________________
૬૮
જૈન તકભાષા कालतो नोउत्सर्पिण्यवसर्पिणीलक्षणं, भावतश्च सामान्यतः क्षयोपशममिति । एवं सपर्यवसितासितादिनाऽऽत्मज्ञानं, यथोच्छवसितनिःश्वसितादिश्रवणे ‘सशोकोऽयमि'त्यादिज्ञानम् । एवं विशिष्टाभिसन्धिपूर्वकनिष्ठ्यूतकासितक्षुतादिश्रवणेऽपि आत्मज्ञानादिकं वाच्यम् । अथवा, श्रुतज्ञानोपयुक्तस्याऽऽत्मनः सर्वात्मनैवोपयोगात् सर्वोऽप्युच्छ्वसितादिको व्यापारः श्रुतमेवेह प्रतिपत्तव्यमिति श्रुतं भवन्त्येवोच्छ्वसितादयः ।
नन्वेवं गमनागमन-चलन-स्पन्दनादिचेष्टा व्यापार एव, ततः श्रुतोपयुक्तसम्बन्धिन्येषाऽपि श्रुतं स्यात्, श्रुतत्वप्राप्तौ न्यायस्य समानत्वादिति चेत्, सत्यम्, तथापि शास्त्रज्ञलोकप्रसिद्धा रूढी इयम् બને છે. આમ સંભળાતું હોવાથી તેને “શ્રુત' કહ્યું અને ભાવૠતનું કારણ બનતું હોવાથી તેને ‘દ્રવ્યશ્રુત' કહ્યું છે. ગમનામન, શિરોધૂનનાદિ વ્યાપાર તો દશ્યવ્યાપારાત્મક છે, ઉચ્છવાસાદિની જેમ શ્રાવ્યવ્યાપારાત્મક નથી તેથી તેને વિશે “શ્રુત’ શબ્દની શાસ્ત્રજ્ઞ પુરુષોની રૂઢિ નથી.)
એક સંજ્ઞી-અસંજ્ઞી-સમ્યક્રમિથ્યાશ્રુતનું નિરૂપણ * સમનસ્ક એટલે કે સંજ્ઞી જીવોના દ્યુતને સંજ્ઞીશ્રુત કહેવાય છે અને અમનસ્ક એટલે કે અસંજ્ઞી જીવોના શ્રતને અસંજ્ઞીશ્રુત કહેવાય છે. દ્વાદશાંગી અને ઉપાંગસૂત્રોને સમ્યકુશ્રુત કહેવાય છે અને લૌકિકશાસ્ત્રોને મિથ્યાશ્રુત કહેવાય છે. (આ તો સમ્યકૃત અને મિથ્યાશ્રુતની સ્વરૂપસાપેક્ષ વ્યાખ્યા થઈ. સ્વામી સાપેક્ષ વ્યાખ્યા આ પ્રમાણે જાણવી.) સ્વામીની અપેક્ષાએ વિચારીએ તો આ વ્યાખ્યામાં વિકલ્પ છે. સમ્યગ્દષ્ટિ દ્વારા ગ્રહણ કરાયેલું સ્વરૂપતઃ મિથ્યાશ્રુત પણ તેને માટે સમ્યકુશ્રુત બની જાય છે. કારણ કે તેવો ગ્રન્થ વાંચતી વખતે પણ સ્યાદ્વાદગર્ભિત જિનવચનની પરિણતિને કારણે તે વ્યક્તિ ‘મિથ્યાષ્ટિ પ્રણીત હોવાથી આ ગ્રન્થમાં એકાંતવાદની ખોટી પ્રરૂપણાઓ પણ છે' વગેરે સારઅસારનો વિવેક કરી શકે છે અને તેથી તે તે સ્થાને યોગ્ય અર્થઘટન કરી શકે છે. મિથ્યાદષ્ટિ જીવ પાસે આવી ક્ષમતા હોતી નથી. ઊલટું, વિપરીત પતિને કારણે તેના દ્વારા ગ્રહણ કરાયેલું સ્વરૂપતા સમ્યકશ્રુત પણ મિથ્યાશ્રુતાત્મક બની જાય છે કારણ કે તે નયસાપેક્ષ અમુક ચોક્કસ પ્રરૂપણાને સર્વથા વળગી પડે છે.
* સાદિ-અનાદિ-સપર્યવસિત-અપર્યવસિત શ્રતનું નિરૂપણ શ્રતમાં સાદિત વગેરે ચાર રીતે ઘટી શકે છે. આ ભવમાં કોઈ જીવને અત્યાર સુધી સમ્યકુશ્રુત ઉત્પન્ન થયું નહોતું અને હમણાં ઉત્પન્ન થયું તો તેનું તે શ્રુતજ્ઞાન તે જીવની અપેક્ષાએ સાદિ કહેવાય. આ દ્રવ્યની અપેક્ષાએ શ્રુતમાં સાહિત્વ જણાવ્યું. ક્ષેત્રની અપેક્ષાએએ વિચારીએ તો ભરત-ઐરાવત ક્ષેત્રમાં દરેક ચોવીશીના પ્રથમ તીર્થકર દ્વારા થતી શાસનસ્થાપના વખતે શ્રતની ઉત્પત્તિ થતી હોવાથી ભરત-ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ શ્રુત આ રીતે સાદિ છે. કાળની અપેક્ષાએ વિચારીએ તો ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં જ શ્રતની ઉત્પત્તિ થાય છે તેથી તે કાળની અપેક્ષાએ શ્રુત સાદિ થયું કહેવાય. ભાવની અપેક્ષાએ વિચારીએ તો સૂત્રના અધ્યાપક-ગુરુના પ્રયત્નને આશ્રયીને શ્રુત ઉત્પન્ન થાય છે તેથી શ્રુત સાદિ થયું કહેવાય.
આવી જ ચાર રીતે શ્રુતમાં અનાદિત્વ પણ સંભવે છે. દ્રવ્યની અપેક્ષાએ વિચારતા અનેક વ્યક્તિની અપેક્ષાએ વિચારીએ તો શ્રુત અનાદિ છે. (કારણ કે મૃત વ્યક્તિની અપેક્ષાએ સાદિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org