________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sા
છે.
૧૩૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ. ઘુઘુલની ઉદંડતા, તેને દબાવવા તેજપાલનું ગમન અને વિજય, જૈનધર્મના પરમ ઉપાસક મંત્રીશ્વરની આ વીરતા ખરેખર આપણને મુગ્ધ કરે તેમ છે. તેમજ ભયંકર રણક્ષેત્રમાં પણ મંત્રીશ્વરની જૈન ધર્મ પ્રત્યેની અટલ શ્રદ્ધા અને દઢતા, આ બધું ખાસ વાંરવા ચોગ્ય છે. સાથે જ પોતાના સ્વધામીઆની ભક્તિ, તેમને માટે કરોડો દામનો વ્યચ, સાચોર, ડાઈ, પાવાગઢ, ખંભાત, પાટણ, ધોળકા, ભૂગુકચ્છ, પ્રભાસપાટણ, આબ, ગિરનાર, શત્રુંજય આદિ અનેક સ્થાનોએ નવીન બંધાવેલા જિનમંદિર અને કરાવેલા જીર્ણોદ્ધાર, આબુ ઉપર બંધાવેલા મંદિરે, તેની પાછળ કરેલો કરડે રૂપિયાનો ખર્ચ, તેની ઉદારતા, રાજા-પ્રજાનો પ્રેમ અને સંઘ કાઢીને કરેલી ૧રા તીર્થયાત્રાઓનું વર્ણન છે. - હરિભદ્રાચાર્ય, નાગેન્દ્રસૂરિ, નરચંદ્રસૂરિ, વિજયસેનસૂરિ આદિ અનેક સમર્થ જૈનાચાર્યોના પ્રભાવ, ચારિત્ર, વિદ્વત્તા, વસ્તુપાલનું કચચાતુર્ય, કવિપણું, કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા, ગુજરાતની કળા અને મહત્તા વધારનાર તેરમી સદીના આ ગુજરાતના મહાન તિર્ધરનું જીવન દરેક ગુજરાતીએ વાંચવા ગ્ય છે. વસ્તુપાલ ચરિત્રમાં ગુજરાતનો બારમી સદીના ઉત્તરાર્ધનો અને તેરમી સદીનો સંપૂર્ણ ઇતિહાસ ઉલ્લેખાયો છે. આ ચરિત્રનું ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ છે. આ સિવાય અરિસિંહકૃત સુકૃત સંકિર્તન, જે આત્માનંદ સભા તરફથી છપાયેલ છે તે અને ધર્માલ્યુદય આદિ શમાં વસ્તુપાલ તેજપાલનું વર્ણન મળે છે, પરંતુ તેમાં કાવ્યમયતા વધારે છે.
ગુજરાતી સાહિત્ય, વિમલપ્રબંધ -ગુજરાતી ભાષાનું આ સુંદર ઐતિહાસિક કાવ્ય પુસ્તક છે. કત સોળમી સદીના મહાકવિ પંડિત પ્રવર લાવણ્યસમય છે. ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) ના આ મંત્રીશ્વર અને જેમણે ૧૦૮૮માં આબૂ ઉપરનાં જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યા છે, તેમજ ચંદ્રાવતીના રાજ સમા ગુજરાતના આ પ્રતાપી પુરૂષનું જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ વાંચવા જેવું છે. જો કે વિમલ મંત્રીશ્વરનું ચરિત્ર અનેક ગ્રંથોમાં છુટક છુટક આવે છે, પરંતુ વિમલપ્રબંધમાં તો ગુજરાતને તે સમયનો સંપૂર્ણ ઈતિહાસ આપવા સાથે વિમલમંત્રીવરનું સંપૂર્ણ જીવનચરિત્ર છે. વિકમની દસમી અને અગીયારમી સદીનો ઈતિહાસ જાણવા ઈચ્છનારે આ પ્રબંધ જરૂર વાંચવા યોગ્ય છે. મણિલાલ બકોરભાઈ વ્યાસે છપાવેલ છે.
કુમારપાલ રાસ અને હીરસૂરિરાસ-કર્તા મહાકવિ ઋષભદાસજી સત્તરમી સદીના આ મહાકવિએ કુમારપાલ રાસમાં ગુજરાતને તે વખતનો
For Private And Personal Use Only