________________
પ્રમાણપરિચ્છેદ
परिभाष्येते ।
निखिलद्रव्यपर्यायसाक्षात्कारि केवलज्ञानम् । अत एवैतत्सकलप्रत्यक्षम् । तच्चावरणक्षयस्य तोरैक्याद्भेदरहितम् । आवरणं चात्र कर्मैव, सर्वविषयेऽप्रवृत्तिमतोऽस्मदादिज्ञानस्य सावरणत्वात्, असर्वविषयत्वे व्याप्तिज्ञानाभावप्रसङ्गात्, सावरणत्वाभावेऽ स्पष्टत्वानुपपत्तेश्च । आवरणस्य परमार्थतोऽसम्भवात् । व्याख्याप्रज्ञप्ती आशीविषोद्देशके मनःपर्यवज्ञाने चक्षुरचक्षुलक्षणे द्वे दर्शने, यो हि ज्ञानचतुष्टयवांस्तस्यावधिसमेतानि त्रीणि दर्शनानि प्रोक्तानि । प्रज्ञापनायां च त्रिंशत्तमपदे मनःपर्यवज्ञानस्य प्रकृष्टे क्षणलक्षणा साकारोपयोगविशेषरूपा पश्यत्ता प्रोक्ता, तयैवासौ 'मनः पर्यवज्ञानी पश्यती 'ति व्यपदिश्यत इति न किञ्चिन्मनःपर्यवज्ञानसमनियतं दर्शनमतिरिच्यत इति दिक् । विस्तरार्थिना तु आवश्यकभाष्यज्ञानबिन्दवादिकग्रन्था अवलोकनीयाः । द्विविधमपीदं मनःपर्यायज्ञानमामर्शोषध्यादिलब्धिप्राप्तस्य सङ्ख्येयवर्षायुष्कस्य अप्रमत्तयतेरेव समुत्पद्यते, अवधिमन्तरेणापि च तदुत्पद्येतेति प्रकृतेऽनुक्तमपि किञ्चिदधिकं ग्रन्थान्तरावसितं ज्ञेयम् । 'आवरणञ्चे 'ति अस्मादृशां चर्मचक्षुर्भृतां ज्ञानमपि स्वभावतोऽशेषार्थविषयकमेव तथापि यत्किञ्चित्प्रकाशयति किञ्चिच्च न तत्र सावरणत्वमेव निबन्धनम् । अस्पष्टतयाऽस्मदादिज्ञानमपि सर्वार्थग्राहकं, कथमन्यथा 'इदं वाच्यं प्रमेयत्वादित्यादौ यद्यत्प्रमेयं तत्तद्वाच्यमित्येवं प्रमेयत्वावाच्यत्वयोः सर्वोपसंहारेण व्याप्तिग्रहः स्यात् । तथा वह्निमान् धूमादित्यादावपि कथं कालान्तरीयदेशान्तरीयधूमवह्निव्यक्त्युपसंहारेण व्याप्तिग्रहो युज्येतेति ज्ञानमात्रस्य सर्वविषयत्वम् । एवमपि यत्नविशेषतः स्वविषये प्रवृत्तिस्तत्रावरणमेव तन्त्रम् ।
૭૫
આમ વિકલવિષયક હોવાથી (એટલે કે, કેવળજ્ઞાનની જેમ સકલવિષયક ન હોવાથી) આ બન્ને જ્ઞાનનું ‘વિકલ પ્રત્યક્ષ’ એવું પણ પારિભાષિક નામ છે.
* डेवलज्ञाननुं निड्पा *
ક્રમપ્રાપ્ત કેવળજ્ઞાનનું લક્ષણ જણાવે છે. ત્રણે કાળના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો એક સાથે સાક્ષાત્કાર કરે તે કેવળજ્ઞાન કહેવાય. આ જ્ઞાન સર્વદ્રવ્યવિષયક હોવાથી જ તેને ‘સકલપ્રત્યક્ષ’ કહે છે. જ્ઞાનાવરણકર્મનો સંપૂર્ણ ક્ષય એ કેવળજ્ઞાનનો એકમાત્ર હેતુ છે. અહીં કારણો અનેક ન હોવાથી કેવળજ્ઞાનરૂપ કાર્યમાં ભેદ નથી. મત્યાદિ ચારમાં સ્વઆવારકકર્મનો ક્ષયોપશમ એ કારણ છે. ક્ષયોપશમમાં ન્યૂનાધિકતા હોય છે. તેથી મત્યાદિ ચાર જ્ઞાનમાં પણ તરતમતા રહેવાથી તેના ભેદ પડે છે. જ્યારે અહીં તો કર્મક્ષયને કારણ કહ્યું છે. ક્ષય એટલે ક્ષય. તેમાં કોઈ ન્યૂનાધિકતા હોતી નથી. તેથી કેવળજ્ઞાન ‘એક’ જ છે. જ્ઞાનનું આવરણ કર્મ જ છે કે જેના લીધે પ્રત્યક્ષયોગ્ય વસ્તુનું પણ જ્ઞાન ન થઈ શકે એવું બને. ભીંત વગેરે તો એવા આવરણો છે કે જે વ્યવહિત વસ્તુના જ્ઞાનનો જ પ્રતિબંધ કરી શકે પણ કર્મ એક એવું આવરણ છે કે જે બાજુમાં પડેલી વસ્તુના જ્ઞાનનો પણ પ્રતિબંધ કરી શકે અને આ આવરણનો ક્ષયોપશમ કે સંપૂર્ણ ક્ષય થઈ જાય તો ક્ષેત્રથી કે કાલથી વ્યવહિત વસ્તુનું પણ જ્ઞાન થઈ શકે. આપણા સહુનું જ્ઞાન પણ આમ તો સર્વપદાર્થવિષયક જ છે. પરંતુ તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org