________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ છે; (૨) પ્રીતિ-અનુષ્ઠાન જ ભકિત-અનુષ્ઠાન છે. પણ એ બેમાં અંતર એટલો જ છે કે પ્રીતિ-અનુષ્ઠાનની અપેક્ષાએ ભકિત-અનુકાનમાં આલંબન રૂપ વિષય પ્રતિ આદર-બુદ્ધિ હોવાના કારણે પ્રત્યેક વ્યાપાર અધિક શુદ્ધ થાય છે. આ વિષય પત્ની અને માતા બન્નેનાં પાલનમાં રહેતા ભાવના ભેદથી સમજે; ૩) શાસ્ત્ર તરફ દષ્ટિ રાખીને સર્વ કાર્યોમાં સાધુની જે ઉચિત પ્રવૃત્તિ થાય છે તે વચનાનુષ્ઠાન છે; (૪) ચંદનમાં રહેલી સ્વાભાવિક સુગંધની માફક સંસ્કારની દઢતાના કારણે પ્રત્યેક ધાર્મિક નિયમ જીવનમાં એકરસ થઈ જાય ત્યારે અસંગાનુકાન થાય છે. તેના અધિકારી જિનપિક સાધુ છે. વચનાનુકાન અને અસંગાનુકાનમાં ફરક એટલો જ છે કે પહેલું તો શાસ્ત્રની પ્રેરણા દ્વારા કરવામાં આવે છે અને બીજું તેની પ્રેરણા વિના શાસ્ત્રજનિત સંસ્કારના બળથી થાય છે. અસંગાનુ
નને અનાલન ચોગ એટલા માટે કહ્યો છે કે “સંગનો ત્યાગ જ અનાલમ્બન છે” ચાગના કુલ એ પણ ભેદ દર્શાવ્યા તે આ પ્રકારે – સ્થાન, ઊર્ણ, વિધવા, સિદ્ધિ અને વિનિયોગ એ પુવોક્ત પાંચ પ્રકારના યોગના “ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ” એમ ચાર ભેદ કરવાથી ૨૦ ભેદ થયા. આ વશમાંથી દરેક ભેદના પ્રીતિ-અનુષ્ઠાન, ભકિત-અનુષ્ઠાન, વચનાનુણાન, અને અસંગાનુજાન–એ ચાર ચાર ભેદ થાય છે. અએવ વીશને ચારે ગુણવાથી એંશી ભેદ થાય છે. આલમ્બનના વર્ણન દ્વારા અનાલંબન યોગનું સ્વરૂપ દર્શાવે છે –
आलंवणं पि एवं, त्वमस्वी य इत्थ परमु त्ति । तग्गुणपरिणइल्वो, सुहुमोऽणालंवणो नाम ॥ १९ ॥
અર્થ:–આલંબન પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારનું છે. પરમ અર્થાત મુક્ત આત્મા જ અરૂપી આલંબન છે; તે અરૂપી આલંબનના ગુણની ભાવનારૂપ જે ધ્યાન છે તે સુક્ષ્મ (અતીન્દ્રિય વિષયક) હોવાથી અનાલઅન યોગ કહેવાય છે.
ખુલાસે – ગનું બીજું નામ “ધ્યાન” છે. ધ્યાનના મુખ્યતયા બે ભેદ છે. (૧) સાલમ્બન અને (૨) નિરાલ બન. આલમ્બન ( એય વિષય) મુખ્યતયા બે પ્રકારનું હવા વડે ધ્યાનના ઉકત બે ભેદ સમજવા. આલમ્બનના રૂપી અને અરૂપી એ બે પ્રકાર છે. ઈન્દ્રિયગમ્ય વસ્તુને રૂપી [ ભૂલ ] અને ઇન્દ્રિય–અગમ્ય વસ્તુને અરૂપી સિમ કહે છે. સ્થૂલ આલંબનનું ધ્યાન સાલમ્બન વેગ અને સુક્ષ્મ આલંબનનું ધ્યાન નિરાલંબન યોગ છે. યદ્યપિ બન્ને ધ્યાનના અધિકારી છદ્મસ્થ જ હોય છે, પરંતુ પહેલાની અપેક્ષાએ બીજાને અધિકારી ઉચ્ચ ભૂમિકાવાળો હોય છે.
આસનારૂઢ વીતરાગ પ્રભુનું અથવા તો તેમની મૂર્તિ વગેરેનું જે ધ્યાન કરવામાં આવે છે તે સાલમ્બન, અને પરમાત્માના જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનું યા.
For Private And Personal Use Only