________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૬૧ યશોવિજયજી એ બે મહાપુરુષો ખાસ ધ્યાન ખેંચે છે, જેમણે ગંભીર તત્વજ્ઞાનથી ભરપૂર વિપુલ સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય સરક્યું છે.
આશ્ચર્ય અને દિલગીરીને વિષય એ છે કે ઉપર્યુકત મહાપુરૂની ગંભીર કૃતિઓ તરફ આપણું લક્ષ્ય જરા સરખું ય જતું નથી. અસ્તુ. આચાર્ય શ્રી સિદ્ધસેનની દ્વાર્નાિશિકાઓ, સ્વામી શ્રી સમતભદ્રનું સ્વયંભૂસ્તોત્ર, આચાર્યશ્રી હેમચંદ્રની અન્યગવ્યવચ્છેદઢાત્રિશિકા–અગવ્યવછેદકાત્રિશિકા અને વીતરાગસ્તોત્ર, ન્યાયાચાર્ય શ્રી યશેવિયેપાશ્ચાયકૃત વીરસ્તુતિ, શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ, પ્રતિમાશતક, પરમાત્મ સ્વરૂપ પંચવિંશતિકા-આ બધી સ્તુતિઓનું સ્થાન જેન સાહિત્યમાં અતિ ગેરવભર્યું છે પરંતુ એ બધીઓને ચર્ચવાનું તેમજ તેને પરિચય આપવાનું આ સ્થાન નથી.
ઉપર જણાવેલ સ્તુતિઓ પછી આચાર્યશ્રી સિદ્ધસેનકૃત કલ્યાણમંદિર તેત્ર અને આચાર્ય શ્રીમાનતુંગકૃત ભક્તામર સ્તોત્ર આદિ સ્તોત્રો આવે છે. આ સ્તોત્રમાં ગૌરવભર્યા અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય તત્ત્વજ્ઞાનનું સ્થાન ભક્તિરસે લીધું છે. અને આ જાતની અભિરૂચિ વધતાં મહાકવિ શ્રી ધનપાલ, મહાકવિ બિહણ, કવિચકવર્તી શ્રીપાલ, ગુર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ, મહામાત્ય શ્રી વસ્તુપાલ, આચાર્ય શ્રી જિનપ્રભ, આચાર્ય શ્રી મુનિસુંદર આદિએ બાષભ પંચાશિકા આદિ જેવી અનેકાનેક ભક્તિરસભરી કૃતિઓ જેનદર્શનને અથવા જેનસાહિત્યને અર્પણ કરી છે.
આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમજ જૈનમુનિઓએ ફાળો આપે છે, તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રલે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય કોઈએ સરન્યું નથી એમ કહેવામાં અમે જરાય અતિશયોક્તિ થતી નથી.
ઉપયુ ક્ત સ્તુતિ-સ્તોત્રાદિને લગતું સમગ્ર સાહિત્ય માટે ભાગે સંસ્કૃત ભાષામાં ગુંથાયું છે. જો કે મહાકવિ શ્રી ધનપાલ, આચાર્ય શ્રી જિનદત્તસૂરિ વગેરે વિદ્વાનોએ પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં કેટલાક સ્તુતિ-સ્તોત્રોની રચના કરી છે પણ તેનું પ્રમાણ સંસ્કૃતભાષાબદ્ધ તે કરતાં બહુ જ ઓછું છે.
લગભગ આચાર્ય જિનપ્રભસૂરિના જમાના પહેલાંથી સ્તુતિ-સ્તત્રાદિ સાહિત્યમાં ભાવવાહી ભક્તિરસ આણવાને બદલે એનું સ્થાન પાંડિત્યદર્શને લીધે, અર્થાત્ વિધવિધ ભાષા, વિધવિધ છંદો અને વિવિધ
For Private And Personal Use Only