________________
૧૯૬]
બંગાળામાં સર્વથી નિર્દય ધધ. માણસ કામ કરી શકે તે કરતાં સંચાથી અતિશય વધુ કામ ઉતરતું હોવાથી સંચાઓ વગર ચાલી શકે એમ લાગતું નથી. મીલ, જીન, પ્રેસ, વિગેરેમાં ઉના પાણીના હાથમાં હજારે જીવની વિરાધના થાય, તથા તે સંચાઓ માટે ચરબી વાપરવી પડે એ ખરું, પણ હાલના જમાનામાં સંચાથી કામ કરનાર દેશે અતિશય ફાવી શકે છે. જ્યારે હાથે કામ કરનારને બહુ મુશ્કેલી પડી જાય. આટલે સૂધી તે કંઈક ઠીક છે. જો કે આપણું શાસ્ત્રમાં તે પંદર કર્માદાનમાં આ સંસ્થાઓને સમાવેશ થઈ જાય છે, પરંતુ જમાનાની જરૂરીઆતને લીધે બીજો ઉપાય નથી. બીજા ધંધાઓ સાથે મરી ગયેલાં જનાવરેના ચામડાને વેપાર એ પણ એક ધંધે છે, અને તે આપણા શાસ્ત્ર પ્રમાણે નિષિદ્ધ છે, પરંતુ તેથી પણ ખરાબ હકીકત એ બહાર આવી છે કે જીવતાં જનાવરાનું ચામડું ઉતરડી તે વેચવા માટે બંગાળામાંથી અમેરિકા જાય છે. કેવો નિર્દય ધધઅસલના વખતમાં રાજાની ખફા કોઈ માણસ પર ઉતરતી તે તે તેની ચામડી ઉતરડાવી નખાવતે. અસલના હિંદુ રાજ્ય કરતાં અંગ્રેજી રાજ્યઅમલમાં જીવહિંસા તે ઘણું જ છે, કારણ કે તેઓને માંસનો નિષેધ નથી, અને તેઓનું જોઈને આ દેશમાંના કેટલાક દેશીઓ પણ ભ્રષ્ટ થયા છે. પરંતુ જીવતાં જનાવરની ચામડી ઉતારવાનું કારણ તો એમ સમજાય છે કે એવાં ચામડાંનો ભાવ વધારે ઉપજે છે! પૈસાખાતર પચેટ્ટી જનાવરની ચામડી જીવતાં ઉતારતાં પણ અચકાતા નથી એ પંચમકાળનું અતિ વૃષ્ટ હદય છે. કલકત્તાના આ વેપારીઓ અમેરિકા ચામડાં ચડાવે છે અને અમેરિકાના વેપારીઓના લક્ષમાં આ વાતે આવતાં જ તેઓએ તે બાબત પિતાને તિરસ્કાર જાહેર કરી કલકત્તાની જાનવરો પર ગુજરતું ઘાતકીપણું અટકાવનારી મંડળીપર પત્ર લખ્યો છે. બંગાળમાં મુઝફરપુર જીલ્લામાં આ ધધો ખાસ કરી ચાલતો કહેવાય છે અને બંગાળાની સરકારનું ધ્યાન પણ તે તરફ ખેંચવામાં આવ્યું છે. કૉન્ફરન્સ જીવદયાના પેટામાં આ વિષે ઠરાવ પસાર કરી નામદાર બંગાળ સરકાર તરફ મોકલી આપે તે એગ્ય થાય. બીજું એ સૂચવવાનું કે કલકત્તા, મુર્શિદાબાદ વિગેરે બંગાળના શ્રી જૈનબંધુઓ તરફથી સ્થાનિક દિલગીરીના ઠરાવો બંગાળના નામદાર લેફટનન્ટ ગવરનરપર જવા જોઈએ, કે જેથી તેમના હદયમાં વાત ઉતરે. અમેરિકાથી જે પત્ર આવ્યું છે તે ન્યુર્કથી રોકે મેન્યુફેકચરર્સ એસોસીએશનને આવેલ છે. બંગાળ પ્રાંતમાંના આ બકરાં બીજા પ્રાંતોનાં બકરાં કરતાં કદે નાનાં હોય છે અને તેથી તેનું ચામડું શેડા ઇંચ વધુ લાંબું થશે એમ ધારી આ જીવતાં ચામડાં ઉતારવામાં આવે છે. ખરેખર તે એવાં ચામડાં નકામાં અને નાની કીંમતના છે તે પણ ખાટા ખ્યાલથી જ આ નિર્દય કામ થાય છે. આ કામ માટે ઉપલી એસોસીએશને રૂ. ૨૨૮૧ ની હુંડી પણ બીડી છે. માંસાહારી અમેરિકનોમાં પણ દયા છે, તેને આ દાખલો બહુ ઉત્તમ છે. આ બાબતમાં કોન્ફરન્સને તથા સ્થાનિક રહેવાસીઓને અમારી ઉપરની પ્રાર્થના છે. આ કામ તદન બધ કરનાર, કરાવનાર બહુ પુણ્યને ભાગી થશે. જીવન આ એકલું જ નથી, પણ આવતા ભવ માટે બી જેવું છે તે લક્ષમાં રાખવા જેવી બાબત છે.