________________
ઝાંટની તત્કાલીન ઝંઝાવાતની, ઝલક છે ઝંઝાવાતની સામે ઝઝુમનાતી,
પઢિચાયક સિદ્ધહસ્તલેખક પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
અલૌકિક જાહોજલાલીથી જ્વલંત અને ઝળહળતાં કોઈ આલિશાન ભવન તરીકે જૈનશાસનનાં દર્શન કરીએ, તો ચાર અનુયોગ એના ચાર પાયારૂપ જણાય. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગના પાયા પર જ પ્રતિષ્ઠિત જૈનશાસનને સમજવા ઉપરાંત સમજાવવા માટેનો સૌથી વધુ સરળ અને સર્વલોકભોગ્ય ઉપકારક ઉપાય જો કોઈ હોય, તો તે ધર્મકથાનુયોગ ગણાય. કારણ કે આમાં કથાના માધ્યમે બોધ-ઉપદેશની ધારા વહેતી હોય છે. તેમજ ઉપદેશને વધુ સચોટ, સરળ અને અસરકારક બનાવવા કથાનું માધ્યમ અપનાવાતું હોય છે. માત્ર મનોરંજન માટે જ કહેવાતી કથા-વાર્તાનું સ્થાન કથાનુયોગમાં ન જ આવી શકે, જે કથાનાં કથનમાં ઉપદેશની મુખ્યતા હોય, એ જ કથાવાર્તાને ધર્મકથાનુયોગ તરીકે બિરદાવી શકાય. આવા કથાનુયોગની વિશાળ સૃષ્ટિમાં રામાયણનું સ્થાનમાન યુગયુગથી અનેરું રહેતું આવ્યું છે.
ઉપદેશકોની સૃષ્ટિને નવી દૃષ્ટિના દાતા તરીકેની જિનવાણીના જ્વલંત જ્યોતિર્ધર વ્યાખ્યાન-વાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્