________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :: પાંચ-દશ વર્ષ રહ્યા પછી એક ઉન્હાળાની બપોરે એનું સર્વસ્વ અગ્નિ ભક્ષણ કરી ગયે. એના મેંબર કે ગ્રાહકના લીસ્ટો પણ બળી ગયાં, એનું સર્વ ગયું, પણ એના સંચાલકોએ જરાપણ નરમ ન પડતાં ફરીવાર શરૂઆત કરી આગળ ધપાવ્યું અને અનેક પ્રકારે પ્રગતિ કરી. યુવાની પર પુખ્તતાના પાણી ચઢવાં અને નવીન કાર્ય વેગ પાછલાને પણ વીસરાવે તેવો નીવડ્યો.
પ્રકાશ” ને બારણે ઉભેલા અનેક નવબાળકો અને યુવકને પ્રેરણા મળી, નવયુગના મંડાણ ત્યાં મંડાયા, જ્ઞાનદર્શનચારિત્રની ત્રિવેણીને ત્યાં સંગમ થા, નર્મદાશંકર શાસ્ત્રી જેવાએ ત્યાં જ્ઞાનની પરબો માંડી, આકાશમાંથી અનેક દેવદેવીઓને એના ઉત્સા જેવા મર્યલોકમાં ઉતાર્યા અને પછી તે બસ ઉપર પુસ્તક પ્રકાશનો થયાં, સેંકડે ઘૂંચવણોના ખુલાસા થયા અને એ નૂતન પ્રવાહ “પ્રકાશ” દ્વારા દિગતવ્યાપી થતો ચાલ્યો.
પછી એને પ્રાણદાત્રી સંસ્થાએ ઘરનાં ઘર કર્યા અને એ તે સર્વ આધુનિક વાત છે. મારે મન તે એના ભૂતપૂર્વ સ્વપ્નાં સુંદર છે, મેહક છે, આનંદપ્રદ છે, એનો આખો ઇતિહાસ જેન કેમને શોભા આપનાર છે, એના જન્મ આપનારને અભિનંદન ચોગ્ય છે અને એના ઉચ્ચ આદર્શને અંગે અભિમાનપ્રદ છે. જ્યારે લગભગ સર્વ ઉધતા હતા ત્યારે એને “પ્રકાશ” અભિનવ હતું અને એનાં
સ્મરણ આજે પણ ખૂબ રસ આણે છે. જેનું જીવન એક પણ એબ વગરનું હોય તેની પ્રશંસા કરવા કરતાં આપણે તેને અંગે જે પ્રેરણા મેળવી સ્મરણપથમાં રાખી હોય તે યાદ કરી તેને અવ્યવસ્થિત શબ્દોમાં મૂકી દેવી એ જ એને અભિનંદન કરવાની રીતિ મને મારે માટે સુયોગ્ય લાગી છે.
મને એનાં નાનાં નાનાં પ્રાથમિક કાવ્યો હજુ પણ યાદ આવે છે, એની નાની નાની કથાઓ જેની ચરિતાવળી બની તે યાદ આવે છે, એનાં મુખ પરના ભાવભર્યા લેક યાદ આવે છે, નથુભાઈ રતનચંદના “હું જીવું ત્યાં સુધી માસિક હું જ છાપીશ” એ શબ્દો યાદ આવે છે, એના પ્રમુખ, મંત્રી અને અન્ય લેખકોની ચીવટ યાદ છે અને એણે ભાવનગરની પ્રજા પર કરેલ અસરે યાદ છે. મુંબઈના એક શેઠીઆ ભાવનગર આવેલા. સભાના મંત્રીનું ભાષણ હતું. શેઠ પ્રમુખ હતા. સેંકડે માણસ જાહેર સભામાં આવ્યા હતા. “માંસાહારી માતંગી બેલે, ભાનુ પ્રશ્ન કર્યો જુઠા નર પગ ભૂમિ ધન, જળ છંટકાવ કર્યો. એ પૂજાના પદ્યમાં હાથમાં ખોપરી લઈને ચાલનાર માતંગીની સત્યની પૂજા જ્યારે વેધક ભાષામાં સંભળાવી ત્યારે સભામાં જય જયકાર થઈ ગયો અને મુંબઈના શેઠ તે આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. એ ભાષણમાં જીવન હતું, એના સાંભળનારાઓમાં જિજ્ઞાસા હતી, એના વૈવિધ્યમાં તાન હતું. મારે તે શિષ્યભાવે શીખવાનું હતું. મારે માટે તે તે તે ફ્રિ નો દિવસ તાર જય પરમાત્મા. ૩૦ શાંતિઃ
મક્ષિક,
For Private And Personal Use Only