________________
૨૮
જૈન તર્કભાષા
परोक्षम, अस्पष्टं ज्ञानमित्यर्थः । तस्माद् यथा एकार्थसमवायिना गमनक्रियात्मकव्युत्पत्तिनिमित्तेनोपलक्षितं गोत्वमेव गोपदप्रवृत्तिनिमित्तं, तथैव एकार्थसमवायिना = स्वाधिकरणवर्तिनाऽक्षाऽऽश्रितत्वलक्षणव्युत्पत्तिनिमित्तेनोपलक्षितं स्पष्टतावत्त्वं वक्ष्यमाणलक्षणमेव तथा। व्युत्पत्तिनिमित्तस्योपलक्षणत्वकथनादव्याप्त्यादिपूर्वोक्तदोषाः परिहृता भवन्ति ।
__ प्रत्यक्षं लक्षयित्वा परोक्षं लक्षयति ‘अक्षेभ्यः' इत्यादिना। ‘अक्षेभ्यः' इति चक्षुरादीन्द्रियेभ्यः, इन्द्रियवहुत्वाद् बहुवचननिर्देशः । ‘अक्षाद्वा' = आत्मनः सकाशाद्, व्यक्त्या भिन्नत्वेऽपि जातावेकवचनं થતાં જ ત્યાંથી ખસી જવા રૂપ નિવૃત્યાત્મક વ્યવહાર થાય છે. ક્યારેક કોઈને જણાવવા માટે શબ્દપ્રયોગ કરવા રૂપ અભિલાપાત્મક વ્યવહાર પણ થાય છે. આ બધો વ્યવહાર બાધારહિત, અર્થાત્ ભ્રમણાદિથી રહિત હોય તો તે વ્યવહારને સંવ્યવહાર કહેવાય છે. આવા સંવ્યવહારરૂપ પ્રયોજનવાળું, અર્થાત્ આવો સંવ્યવહાર કરાવી શકે તેવું જ્ઞાન સાંવ્યવહારિક કહેવાય છે. જેમ કે આપણું પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ અપારમાર્થિક છે.
તાત્પર્ય એ છે કે આપણે દરેક જ્ઞાન કંઈ પ્રવૃત્તિ-નિવૃજ્યાદિરૂપ સંવ્યવહારનું પ્રયોજક બને જ એવો કોઈ નિયમ નથી, છતાં ય તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિરૂપ સંવ્યવહારના પ્રયોજક બની શકવાની શક્તિ તો છે જ. તેથી તે અપેક્ષાએ તેને પણ સાંવ્યવહારિક કહેવાય છે. દા.ત. અંકુરને ઉત્પન્ન કરે તેને બીજ કહેવાય છે. પરંતુ ઘણાં બીજ એવા હોય છે કે જે કોઠારમાં જ પડયાં રહે છે અને તેથી અંકુરને ઉત્પન્ન કરતા નથી. છતાં પણ અંકુરને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત હોવાથી તેને પણ અંકુરનું કારણ તો કહેવાય છે. તે રીતે પ્રસ્તુતમાં પણ સંવ્યવહાર માટે સ્વરૂપ યોગ્ય હોવાથી દરેક મતિ-શ્રુત જ્ઞાનને સાંવ્યવહારિક કહી શકાશે.
* સાંવ્યવહારિક પ્રત્યક્ષ વસ્તુતઃ પરોક્ષ છે એક વળી, આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ વસ્તુતઃ તો પરોક્ષ જ છે, કારણ કે આ પ્રત્યક્ષ આત્મવ્યાપારથી સાક્ષાત્ સંપાદ્ય નથી કિન્તુ આત્મવ્યાપાર પછી ઈન્દ્રિયવ્યાપાર, મનોવ્યાપાર થાય અને પછી અર્થબોધ (મતિ કે શ્રુતજ્ઞાન) થાય છે. જેમ, ધૂમના જ્ઞાન માટે આત્મા વ્યાપૃત બને, પછી ધૂમજ્ઞાન થાય અને પછી વદ્ધિની અનુમિતિ થાય છે. અહીં વહ્નિની અનુમિતિ પરોક્ષજ્ઞાન છે કારણ કે આત્મવ્યાપાર પછી તરત જ તે ઉત્પન્ન થતું નથી કિન્તુ વચ્ચે ધૂમનું જ્ઞાન વ્યવધાન ઊભું કરે છે. તેવી જ રીતે ઈન્દ્રિય કે અનિન્દ્રિય (મન) દ્વારા થતાં પ્રત્યક્ષજ્ઞાનમાં પણ તે તો ઈન્દ્રિયના વ્યાપારથી વ્યવધાન પડે છે. સૌ પ્રથમ આત્મવ્યાપાર, પછી ઈન્દ્રિયવ્યાપાર, પછી તે વસ્તુનું જ્ઞાન થાય છે, સાંવ્યવહારિક પ્રત્યક્ષ આ રીતે સાક્ષાત્ આત્મવ્યાપારસંપાઘ નથી, કિન્તુ ઈન્દ્રિય કે નોઈન્દ્રિય(મન) થી વ્યવહિત એવા આત્મવ્યાપારથી જ સંપાદ્ય છે.
વળી, અનુમિત્કાદિરૂપ પરોક્ષજ્ઞાનમાં જેમ અસિદ્ધ, અર્નકાન્તિક (વ્યભિચાર), વિરુદ્ધ એવા અનુમાનાભાસનો સંભવ છે, તેમ ઈન્દ્રિયનિમિત્તક કે મનોનિમિત્તક સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં સંશય, વિપર્યય, અનધ્યવસાયનો સંભવ છે. (જેમ કે દોરડું હશે કે સાપ ? એવો સંશય પડી શકે છે, ધૂળ ઉડતી જોઈને “આ ધૂમ છે” એવો વિપર્યય પણ થઈ શકે છે.) અવધિ વગેરે જ્ઞાનમાં આ રીતે સંશયાદિ. થતા નથી. તે કારણથી પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ એ પરમાર્થતઃ પરોક્ષ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org