________________
૧૯૦૬ ]
નવીન સમાચાર સંગ્રહ, લાગે છે, અને એવી રીતે નામોની સંખ્યા વધાર્યા જઈશું તે ક્યાં પાર આવશે? મતલબ કે જ રીતે નામો આપવાની જરૂર નથી. અમારે અંગત અભિપ્રાય તે એ છે કે જે ઠરાવો અમલમાં મૂકી શકાય તે કર્યા કામના, બીજા કાગળપર શેભે પરંતુ વ્યવહારમાં રતિભાર પણ નકામા ઠરાવો કરવા કામના નથી. કાઠીઆવાડ અને ગુજરાતમાં હાથીદાંત બંધ થયો છે? બંધ થાય એવી આશા હાલ રખાશે ખરી? કસ્તુરી બહુ થોડા માણસે વાપરે છે, તે બંધ થઈ શકે ખરી. પણ હીંગ, જે જૈનમાં સામાન્ય ઉપયોગની છે તે બંધ કરવી શક્ય લાગે છે? નામ તે આપવાં ઉત્તમ છે, એમ અમારું માનવું છે, કારણ કે તેથી સંઘના ધ્યાનમાં રહે કે ફલાણી વસ્તુઓ નિષિદ્ધ છે. - સ્વાર્પણ–હિંદુસ્તાનમાં ગૃહસ્થ અને યાચક વર્ગ એવા બે મુખ્ય વિભાગ દરેક પંથમાં છે. આથી યાચક વર્ગ ઉદરનિર્વાહ જેટલું મેળવી બાકીનું જીવન જનસમુહના કલ્યાણ અર્થે અર્પી શકે. જેમ સિવાય બીજા પંથ અને કેમમાં કાં તે યાચક વર્ગ ધનની ઈચ્છાવાળો થયો છે અથવા તે ઉદરનિર્વાહ મેળવીને લોક કલ્યાણ કરવાની ઈચ્છા રહિત થયો છે. આપણું પવિત્ર મુનિરાજોને પૈસાની ઈચ્છા નથી, અને પોતાની ફરજ–વ્યાખ્યાનકારા લોકોને ઉપદેશી જનહિત કરવાની–બજાવે જાય છે. ઉદરનિર્વાહ જેટલું મેળવી પિતાની ઉત્તમોત્તમ શક્તિ આપવી એ એક જાતનું સ્વાર્પણજ છે. પુણાની ફરગ્યુસન કોલેજમાં એવા દક્ષિણ પ્રોફેસરો ઉદરનિર્વાહ જેટલો પગાર લઈ કામ કરનારા પડ્યા છે કે, જેની જોડી માત્ર ગણીગાંઠી જગ્યાએ જ જડી શકે તેમ છે. લાહોરનું ગુરૂકૂળ પણ અસલ આર્યાવર્તન ગુરૂકૂળ જેવું-સ્વાર્પણવાળું છે. વિદ્યાર્થીને કઈ ફી વિગેરે આપવાનું નહિ, પણ જતી વખત શક્તિ હોય તે પ્રમાણે આપે. આવું જ એક ગુરૂકૂળ સંયુક્ત પ્રતિમાં બદાયુનું છે અને ત્યાં બ્રહ્મચારી કદત સ્વાર્પણથીજ કામ કરે છે. આપણા જૈનબંધુઓમાંથી જે કોઈ આ આત્મભેગ, આત્માપણું, કરવા માગતું હોય તેને માટે પનાલાલ જૈન હાઈસ્કૂલ તથા યશવિજ્યજી જૈન પાઠશાળા, બનારસ છે.
બાળબોધ લિપી-હિંદુસ્થાનમાં જૂદી જૂદી ભાષાઓ એક ક્યારે થઈ જશે અથવા થઈ શકશે એ એક ગંભીર સવાલ છે, પરંતુ એક લીપી હોય તે ગમે તે ભાગને માણસ ગમે તે દૂરના ભાગનું લખેલું વાંચી શકે. આવા ઉદાર હેતુથી કોઈ કોઈ માણસે બાળબેધ લિપિમાંજ લખે છે. ભાષા રસજ્ઞ માણસે એવું લખે એ તો ઠીક પરંતુ સંયુક્ત પ્રાતમાં આવેલા સહરનપુરના એક વેપારી લાલા શાદીરામે પિતાના ચોપડાઓમાં, પત્રમાં વિગેરે બધી જગ્યાએ બાળબધજ લખવા નિશ્ચય કર્યો છે, અને તે પ્રમાણે હાલ લખે છે.
ટાઈમ–મુંબઈ ઇલાકામાં અને મુંબઈ શહેરમાં સર્વ સરકારી ઓફી, બેક, રેલવે તથા ટપાલ અને તાર ઓફીસ, પર્યત્રસ્ટ વિગેરેમાં નામદાર સરકારના હુકમ અનુસાર તા. ૧ જાનેવારીથી સ્ટાન્ડર્ડ ટાઈમ-મુંબઈ ટાઈમથી ૩૯ મીનીટ વેહેલ અને લંડન ટાઈમથી પા કલાક પાછળ ટાઈમ–દાખલ થયો હતો. પરંતુ મુંબઈ મ્યુનિસીપલ કોરપોરેશનમાં પડેલા મત ઉપરથી જપુાય છે કે ૩૧ વિરૂદ્ધ ૩૦ મતે તેણે સ્ટાર્ડ ટાઇમ સ્વીકાર્યો છે. કેરપરેશનના બંને જૈન મેંબરે એ દરખાસ્ત વિરૂદ્ધ મત આપે હતે. એક માણસે બીજાને પૂછયું, કે અમુક વખતે અમુક દીવસે કેઈના નસીબમાં મૃત્યુ હોય અને ઘડીઆળો તે ૩૦ મીનીટ વહેલી થઈ ગઈ તો એટલું આયુષ્ય ઓછું થઈ ગયું ને ? કોઈ જવાબ દેશે?
| નવીન સમાચારસંગ્રહ, . • માર્તિઓ–નામદાર પ્રિન્સ ઓફ વેસના હિંદના પ્રવાસ દરમ્યાન તેમની સાથે ગયેલા “ જામેજમશેદ” ના ખબરપત્રોએ એવી ખબર તે પત્રમાં આપી હતી કે