________________
પ્રમાણપરિચ્છેદ
व्याप्तिस्मरणादिसापेक्षमनसैवोपपत्तौ अनुमानस्याप्युच्छेदप्रसङ्गात् । किञ्च, 'प्रत्यभिजानामीति विलक्षणप्रतीतेरप्यतिरिक्तमेतत्। एतेन 'विशेष्येन्द्रियसन्निकर्षसत्त्वाद्विशेषणज्ञाने सति विशिष्टप्रत्यक्षरुपमेतदुपपद्यते' इति निरस्तम्; ‘एतत्सदृशः स' इत्यादौ तदभावात्, स्मृत्यनुभवसङ्कलनक्रमस्यानुभविकत्वाच्चेति दिक् । स्मृतिरूपज्ञानबलेन प्रत्यभिज्ञानं विशिष्टविषयकमेव प्रत्यक्षजातीयं भवितुमर्हतीति नैयायिकविशेषमतमाशकय निराकरोति ‘एतेन' इत्यादिना । निरस्तत्वे हेतुमाह ‘एतत्सदृशः स इत्यादौ तदभावादिति । अयम्भाव:स एवायं घट इत्यत्र पुरोवर्तिनो घटस्य विशेष्यत्वेन तेन सहेन्द्रियसन्निकर्षस्य भावेऽपि यत्र न पुरोवर्तिनो विशेष्यत्वं यथा ‘एतत्सदृशः स' इत्यादौ तत्र तन्न सम्भवति। तत्र सादृश्यरूपविशेषणे प्रतियोगितया एतदर्थस्य विशेषणत्वमेव । तच्छब्दार्थस्य तत्ताविशिष्टस्य विशेष्यत्वात्, तस्य च स्मर्यमाणत्वाद् विशेष्येन्द्रियसन्निकर्षाभावस्तथा च विशेषणज्ञानसहकृतविशेष्येन्द्रियसन्निकर्षजन्यत्वस्यापि दुष्कल्पत्वान्नास्य विशिष्टप्रत्यक्षजातीयत्वं समुचितम् । किञ्च, 'स' इति स्मृतिः, 'अयमि'त्यनुभवः, सोऽयमिति तयोः सङ्कलनमित्येवं क्रमोऽत्रानुभूयते, न चैवं प्रत्यक्षमित्यतोऽपि प्रमाणान्तरत्वम् । કરતાં અતિરિક્ત માનવું જ યોગ્ય છે.
વળી, આ બાબતમાં જ બીજી એક વ્યવહારું દલીલ એ પણ છે કે પૂર્વાનુભૂત કો'ક વ્યક્તિને જોતા જ ‘પ્રત્યમનાનામ' એવી પ્રતીતિ થાય છે, જે ‘પૂરયામિ' એવી પ્રતીતિ કરતાં વિલક્ષણ છે. (પૂર્વાનુભૂત કોક વ્યક્તિને ફરીથી જોતી વખતે “હં ! ઓળખ્યો ! આ તો પેલો જ છે' ઇત્યાદિ આકારની એક વિલક્ષણ પ્રતીતિ થાય છે જે પ્રથમ વાર જ વ્યક્તિને જોતી વખતે થતી નથી.) આ દલીલથી પણ પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષભિન્ન છે એ નક્કર હકીકત સાબિત થાય છે.
આ દલીલથી તૈયાયિક અને વૈશેષિકની બીજી એક માન્યતા પણ ખંડિત થઈ જાય છે. નૈયાયિકો અને વૈશિષિકો એવું માને છે કે “સ છવાયં ઘટા' અહીં ઘટાત્મક વિશેષ્યની સાથે ઇન્દ્રિયસન્નિકર્ષ થવાથી “સ: આવા પ્રકારનું સ્મરણ થાય છે. આ સ્મરણ એ વિશેષણજ્ઞાન છે કારણ કે પ્રત્યભિજ્ઞાન વખતે તત્તાવિશિષ્ટ ઘટમાં જ રૂદ્રત્તા જણાય છે. તેથી નૈયાયિકો એવું માને છે કે “સ વાર્થ ધટ:' આ જ્ઞાન વખતે “સ” એવા વિશેષણજ્ઞાન = સ્મરણની સહાયતાથી જ ઇદન્તાવિશિષ્ટ ઘટનું જે જ્ઞાન થાય છે એ તો એક પ્રકારનું વિશિષ્ટ પ્રત્યક્ષ જ છે. નૈયાયિકની આ માન્યતા પણ પૂર્વોક્ત દલીલથી જ ખંડિત થયેલી જાણવી. કારણ કે (‘વાર્થ ઘટી' સ્થળે તમારી વાત ઘટતી હોય તો પણ) “તત્સદ્દશઃ સ' ઇત્યાદિ સ્થળે તમારી વાત ઘટવાની નથી. આ સ્થળે “સ” = તત્તાવિશિષ્ટ પદાર્થ વિશેષ્ય છે અને તત્ત્વ એ વિશેષણ છે. આ સ્થળે પત નું સાદશ્ય “સ” = વિશેષ્યમાં જણાય છે. અહીં “ત' પદાર્થનું થતું પ્રત્યક્ષ એ વિશેષણજ્ઞાન છે અને “સ” પદથી જણાતો વિશેષ્ય તો મર્યમાણ છે માટે વિશેષ્ય સાથે ઇન્દ્રિયસંનિકર્ષ જ નથી. તેથી ‘વિશેષણજ્ઞાન હોય તથા વિશેષ્ય સાથે ઇન્દ્રિયસંનિકર્ષ હોય ત્યારે ઉત્પન્ન થતું વિશિષ્ટ પ્રત્યક્ષ એ જ પ્રત્યભિજ્ઞાન છે' એવી તમારી માન્યતા ઘટી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org