तस्या करणज्ञानत्वे प्राभाकरमतप्रवेशापत्तिश्च दुर्वारा प्रसज्येत । तन्मते करणज्ञानस्य परोक्षत्वव्यवस्थितेः फलज्ञानस्य च प्रत्यक्षत्वोपगमात् । न च स्वपरव्यवसितिलक्षणफलज्ञानात्कथञ्चिदभिन्नस्याऽऽत्मनः प्रत्यक्षत्वेन तदभिन्नाया अर्थग्रहणशक्तेरपि तदात्मना प्रत्यक्षत्वं सूपपादमिति वाच्यम्, एवं છે. જ્યારે દંડ તો ચક્રમાં માત્ર ભ્રમણની યોગ્યતા ઊભી નથી કરતો, ભ્રમણને જ ઉત્પન્ન કરે છે તેથી ઉપયોગને લબ્ધિનું દ્વાર માનવું ઉચિત જણાતું નથી. આ અંગે ચોક્કસ નિર્ણય કરવા બહુશ્રુતોને વિનંતી. * શક્તિપ્રમાણવાદીને પ્રાભામતપ્રવેશાપત્તિ
તદુપરાંત, પ્રાભાકરમતપ્રવેશ રૂપ બીજી આપત્તિ પણ આવશે. તે આ રીતે - શક્તિ એક પરોક્ષપદાર્થ છે. અગ્નિમાં રહેલ દાહાનુકૂલ શક્તિ, અગ્નિની જવાળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. પણ, કોઈ હાથ નાંખે તો તેને દાહ થતો જોઈને કાર્યલિંગક અનુમાન કરીને અગ્નિમાં દાહાનુકૂલશક્તિ હોવાનો નિર્ણય કરાય છે. દાહશક્તિની જેમ અન્ય બધી શક્તિઓ પણ પરોક્ષ (= પોત-પોતાના કાર્યથી અનુમેય) છે. આત્મામાં અર્થગ્રહણ કરવાની જે શક્તિ છે તે પણ પરોક્ષ છે. અર્થાત્ અર્થબોધ થયો છે માટે તદનુકૂલશક્તિ આત્મામાં હોવી જોઈએ એ રીતે તેની અનુમિતિ કરાય છે. તેનાથી જે અર્થબોધ થાય છે તે તો પ્રત્યક્ષ જ છે. હવે શક્તિપ્રમણવાદી એવા તમારા મતે કરણીભૂત શક્તિ પરોક્ષ છે અને તેનું ફળ અર્થબોધ પ્રત્યક્ષ છે. આવું માનવાથી તો તમે પ્રભાકર (મીમાંસક) ના મતમાં પ્રવેશી જશો કારણ કે તેના મત પ્રમાણે કરણ પરોક્ષ છે અને ફળજ્ઞાન પ્રત્યક્ષ છે.
૨૩
પૂર્વપક્ષ : તમે પ્રભાકરમતપ્રવેશની આપત્તિ જે આપો છો તેનું વારણ શક્ય છે. જુઓ જૈનદર્શનના રહસ્યને જરા સમજો. જૈનમતમાં કોઈ પણ વસ્તુ એકાંતે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી, પરંતુ અપેક્ષાએ જ પ્રત્યક્ષ કે પરોક્ષ હોય છે. આત્મામાં રહેલી અર્થગ્રહણશક્તિ પણ પર્યાયરૂપે પરોક્ષ હોવા છતાં ય દ્રવ્યરૂપે તો પ્રત્યક્ષ છે જ. તેનું કારણ એ છે કે આત્મગત આ અર્થગ્રહણશક્તિ આત્માથી કથંચિત્ અભિન્ન છે. (કારણ કે જૈનમતે ગુણ-ગુણીનો કથંચિદ્ અભેદ માન્ય છે.) આત્માનું માનસપ્રત્યક્ષ થાય છે તે અનુભવસિદ્ધ છે અને મનથી પ્રત્યક્ષ એવા આત્માથી કથંચિદ્ અભિન્ન હોવાથી આ શક્તિ પણ દ્રવ્યાર્થતઃ (= આત્મદ્રવ્યરૂપ હોવાથી તેની અપેક્ષાએ) પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. પ્રાભાકરમતે તો કરણજ્ઞાન (= નિર્વિકલ્પક-જ્ઞાન) સર્વથા પરોક્ષ છે જયારે પ્રસ્તુતમાં તો એવું નથી તેથી અમને
પ્રાભાકરમતપ્રવેશની આપત્તિ આવતી જ નથી.
Jain Education International
ઉત્તરપક્ષ : આ તો ત્રણ સાંધતા તેર તૂટે એવું થશે. આત્માથી કથંચિદ્ અભિન્ન એવા શક્તિ પદાર્થને તમે દ્રવ્યાર્થતઃ (= સ્વાશ્રયદ્રવ્યની અપેક્ષાએ) પ્રત્યક્ષ માન્યો - તેથી આપત્તિ આવશે. શક્તિને સ્વસંવિદિત માની જ નહીં શકાય. જેમ કે ‘અહં સુના’ ઇત્યાદિ માનસજ્ઞાનથી સુખનું ગ્રહણ થાય છે તેથી સુખ પ્રત્યક્ષ છે ખરું, પરંતુ સ્વસંવિદિત કહેવાતું નથી. કારણ કે તે જ્ઞાનોપયોગથી ગ્રાહ્ય છે. તે રીતે આત્મદ્રવ્યના પ્રત્યક્ષથી ગ્રાહ્ય હોવાથી શક્તિ પણ પરતઃ સંવિદિત જ કહેવાશે. તેથી
For Private & Personal Use Only
-
www.jainelibrary.org