________________
જેલ કોન્ફરન્સ હરેડ.
[ જાન્યુઆરી ખડતલ છે. સ્ત્રીની પ્રકૃતિ નરમ છે પુરૂષની ઉમ્ર છે. હાલ એમ પણ વાંચવામાં આવ્યું છે કે અતિશય ઉચ્ચ અભ્યાસક સ્ત્રીઓની જનનેંદ્રિયને એટલી બધી હરકત, મગજપર અતિશય બેજાને લીધે થાય છે કે તેઓ ગર્ભધારણ માટે નાલાયક થઈ પડે છે. આ પરથી સમજી શકાશે કે જેવી રીતે એમ. એ. જેવા ઉચ્ચ અભ્યાસ માટે પુરૂષ લાયક છે, તેવી રીતે સ્ત્રી લાયક નથી. મતલબ કે જ્ઞાનપ્રાપ્તિ માટે, ન્યાય અને તત્વજ્ઞાન જેવા ગહન વિષયો માટે સ્ત્રીએ મહેનત કરે તે કદાચ પુરૂષ સાથે હરીફાઈ કરી શકે, પણ તેમ કરવા જતાં સ્ત્રી તરીકેની એમની જે ખાસ ફરજ–માતા થવાની–તેને માથે મૂકાયેલી છે, તેમાં તેણી નિષ્ફળ જશે. વસ્તીને વધારે થતું જાય છે, અને આપણે એક નહિ પરણુએ તે વસ્તીને વધારે અટકવાનો નથી, એવો ખ્યાલ થજ ન જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની ફરજ બજાવવાની છે. જે ભૂલશે તે પોતાને તથા આસપાસનાને હેરાન કરશે. આ પરથી જોઈ શકાશે કે સાધ્વી કરતાં સાધુ, અને શ્રાવિકા કરતાં શ્રાવકનું પદ ઉચ્ચ છે, કારણ જ્ઞાનપ્રાપ્તિ માટે વિશેષ યોગ્યતાને લીધે જ. - મુનિપ્રયાસ–મુનિરાજ શ્રી મણિવિજ્યજી છેડા સમય પર જામનગર વિરાજતા હતા અને ત્યાં નિવાસ દરમ્યાન ઘણું સ્વામી ભાઈઓને તેમણે કારજ કરવાની બાધા આપી છે. ત્યાંથી વિહાર કરતાં વાંકાનેર પધાર્યા હતા. અને ત્યાં પણ સંધના મોટા ભાગને કન્યાવિક્રયની તથા, ચાળીશ વર્ષની ઉમરથી ઓછી ઉમરે ગુજરી ગયેલાનું કારજ નહિ કરવા બાધા આપી હતી. આ પરથી કેટલાંક અનુમાન કુદરતી રીતે નીકળે છે. મુનિરાજે એકલું વ્યાખ્યાન વાંચે, તેથી તેઓની ફરજ સંપૂર્ણ થતી નથી, પરતું આવી રીતે અઢાર પાપ સ્થાનકના જે વિભાગમાં હાલ ચાલતા કુરીવાજો ગણી શકાય, તે વિભાગ વિષે વ્યાખ્યાન ચાલતાં તે કુરીવાજનું પણ હૃદયભેદક વર્ણન આપવાની જરૂર છે. એવી રીતે ચાલુ બાબતે વિષે સાંભળતાં જનવૃત્તિ વિશે જાણવા તત્પર થશે, અને દઢ છાપ પડતાં, સમજણ સહિત જ્ઞાન મળતાં, પોતાની ભૂલ જોઈ સમજી, સુધારવા યત્ન કરશે. બીજું જોઈએ તેવો શુદ્ધ શ્રાવક ઉપદેશ કરે, તે પણ તેનીજ સાથના દરજજાના સાધુજીના ઉપદેશ કરતાં તેની અસર ઓછી થશે. આવા કુરીવાજોને કાળક્રમે કેળવણીની અસરથી ધીમે ધીમે જાત એ ખરું, પણ તે જતાં દરમ્યાન અતિશય નુકશાન થાત, તે થતાં રહી ગયું છે, અને તેના કારણિક મુનિરાજ શ્રીમદ્મણિવિજયજી છે. ઉપદેશાત્મક સાધુજીવન અતિ ઉચ્ચ છે. સર્વ સાધુ મુનિરાજેએ આવા યોગ્ય ફેરફારે કરાવી આર્થિક, માનસિક વિગેરે લાભે કરવા એજ પ્રાર્થના છે.
નૂતન સંસ્થા–કાઠીયાવાડમાં આવેલ ગેહલવાડના એક જૈનબંધુએ એમ ઈચ્છા જણાવી છે કે મુંબઈ અભ્યાસ કરવા આવતા અથવા ધંધે શીખવા આવતા જૈન ભાઈઓ માટે રહેવાની બહુજ અગવડ છે. હાલના જમાનામાં જે ધંધાઓ શીખવાથી ભવિષ્યમાં સારો લાભ થાય એવા. ધંધા શીખવા ઈચ્છતા ગરીબ જૈન ભાઈઓ, જેઓ પાસે પૈસાની ખેંચ હોય, તેઓને અમુક વ્યાજે નાણા ધીરવા પણ તેઓ ઈચ્છે છે. આ પ્રમાણે રહેવાની અગવડવાળાને રહેવાની તથા પૈસાની અગવડવાળાને પૈસાની સગવડ થઈ રહેશે. વળી આ ગ્રહસ્થ સારા વસીલાવાલા માણસ હોવાથી પાંચ ભાઈઓ માટે કઈ જગ્યાએ વેપારમાં ભલામણ પણ કરી શકે ખરા. ધંધે અથવા શર્ટ હન્ડ, ટાઈપ રાઈટીંગ, એકાઉન્ટન્સી––લેનારને આ પ્રમાણે ભલામણ પણ વગર માગી મળી શકશે. અમે આ સંસ્થાને ફતેહ ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમુક ભેગ આપવા પડે છે તે આપીને પણ ધારેલી સંસ્થાને પાર પાડવા તેઓ કઇરીતે પાછા નહિ હડતાં દઢ રહેશે.
બાધિત વસ્તુઓ એક પત્રમાં એવું લખાયું છે કે ચામડાનાં પૂઠાં, પીછાંવાળી ટોપીઓ, હાથીદાંત, કચકડાના ચૂડા વિગેરે નહિ વાપરવા કોન્ફરન્સ ઠરાવ તથા ભલામણ કરી છે તે યોગ્ય છે, પરંતુ હીંગ, કસ્તુરી, ગોચંદન વિગેરે ચીજો નહિ વાપરવા કેન્ફરંસ ઠરાવ કરે તે જરા હદ કરતાં વિશેષ