________________
પ્રમાણપરિચ્છેદ
कथं घटेताम् ? इति विचारणीयम् । नन्ववग्रहेऽपि क्षिप्रेतरादिभेदप्रदर्शनादसङ्खयेयसमयमानत्वम्, विशेषविषयत्वं चाविरुद्धमिति चेत्, न; तत्त्वतस्तेषामपायभेदत्वात्, कारणे कार्योपचारमाश्रित्यावग्रहभेदत्वप्रतिपादनात्, अविशेषविषये विशेषविषयत्वस्यावास्तवत्वात् । ङ्गात् । उत्तरोत्तरविशेषग्राहिणामपि ज्ञानानां तदुत्तरोत्तरभेदापेक्षया स्तोकत्वादपायत्वाभावो भावनीयः ।
प्रकारान्तरेण शकते 'नन्वि'त्यादिना → क्षिप्रमवगृह्णाति, चिरेणावगृह्णाति, बह्ववगृह्णाति, अबबवगृह्णाति, बहुविधमवगृह्णाति इत्यादिद्वादशभिर्विशेषणैर्विशेषिता मतिप्रभेदाः शास्त्रान्तरे दृश्यन्तेऽत्रापि च वक्ष्यन्त इति कथमर्थावग्रहस्यैकसामयिकत्वे क्षिप्रचिरग्रहणविशेषणमुपपद्यत इति चिरकालिकोऽप्यर्थावग्रहोऽभ्युपेयः। एवं बहु-बहुविधग्रहणमपि अव्यक्तसामान्यमात्रग्राहित्वेऽर्थावग्रहस्य दूरमुत्सारितं स्यादतो विशेषविषयकोऽप्यर्थावग्रहोऽभ्युपेय इति बहु-बहुविधादिनानाभेदापेक्षयाऽर्थावग्रहस्य क्वचित् सामान्यग्रहणं क्वचिच्च विशेषग्रहणं इत्युभयमप्यविरुद्धम् इति शङ्काग्रन्थार्थः। तमुत्तरयति 'ने'त्यादिना बहुबहुविधादिविशेषग्रहणस्य सामान्यार्थग्रहणेहाभ्यां विनाऽनुपपत्तेनिश्चयतस्तेषामपायभेदत्वमेव युक्तम् । માટે જો તમે એવો તુક્કો લગાવો કે “અહા અને અવગ્રહ બન્ને એક જ સાથે ઉત્પન્ન થાય છે તો પણ કાંઈ વળે તેમ નથી. કારણ કે અસંખ્ય સમયવાળા ઈહા અને અર્થાવગ્રહ એક સાથે શી રીતે સંભવે? કારણ કે ઈહા એ વિમર્શાત્મક તકરૂપ અને અનિશ્ચયાત્મક છે. જયારે અર્થાવગ્રહ (તમારા મતે) નિશ્ચયાત્મક છે. એક જ વિષયના નિશ્ચય-અનિશ્ચય એક સાથે રહેતા નથી એ પણ વિચારવું રહ્યું. આમ, અર્થાવગ્રહમાં વિશેષગ્રહણ કોઈ રીતે ઘટી શકતું નથી.
* ક્ષિપ્રાદિ અવગ્રહભેદો તત્ત્વતઃ અપાયના છે * પૂર્વપક્ષ અવગ્રહના બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર વગેરે બાર ભેદો આવે છે. તેમાં જે જલ્દીથી જણાય તેને ક્ષિપ્ર અવગ્રહ કહ્યો અને જલ્દી ન જણાય તેને અક્ષિપ્ર અવગ્રહ કહ્યો. તેથી સિદ્ધ થાય છે કે અર્થાવગ્રહનો કાળ જેમ એક સમયનો છે તેમ ચિરકાળનો (અસંખ્ય સમયનો) પણ છે. આ જ રીતે અનેક વાજિંત્રો વાગતા હોય ત્યારે “આ શંખનો ધ્વનિ છે', “આ વીણાનો ધ્વનિ છે'... એ રીતે પૃથફ પૃથફ વાજિંત્રો ના ધ્વનિનું ગ્રહણ કરી શકે તેને “બહુ અવગ્રહ' કહ્યો છે. એમાં પણ જો તે તે ધ્વનિગત મંદવ-તીવ્રતાદિ અનેક પર્યાયોને પણ જે જાણી શકે તેને બહુવિધ અવગ્રહ' કહ્યો છે. આથી જણાય છે કે અર્થાવગ્રહમાં વિશેષાંશનું ગ્રહણ હોય છે. અરે ! અવગ્રહના વક્ષ્યમાણ બાર ભેદોમાં એક ભેદ છે. “અસંદિગ્ધ અવગ્રહ'. આના પરથી એ પણ સિદ્ધ થાય છે કે અર્થાવગ્રહ નિશ્ચયાત્મક પણ હોઈ શકે છે તેથી અર્થાવગ્રહમાં સામાન્ય-વિશેષ બન્નેનું ગ્રહણ થઈ શકે છે એ વાત સિદ્ધ થાય છે. “આ શબ્દ છે' એવો સ્પષ્ટ અર્થાવગ્રહ શ્રીનંદિસૂત્રમાં જણાવ્યો પણ છે. તેથી અર્થાવગ્રહ વિશેષજ્ઞાન, નિશ્ચયાત્મકતા, અસંખ્યસમયકાલીનત્વ વગેરેમાં પરસ્પર કોઈ વિરોધ જણાતો નથી.
ઉત્તરપક્ષ : તમારી વાત યોગ્ય નથી કારણ કે બહુ-બહુવિધ-ક્ષિપ્રાદિ ભેદો વાસ્તવમાં તો અપાયના જ છે. કારણમાં કાર્યોપચાર કરીને તેને અવગ્રહના ભેદરૂપે જણાવ્યા છે. અવગ્રહાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org