________________
૧૮૬]
નવીન સમાચાર જાગ્રહ | દાકતર ત્રિભુવનદાસની યાદગિરી–જુનાગઢના માજી ચીફ મેડીકલ ઓફીસર, કાઠીયાવાડમાં આંખના સર્વોત્તમ દાક્તર, તથા ગિરનારજીના વ્યવસ્થાપક મરહુમ દાક્તર ત્રિભુવનદાસ મોતીચંદ શાહના સ્મરણાર્થે અત્રેની ગ્રાંટ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ તરફથી ઉભા કરવામાં આવેલા ફંડમાં રૂ. ૫૦૦] ભરાયા છે.
બેડીંગ જૈન બોર્ડિંગ અત્યાર સૂધી ભાવનગર, મુંબઈ એ બે સ્થળોએ કલેજના વિદ્યાર્થીઓ માટે જાણવામાં છે. પરંતુ તે બન્ને નામનાં બેડગે છે. બોર્ડીંગ એટલે ભજનગૃ. તેવી રીતે તે બને ભોજનગૃહ નથી. પણ માત્ર લોગ એટલે રહેવાના સ્થળ છે. આપણામાં કંઈ સાધન નહોતું તેના કરતાં આટલુંએ ઠીક છે. આવું એક બેડીંગ પેથાપૂર પ્રાંતિક કોન્ફરન્સ વખતે સ્થાપવામાં આવેલા ફંડમાંથી અમદાવાદમાં ઉઘાડવામાં આવ્યું છે. આ ફંડમાં રૂ. ૨૦૦૦ ભરાયા હતા. આ બેડીંગ પાંચકૂવા પાસે નવા દરવાજાને રસ્તે આવેલા રણછોડલાલ કપુરચંદના મોટા ડેલામાં છે, અને તેને માટે એક વ્યવસ્થાપક કમીટી નીમવામાં આવી છે.
કાળધર્મ–પૂર્વાશ્રમમાં પાટણનાજ વતની પન્યાસ ધર્મવિજયજીના શિષ્ય સુની સિદ્ધિવિજયજી પાટણમાં કાળધર્મ પામ્યા છે.
હાઈસિકલ અને દવાખાનું-બાબુ પનાલાલ હાઇસ્કૂલમાં આશરે ૨૪૦ વિદ્યાર્થીઓની જૈનની સંખ્યા થઈ છે. દવાખાનાને લાભ દરરોજ આશરે ૫૦ માણસો લે છે.
માંગરોળ જનસભા હાઈસ્કુલ–બાબુ પનાલાલ હાઈસ્કૂલ થતાં હવે આ હાઈસ્કૂલની જરૂર નથી એમ ધારી તે કાઢી નાખવા અને તેને બદલે ક્યા ઉત્તમ ખાતામાં એ રૂપિયા ખર્ચવા તે સંબધી નિર્ણય કરવા મળેલી મેનેજીગ કમીટીએ તથા જનરલ સભાએ એવો રાવ કર્યો છે કે કન્યાશાળા ઉઘાડવી. મેનેજીંગ કમીટીએ બહુ વિચારપૂર્વક કામ કર્યું હશે, પણ અમને લાગે છે કે એક વર્ષ પનાલાલ હાઇસ્કૂલનું કામ હાર પડ્યા પછી નિર્ણય કર્યો હોત તે બહુ સારું થાત.
બ-સાપના અને વીંછીના ડંખમાટે શેરડીને સરકે સર્વથી ઉત્તમ ઈલાજ ગણાય છે.
હોસ્પીટલ-મુંબઈમાં રહેતા માંગરોળના વણિકો અને તેમાં ખાસ કરી જેને વેપાર, ધધામાં ઠીક આગળ પડતા છે, તેઓને જણાયું કે તેમની જન્મભૂમિમાં હોસ્પીટલની અગત્ય છે. તેથી ૬ માસ પર એક ફંડ ઉઘાડવામાં આવ્યું હતું અને તેમાં દર માસે રૂ. ૨૫૦ થી ૩૦૦ ભરાતાં તેઓએ હોસ્પીટલને પાયે માંગરોળના નામદાર શેખસાહેબને હાથે નખાવવાનો નિશ્ચય કર્યો. માંગરોળ શ્રીમાળી સમાજ તરફથી માંગરોળના શ્રીમાળી વણિક બંધુઓને ઉંચા પ્રકારની કેળવણી મફત મળે જાય એવી ગોઠવણ થઈ છે, અને તે પાંચ વર્ષથી સંષકારક રીતે ચાલે છે. દેશમાં દવા અથવા વૈિદક મદદ મુંબઈના જેવી મેંઘી નથી હોતી તે પણ ગરીબ ભાઇઓને આટલી મદદ પણ બહુ ઉત્તમ છે. જણાયછે કે, માંગરોળના દવાખાનામાં સગવડ થઈ શકે તે કરતાં વિશેષ દરદીઓ આવતા હશે, અને તેથી આ દવાખાનાની જરૂર માલુમ પડી છે દાકતર તરીકે ભાવનગરના રહીશ ઠકર કેશવલાલ વિઠ્ઠલદાસ એલ. એમ. રમન્ડ. એસ ને નીમવામાં આવ્યા છે. હાલ તુરત આ હોસ્પીટલની મદદ ત્રણ વર્ષમાટે છે દવાખાનું દશા શ્રીમાળી વણિક કોમ માટે છે નામદાર દરબારશ્રીએ સુયાણ માટે કરેલી ભલામણ ઉત્તમ છે. સંસ્થાનના દવાખાનામાં