________________
પ્રમાણપરિચ્છેદ
૩૫
मानाद्वा, एकतेजोऽवयववत् तस्य तनुत्वेनानुपलक्षणात् । दिषु शब्दादिपरिणतद्रव्याणां स्तोकत्वान्न शब्दादिपरिणतद्रव्यसम्बन्धेऽपि काचिज्ज्ञानमात्रा, चरमसमये तु भविष्यति, शब्दादिरूपपरिणतद्रव्यसमूहस्य तदानीं भूयस्त्वादिति चेत्, न, 'प्रत्येकस्मिन् हि यन्नास्ति तद्वन्देऽपि तथैव तद्' इति न्यायाद् यदि स्तोकद्रव्यसम्पृक्तावव्यक्ताऽपि काचिज्ज्ञानमात्रा न समुल्लसेत् तर्हि प्रभूतद्रव्यसम्पर्केऽपि सा न भवेत्, अस्ति च चरमसमये प्रभूतद्रव्यादिसम्पृक्तौ ज्ञानं, ततस्तत्कालेऽपि= અનુભવાતું ન હોવાથી ત્યાં જ્ઞાન નથી એમ જણાય છે તેમ વ્યંજનાવગ્રહ કાળે જ્ઞાન અનુભવાતું નથી અને જ્ઞાન અનુભવાતું ન હોવાથી ત્યાં જ્ઞાન નથી એમ જણાય છે. હા, વ્યંજનાવગ્રહકાળે વિષય અને ઇન્દ્રિય વચ્ચે સંબંધ ચોક્કસ છે પણ તે સંબંધ તો અજ્ઞાનાત્મક છે તેથી તેને વ્યંજનાવગ્રહ કહી ન શકાય કારણ કે તમે તો વ્યંજનાવગ્રહને અવ્યક્ત જ્ઞાનરૂપ કહીને જ્ઞાનના ભેદમાં તેની ગણતરી કરો છો. માટે વ્યંજનાવગ્રહને અજ્ઞાનાત્મક માનવો ઉચિત છે.
ઉત્તરપક્ષ : વ્યંજનાવગ્રહ સ્વયં જ્ઞાનાત્મક ન હોવા છતાં પણ જ્ઞાનનું કારણ છે. (ઉપાદાન છે) તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યંજનાવગ્રહને પણ જ્ઞાન કહીએ છીએ. (આ વાત વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવને સ્વીકારીને કરી છે. સાથે વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત જ્ઞાનરૂપતા સ્વીકારીને “યા' કહીને બીજો વિકલ્પ પણ જણાવે છે.) અથવા, તો આ અંગે અન્ય રીતે પણ કહી શકાય છે. વ્યંજનાવગ્રહનો કાળ પૂરો થતા અર્થાવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે તો પ્રતીત જ છે. તેથી તેની પૂર્વે, એટલે કે વ્યંજનાવગ્રહકાળે પણ અવ્યક્ત જ્ઞાન હોય છે એમ કલ્પના કરાય છે.
શંકા : જો વ્યંજનાવગ્રહકાળે જ્ઞાન હોય છે તો તે જણાતું કેમ નથી ? સમા. : એ જ્ઞાન અવ્યક્ત કક્ષાનું હોય છે તેથી જણાતું નથી.
દરેક જ્ઞાન વ્યક્ત જ હોય એવો નિમય નથી. આ વાતને ઉદાહરણથી સમજીએ. કોઈ માણસને સ્વપ્રમાં કંઈક જ્ઞાન થાય અને તે માણસ ઊંઘમાં જ બબડવાનું કે અન્ય કોઈ ચેષ્ટા કરવાનું શરૂ કરી દે તો નિકટમાં રહેલો અન્ય માણસ તેની તે ચોથી તેના અવ્યક્ત (સ્વખ) જ્ઞાનનું અનુમાન કરી લેશે. સુHવ્યક્તિનું જ્ઞાન અવ્યક્ત એટલા માટે છે કે ઊંઘમાં કે ઊઠ્યા પછી તેને કંઈક બબડાટ કર્યાનું કે ચેષ્ટા કર્યાનું જણાતું નથી. ચેષ્ટાઓ, વગર જ્ઞાને તો થાય નહીં. અન્યથા ઘટાદિમાં પણ ચેષ્ટા માનવી પડશે. તેથી સુપ્ત-મત્ત-મૂચ્છિત વ્યક્તિઓની ચેષ્ટાના આધારે તેઓમાં અવ્યક્ત જ્ઞાનની કલ્પના કરાય છે પણ તે અવ્યક્ત હોવાથી જ્ઞાતાને જણાતું નથી. આ જ રીતે વ્યંજનાવગ્રહકાળે અર્થાવગ્રહથી અનુમેય એવું અવ્યક્ત જ્ઞાન હોય છે પણ તે અવ્યક્ત હોવાથી જણાતું નથી.
શંકા : “જ્ઞાન” અને પાછું “અવ્યક્ત' ! “અંધકાર' અને “પ્રકાશ' ની જેમ આ વાતમાં “વદતો વ્યાધાત” જણાય છે. પ્રકાશ સ્વભાવવાળાં જ્ઞાનમાં તો વ્યક્તતા જ સંભવે ને !
સમા. કેમ તૈજસ દ્રવ્યો પ્રકાશસ્વભાવવાળાં હોવા છતાં પણ જો તૈજસ પરમાણું એકલો છુટો હોય તો ત્યાં તેના પ્રકાશમાં અવ્યક્તતા નથી શું? આ જ રીતે તે જ્ઞાન પણ અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત હોય છે અને તેથી હોય ખરું પણ છતાં જણાય કે અનુભવાય નહીં આવું માનવામાં કોઈ બાધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org