________________
૫૬
જૈન તકભાષા स एव दृढतमावस्थापन्नो धारणा, सा च त्रिविधा अविच्युतिः, स्मृतिर्वासना च । तत्रैकार्थोपयोगसातत्यानिवृत्तिः अविच्युतिः । तस्यैवार्थोपयोगस्य कालान्तरे 'तदेव'
धारणां लक्षयन्नाह स एवेत्यादि → नन्वपायाविच्युत्योः कः प्रतिविशेषः समानविषयकत्वादनयोरिति चेत्, सत्यम्, समानविषयकत्वेऽपि समस्ति कश्चित् प्रतिविशेषस्तथाहि - व्यावहारिकार्थावग्रहलक्षणप्राच्याઈહા થઈ હોય તે જ પદાર્થના તે વિશેષધર્મનો નિર્ણય થવો તે અપાય (અવાય) દા.ત. “આ શબ્દ જ છે' એવો નિશ્ચય (આ નૈયિક અર્થાવગ્રહ પછીની ઈહા પછીનો અપાય છે.) “આ શંખનો જ શબ્દ છે” એવો નિશ્ચય (આ વ્યાવહારિક અર્થાવગ્રહ પછીની ઈહા પછીનો અપાય છે.)
* ધારણાનું સ્વરૂપ * અપાય દ્વારા નિર્તીત થયેલા પદાર્થમાં અમુક સમય સુધી નિરંતર ઉપયોગ ચાલુ રહે છે અને પૂર્વે થયેલો અપાય, આ નિરંતર ઉપયોગથી દઢ બને છે. અત્યંત દઢ અવસ્થાને પામેલા અપાયને જ ધારણા કહેવાય છે. આ ધારણાના ત્રણ પ્રકાર છે. અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસના. જેનો અપાય થયેલો છે તે જ વિષયમાં નિશ્ચયાત્મક ઉપયોગનું સાતત્ય જળવાઈ રહેવું તે અવિશ્રુતિ. પ્રથમ વાર થયેલો નિર્ણય અપાય છે. ત્યારબાદ એ જ વખતે “હા, બરાબર, સ્થાણું જ છે' વગેરે રૂપે એ ઉપયોગ દોહરાય તે “અવિશ્રુતિ છે. આનાથી તે ઉપયોગ દઢ થાય છે. જેટલી વાર દોહરાય એટલી વાર
એ બધા એક જ વિષયના હોવા છતાં અલગ અલગ ઉપયોગ (ધારાવાહી જ્ઞાન) હોય છે, એક દિીર્ધકાલીન જ્ઞાન નહીં. કાલાંતરે, અન્ય પદાર્થનું જ્ઞાન થવું વગેરે કારણે પહેલાના પદાર્થની અવિશ્રુતિ નષ્ટ થાય છે. પણ તેના સંસ્કારો આત્મામાં પડી જાય છે. પછી, તે પહેલાના પદાર્થ વિશેના અર્થોપયોગનું આવારક જે કર્મ હતું તેનો ક્ષયોપશમ આત્મામાં પ્રગટે છે જેના દ્વારા ભવિષ્યમાં ક્યારેક ઇન્દ્રિયવ્યાપારાદિ સામગ્રીથી પુનઃ તે જ અર્થોપયોગ સ્મૃતિરૂપે પ્રગટ થાય (અર્થાતુ, તે જ પદાર્થની સ્મૃતિ થાય.) આ ક્ષયોપશમરૂપવાસના (સંસ્કાર)થી થતી સ્મૃતિ એ ધારણાનો બીજો ભેદ છે. અપાયથી આત્મામાં પડી જતા સંસ્કાર, કે જે કાલાંતરે ઉદ્બોધક મળતા જાગ્રત થઈને સ્મૃતિરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે તે સંસ્કારોને વાસના કહેવાય છે. આ ધારણાનો ત્રીજો ભેદ છે. (અહીં એક વાત સમજી રાખવી કે સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થતી હોવાથી જેમ સંસ્કાર એ સ્મૃતિનું કારણ છે તેમ સ્મૃતિ દ્વારા તે જ વિષયના પાછા નવા સંસ્કાર પણ ઉત્પન્ન થાય છે કે જે ભવિષ્યમાં પુનઃ સ્મૃતિ ઉત્પન્ન કરશે. આ રીતે સંસ્કાર એ સ્મૃતિનું કાર્ય પણ છે.)
શંકા : મતિજ્ઞાનના નિરૂપણની શરૂઆતમાં તમે તેના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ ચાર ભેદો જણાવેલા જ્યારે તમે તો વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસના એમ કુલ સાત ભેદોની પ્રરૂપણા કરી તેથી પૂર્વોક્ત વિભાગનો વ્યાઘાત થશે.
સમા. : વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બન્નેમાં અવગ્રહત્વ નામનો અનુગત ધર્મ રહ્યો છે અને અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનામાં ધારણાત્વ નામનો અનુગત ધર્મ રહ્યો છે. આ અનુગત ધર્મ (સામાન્ય) દ્વારા તેના અવાન્તર વિશેષોને એક સાંકળે બાંધી શકાય છે. જેમ કે ઘટના રક્તઘટ, નીલઘટ વગેરે અનેક ભેદો હોવા છતાં પણ તે બધામાં રહેલા ઘટત્વ નામના અનુગત ધર્મ દ્વારા બધા ઘટને આવરી શકાય છે. પ્રસ્તુતમાં અવગ્રહત્વરૂપે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બન્નેનું ગ્રહણ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org