________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
૧૪૦
મૂર્તિઓ, તીર્થાવલીઓ, ઉપદેશક ધાર્મિક ગ્રંથા જેમકે ઉપદેશપદ સટીક, ઉપદેશપ્રાસાદ સ્થંભ ૨૪ જેવા ગ્રંથ જેમાં પણ અનેક ઐતિહાસિક ઘટનાએ આવે છે તે; બધા પ્રગટ કે અપ્રગટ પુષ્કળ ઐતિહાસિક સાહિત્ય ગ્રંથા જેમાં આપણે ઇતિહાસ સગૃહીત છે તેમાંની બધી ઐતિહાસિક ઘટનાઓને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
સરસ્વતીનુ' પીયર જેનાને ત્યાં છે. આ લેાકેાક્તિ આ ઐતિહાસિક વિષયના સાહિત્ય ગ્રંથા જોતાં તદ્દન સત્ય જ લાગે છે. કન્યા જેમ પિયરમાં ઉછરે છે અને અનેક અલ કારોથી વિભૂષિત બને છે તેમ જૈનેાએ, જૈનાચાર્યોએ વિવિધ ક્ષેત્રામાં સાહિત્ય વિકાસ કરી સરસ્વતીને શેશભાવી છે. અતિમ ઉપસ'હાર
આ લાંબા લેખ પુરા કરૂ ત પહેલાં ઇતિહાસના થાડા વિભાગ જણાવી દઉં કે જેમાં મહત્વની ઘટનાઓને ઉલ્લેખ છે. આવશ્યકતિ યુક્તિ જેમાં ઐતિહાસિક દષ્ટિએ ઇ. સ. પૂર્વે પાંચમી સદીથી ઇ. સ.ની પાંચમી સદી સુધીના શૃંખલાબદ્ધ ઇતિહાસ રજુ થયેા છે. ભારતનો કેટલાય પ્રસિદ્ધ અપ્રસિદ્ધ વ્યક્તિઓના આમાં ઇતિહાસ મળે છે.
ત્યારપછી હૈયુગ જેમાં પરિશિષ્ટ પર્વ, દ્વેયાશ્રય, પ્રશ્ન ધચિંતામણિ અને પ્રભાવક ચરિત્ર જેવા ગ્રંથા આવે છે. તેમાં ગુજરાતનેા નવમી સદીથી લઇને પદ્યરમી સદી સુધીના ઇતિહાસ છે અને ભારતના દોઢ હજાર વર્ષ ના ઇતિહાસ મળે છે તેમજ વસ્તુપાલ યુગમાં પણ આ જ સાહિત્ય પ્રકાશ આપે છે.
હીયુગ—જેમાં હીરસાભાગ્ય, કૃપારસકાશ, વિજયપ્રશસ્તિ, વિજયદેવ મહાત્મ્ય, મેગલ સામ્રાજ્યના વિજયના, ઉદયના અને મધ્યાન્હના સ’પૂર્ણ ઇતિહાસ આ યુગના આ ગ્રંથમાં મળે છે. એમાં અકબર, જહાંગીર અને શાહજહાંના ઇતિહાસ છે. તેમજ દાનસૂરિ, હીરસૂરિ, સેનસૂરિજી, ઉપાધ્યાયજી શાંતિચંદ્રજી, ભાનુચંદ્રજી, વિજયદેવસૂરિજી આદિ અનેક યુગપ્રભાવકો અને વિદ્વાનાના આમાં પરિચય મળે છે.
ભારતીય ઇતિહાસને જેને સર્વાંગ સ ́પૂર્ણ અભ્યાસ કરવા હાય તેમણે આ ઐતિહાસિક જૈન સાહિત્યને જરૂર અભ્યાસ કરવા પડશે. તે સિવાય ભારતીય ઇતિહાસનું જ્ઞાન અપૂર્ણ અને અધુરૂ જ રહેવાનું. જૈન વિદ્વાને પોતાના ઐતિહાસિક સાહિત્યના અભ્યાસ કરી જૈન ધર્મના પ્રભાવક, શાસનદીપક અને ભારતને દીપાવનારા આ મહાપુરૂષોનાં ચરિત્રના અભ્યાસ કરી ભારતીય ઇતિહાસનું અપૂર્ણ અને ત્રુટીત પ્રકરણ પૂર્ણ કરે એ જ શુભેચ્છા.
ॐ शांतिः शांतिः शांतिः
મુનિ-ન્યાયવિજય
For Private And Personal Use Only