________________
જૈન તર્કભાષા
'तेन शब्द इत्यवगृहीतः' इति सूत्रार्थः, तत्र शब्दाद्युल्लेखराहित्याभावादिति चेत्; न; 'शब्द' तत्र रूपरसाद्यर्थानां य आत्मीयचक्षुरादीन्द्रियगम्यः प्रातिस्विकः स्वभावस्तत् स्वरूपम् । रूप- रसादिकस्तु तदभिधायको ध्वनिर्नाम, रूपत्वरसत्वादिका तु जाति: । 'प्रीतिकरमिदं रूपं, पुष्टिकरोऽयं रस' इत्यादिकस्तु शब्दः क्रियाप्रधानत्वात् क्रिया । कृष्णनीलादिकस्तु गुणः । पृथिव्यादिकं पुनर्द्रव्यम् । एषां સ્વપ-નામ-નાત્યાવીનાંત્વના = अन्तर्जल्पाकारा तया रहितमेवार्थमर्थावग्रहेण जीवो गृह्णाति ।
शङ्कते 'कथं तर्हीत्यादिना यथोक्तं नन्द्यध्ययने 'से जहानामए केइ पुरिसे अव्वत्तं सद्दं सुणेज्जा तेणं सद्देत्ति उग्गहिए, न उण जाणइ को वेस सद्देत्ति" तदेतत् कथमविरोधेन नीयते ? અર્થાવગ્રહ થાય છે.' આ પ્રતીતિમાં શબ્દનો શબ્દરૂપે ઉલ્લેખ થયેલો જણાય છે. તમારા મતે તો શબ્દસંબંધરહિતનું એટલે કે નામાદિની કલ્પનાથી રહિતનું જ્ઞાન જ અર્થાવગ્રહ કહેવાયું છે. તેથી તમારૂ કથન નંદિસૂત્રના ઉક્ત પાઠનું વિરોધી છે.
:
ઉત્તરપક્ષ ઃ તેણે શબ્દનો અર્થાવગ્રહ કર્યાનું તો નંદિસૂત્રમાં ગ્રન્થકારે કહ્યું છે ને ! પ્રમાતાને કંઈ તે વખતે શબ્દરૂપે ભાન થયું હોતું નથી. દા.ત. મયૂરને ક્યારેય નહીં જાણનારા કોઈ પુરુષે મયૂરને જોયો હોય ત્યારે અન્ય વિદ્વાનૢ વ્યક્તિ જેમ એવું કહે કે તેન મયૂરો પૃષ્ટ:' તેણે મયૂર જોયો. એ રીતે પ્રસ્તુતમાં નંદિસૂત્રકારે કહ્યું છે.
૪૬
પૂર્વપક્ષ : જો એવું હોય તો ‘તેન મયૂરો વૃક્ટઃ’ ની જેમ ‘તેન શોડવગૃહીતઃ’ તેણે શબ્દનો અવગ્રહ કર્યો એ રીતે નંદિસૂત્રકારે જણાવ્યું હોત. પરંતુ નંદિસૂત્રકારે તો “તેન ‘શબ્દ’રૂત્યવગૃહીતઃ” = ‘આ શબ્દ છે' એવો તેણે અર્થાવગ્રહ કર્યો એવું જણાવ્યું છે. આના પરથી જણાય છે કે અહીં પ્રમાતાને શબ્દરૂપે જ ભાન થયું છે. તેથી અર્થાવગ્રહમાં જાતિ-નામોલ્લેખાદિ ન માનનારા તમને નંદિસૂત્રના ઉક્ત પાઠ સાથે વિરોધ આવશે એ આપત્તિ તો પાછી ઊભી જ રહે છે.
ઉત્તરપક્ષ : ભલે શબ્દનો તેને અર્થાવગ્રહ થાય છે તે વાત કબૂલ. પણ રૂપ-૨સાદિથી ભિન્નરૂપે અને શબ્દસ્વરૂપે નિશ્ચિત હોવારૂપે તેનું ગ્રહણ ત્યાં થતું નથી. એટલા અંશમાં જ ‘શલ્વસ્સેનાવગૃહીતઃ’ એવી શાસ્રપંક્તિનું તાત્પર્ય સમજવું. શબ્દસ્વરૂપે ત્યાં શબ્દનો અર્થાવગ્રહ થતો નથી કારણ કે શબ્દોલ્લેખસહિતનું જ્ઞાન (= આ શબ્દ છે એવું જ્ઞાન) અંતર્મુહૂર્ત ટકે છે. જ્યારે અર્થાવગ્રહનો કાળ તો એકસમય કહેવાયો છે. (સમય એ જૈનદર્શનમાં કાળનું સૂક્ષ્મતમ માપ છે.) વળી, આ શબ્દ છે એવા શબ્દસ્વરૂપે રૂપાદિથી ભિન્નરૂપે શબ્દના નિશ્ચયને અર્થાવગ્રહ શી રીતે કહેવાય ? કારણ કે વસ્તુનો નિશ્ચય એ તો અપાયનું સ્વરૂપ છે. તેથી અર્થાવગ્રહમાં જો શબ્દનો ઉક્ત રીતે નિર્ણય માનશો તો અર્થાવગ્રહ અને અપાયના સ્વરૂપનું સાંકર્ય થવાની આપત્તિ આવશે. કારણ કે વિશેષનો નિર્ણય તો અપાયમાં જ થાય. સામાન્યગ્રાહી અર્થાવગ્રહમાં નહીં.
પૂર્વપક્ષ : રૂપાદિથી ભિન્ન સ્વરૂપે અને શબ્દરૂપે થતા શબ્દના નિર્ણયને જ અર્થાવગ્રહ માનો ને! રૂપાદિથી વ્યાવૃત્તિરૂપે થયેલું હોવાથી તે જ્ઞાન જેમ વિશેષરૂપ છે તેમ શબ્દમાત્રરૂપે તે સામાન્યનું જ્ઞાન १. यथानामकः कोऽपि पुरुषोऽव्यक्तं शब्दं शृणुयात्, तेन शब्द इत्यवगृहीतः, न पुनर्जानाति को वैष शब्दादिरिति ।
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org