________________
જૈન તર્કભાષા
૩૬
तस्य व्यञ्जनसम्बन्धस्य प्राक्तनेष्वपि समयेषु इति यावत् स्तोकस्तोकतरैरपि शब्दादिपरिणतद्रव्यैः सम्बन्धे काचिदव्यक्ता ज्ञानमात्राऽभ्युपेया, चरमसमयभाविज्ञानान्यथानुपपत्तेः, ततः स्थितमेतत्-व्यञ्जनावग्रहो ज्ञानरूपः, केवलं तेषु ज्ञानमव्यक्तमेव बोद्धव्यम् । एकस्य तेजोऽवयवस्य प्रकाशवत् तनुत्वेन - अतीवाल्पत्वेन अनुपलक्षणात् स्वसंवेदनेनापि अव्यज्यमानत्वात् । बधिरादीनां पुनः स व्यञ्जनावग्रहो ज्ञानं न भवतीत्यत्राविप्रतिपत्तिरेव तत्राव्यक्तस्यापि ज्ञानस्याभावात् । नैयायिकपरिकल्पितनिर्विकल्पकप्रत्यक्षकल्पमेतज्ज्ञायते । तदेवं व्यञ्जनावग्रहावस्थायामव्यक्ता ज्ञानमात्रा प्रथमसमयेंशेनाभवन्ती चरमसमये भवनान्यथाऽनुपपत्त्या भाष्योक्तरीत्या
(આ વ્યંજનાવગ્રહ થતા તો અસંખ્ય સૂક્ષ્મ સમયો વીતી જાય છે. આ વાતને જૈન શાસ્ત્રકારોએ બે દૃષ્ટાન્તોથી સમજાવેલ છે. (૧) મલ્લક દૃષ્ટાન્ત ઃ માટીના કોડિયામાં ક્રમશઃ એક એક જળબિંદુ ટપકતું હોય ત્યારે શરૂઆતમાં બે-ચાર જળબિંદુઓ શોષાઈ જશે. પરંતુ એ પછીના દરેક જળબિંદુથી કોડિયું ભરાતું જશે. આ રીતે કરતા કરતા કેટલાય ટીપા એમાં પડશે એ પછી કોડિયું આખું છલોછલ ભરાઈ જશે.
(૨) પ્રતિબોધક દૃષ્ટાન્ત ઃ કોઈ સૂતેલા પુરુષને બૂમ પાડીને બોલાવીએ ત્યારે પહેલા સમયે તેના કાનમાં પડેલા શબ્દપુદ્ગલોથી ખાસ કંઈ અસર થતી નથી. બીજા, ત્રીજા યાવત્ સંખ્યાત સમય સુધી કાનમાં પડેલા પુદ્ગલોની બહુ અસર થતી નથી. પણ અસંખ્ય સમય સુધી શબ્દના પુદ્ગલો કાનમાં પડે ત્યારે તે ઊંઘતા પુરુષ ઉપર કંઈક અસર થાય છે. (જૈનદર્શન પ્રમાણે આંખના એક પલકારામાં અસંખ્ય સમયો વીતી જાય છે એ ખ્યાલમાં રાખવું.) એટલે કે પાંચમી-છઠ્ઠી બૂમે તેની કર્મેન્દ્રિય શબ્દપુદ્ગલોથી પર્યાપ્ત રીતે સંબદ્ધ થઈ જશે ત્યારે તેનો વ્યંજનાવગ્રહ પૂરો થવાથી તેનું ધ્યાન ખેંચાશે. આ અસંખ્ય સમયમાં થતા વ્યંજનાવગ્રહના કાળમાં જે કાંઈ અવ્યક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ વ્યંજનાવગ્રહ નામથી જ ઓળખાય છે. આ અવ્યક્તજ્ઞાન છેક ચરમ સમયે જ ઉત્પન્ન થાય છે એવું નથી, કિન્તુ ભૌતિક વ્યંજનાવગ્રહના પ્રથમ સમયથી જ અલ્પ અલ્પ માત્રામાં ઉત્પન્ન થતું થતું છેલ્લા સમયે પરિપૂર્ણ જ્ઞાનમાત્રારૂપે પ્રગટ થાય છે. ભાષ્યકારે કહ્યું છે કે જો પ્રથમ સમયે અલ્પાંશે પણ કાર્યની ઉત્પત્તિ માનવામાં ન આવે તો છેક ચરમ સમયે પણ તે કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં. (મકાન ચણતરના પ્રારંભિક દિવસે ઓછે વત્તે અંશે પણ મકાનનું ચણતર ન થાય તો અંતિમ દિવસે પણ તે મકાનનું ચણતર પૂર્ણ થશે નહીં.) જ્ઞાનબિંદુ પ્રકરણમાં આ વાતને પૂ.ઉપાધ્યાયજી મહારાજે પણ સમર્થન આપતા કહ્યું છે કે ‘નિશ્ચયનયથી તો અવિકલ કારણ જ કાર્યોત્પત્તિનું વ્યાપ્ય કારણ છે. પ્રસ્તુતમાં ઉપયોગેન્દ્રિય એ જ જ્ઞાનનું અવિકલ કારણ છે અને ઉપયોગેન્દ્રિય સતેજ થવાનું કારણ ભૌતિક વ્યંજનાવગ્રહ છે. એટલે કે જે સમયથી વ્યંજનાવગ્રહ ચાલુ થાય તે સમયથી ઉપયોગેન્દ્રિયનું અસ્તિત્વ પ્રગટ થતું જાય અને આ ઉપયોગેન્દ્રિય પોતાના કાર્યભૂત જ્ઞાનને ઉત્પન્ન કરાવ્યા વિના શી રીતે રહે ? આ રીતે વ્યંજનાવગ્રહ ની શરૂઆતથી જ એકદમ અવ્યક્ત જ્ઞાનમાત્રા સિદ્ધ થાય છે એટલે અર્થાવગ્રહાત્મક જ્ઞાનનું કારણ હોવાથી વ્યંજનાવગ્રહમાં પણ જ્ઞાનરૂપતાની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન ઃ વ્યંજનાવગ્રહ એ સાર્વત્રિક કારણ નથી કારણ કે અપ્રાપ્યકારી (ચક્ષુ-મન) ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ તો તમે માનતા નથી. તો ત્યાં અર્થાવગ્રહનું કારણ કોને કહેશો ?
:
ઉત્તર ઃ અપ્રાપ્યકારી ઇન્દ્રિય સ્થળે તો અર્થાવગ્રહ થતા પૂર્વે ક્ષયોપશમરૂપ લબ્ધીન્દ્રિયોનો ગ્રહણાભિમુખ પરિણામ એ જ કારણરૂપ છે. અહીં એટલું સમજી લેવું કે પ્રાપ્યકારી ઇન્દ્રિયો સામાન્ય ક્ષયોપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org