________________
૭૬
च कर्मणो विरोधिना सम्यग्दर्शनादिना विनाशात् सिद्यति कैवल्यम् । 'योगजधर्मानुगृहीतमनोजन्यमेवेदमस्तु' इति केचित् तन्नः धर्मानुगृहीतेनापि मनसा पञ्चेन्द्रियार्थज्ञानवदस्य जनयितुमशक्यत्वात् ।
જૈન તર્કભાષા
'योगजधर्मेति → योगाभ्यासजनितधर्मविशेषसहकृतमनसा योगिनोऽशेषार्थविषयकं ज्ञानं प्रादुरस्ति तदेव कैवल्यमिति वैशेषिकादयः प्राहुः । तन्नोपपत्तिमद्, यतोऽणुपरिमाणस्य मनसोऽशेषार्थैः समं युगपत्सम्बन्धाभावः, तज्ज्ञानजनकत्वासम्भवात् । अन्यथा दीर्घशष्कुलीभक्षणादौ युगपच्चक्षुरादिभिर्मनसः सम्बन्धप्रसक्तेः रूपादिज्ञानपञ्चकस्य युगपदुत्पत्तिप्रसङ्गाद् 'युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गमिति (गो.सू.१/१/४) सूत्रं विरुद्धयेत । अन्यत्र क्रमशस्तद्दर्शनादत्रापि क्रमकल्पनाऽस्तु तथा च कथमस्य सकलज्ञता, निखिलपदार्थकोटेरानन्त्येन भवसहस्रकोटिभिरपि क्रमिकज्ञानविषयत्वासम्भवात्। किञ्च, योगजधर्मानुग्रहेऽपि इन्द्रियैर्मनसा वा न स्वविषयव्यतिरेकेण प्रवर्तनं, पञ्चेन्द्रियकल्पनावैयर्थ्यप्रसङ्गात् । પોતાના અમુક વિષયને જ તે સ્પષ્ટ રીતે જણાવી શકે છે અને શેષ વિષયોને જણાવી શકતું નથી તેથી જણાય છે કે આપણું જ્ઞાન સાવરણ છે.
પ્રશ્ન : ‘આપણું જ્ઞાન પણ સર્વપદાર્થવિષયક છે. પણ, સાવરણ હોવાથી જ સર્વપદાર્થોનો સ્પષ્ટ બોધ કરાવી શકતું નથી” આવું શાના આધારે કહો છો ?
ઉત્તર : આપણું જ્ઞાન પણ અત્યંત અસ્પષ્ટ રીતે તો સર્વપદાર્થોને ગ્રહણ કરે જ છે, શેષને નહીં, તેમાં સાવરણત્વ જ કારણ બને છે. જો આપણું જ્ઞાન અસ્પષ્ટ રીતે પણ સર્વ પાદર્થોને ગ્રહણ ન કરતું હોય તો વ્યાપ્તિજ્ઞાન થઈ નહીં શકે. ‘રૂં વાવ્યું જ્ઞેયત્વત્' આવી અનુમિતિમાં ‘યંત્ર યંત્ર જ્ઞેયત્નું તંત્ર તંત્ર વાચ્યત્વ’ (અર્થાત્ યવ્ યર્ જ્ઞેયં તત્તવું વાચ્યું એવું જ્ઞાન શી રીતે થઈ શકે ? કારણ કે આ વ્યાપ્તિ સર્વપદાર્થોને વિષય બનાવે છે તેથી આપણું જ્ઞાન પણ અસ્પષ્ટ રીતે તો બધા જ પદાર્થોને ગ્રહણ કરે છે એમ માનવું જ પડે. (પ્રશ્ન : જો આપણું જ્ઞાન અસ્પષ્ટ રીતે ય સર્વ પદાર્થોને જણાવતું હોય તો પછી કોઈ તદન નવા પદાર્થને જોતા ‘અહો ! આ તો પહેલી જ વાર જોયો' એવી અપૂર્વતાની બુદ્ધિ કેમ થાય છે? ઉત્તર ઃ તદ્દન નવી વસ્તુને જોતી વખતે પણ તેમાં વસ્તુત્વનો બોધ કંઈ નવો નથી થતો. તે તો પૂર્વે થયેલો જ હતો. માત્ર તે વસ્તુના વિશેષાંશોનો બોધ જ પહેલીવાર થતો હોય છે અને માટે જ અપૂર્વતાની ઉક્ત બુદ્ધિ થાય છે. જો પૂર્વે અસ્પષ્ટ રીતે પણ તે પદાર્થ જણાયેલો ન હોત તો પછી તે પદાર્થને જોતી વખતે ‘અહો ! આ તો કંઈક વસ્તુ લાગે છે ! અવસ્તુ નહીં’ એમ થવું જોઈતું હતું. પણ એવું થતું નથી તેથી જણાય છે કે પૂર્વે તે વસ્તુ અસ્પષ્ટ રીતે (વસ્તુત્વેન) તો જ્ઞાત હતી જ માત્ર વિશેષરૂપે જ પહેલીવાર જણાઈ.) માત્ર આપણું જ્ઞાન સાવરણ હોવાથી સ્પષ્ટ રીતે જણાવતું નથી. જો સાવરણ ન હોય તો અસ્પષ્ટ ઉલ્લેખ કેમ થાય ? સ્પષ્ટ ઉલ્લેખ જ થઈ જાત ને ! પણ સ્પષ્ટ ઉલ્લેખ થતો નથી. તેથી સાવ૨ણ છે એમ માનવું જ પડે. અને આવરણ તો સ્વવિરોધી વસ્તુથી હણાઈ જાય છે. કર્મરૂપ આવરણ પણ સ્વવિરોધી સમ્યગ્દર્શનાદિ દ્વારા વિનષ્ટ થાય છે અને આત્માનું સત્તાગત આવરાયેલું સંપૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે. આ જ કેવળજ્ઞાન છે.
પૂર્વપક્ષ ઃ કર્માવરણ દૂર થતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એવું માનવા કરતા યોગાભ્યાસ જનિત
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org