________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૭૩ સંસારી આત્માના ઔષાધિક રૂપને છોડી તેના સ્વાભાવિક રૂપનું પરમાત્મા સાથે તુલના પૂર્વક ધ્યાન કરવું તે નિરાલમ્બન ધ્યાન છે.
ઉક્ત રીતિએ સાલંબન અને નિરાલંબન ધ્યાનનું વર્ણન કરી હવે નિરાલમ્બન ધ્યાનથી પ્રાપ્ત થતાં ફળને ક્રમશઃ દર્શાવે છે –
एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव। तत्तो अजोगजोगो, कमेण परमं च निव्वाणं ॥ २० ॥
ભાવાર્થ –મેહની રાગ-દ્વેષ રૂપ વૃત્તિઓ પદ્ગલિક અધ્યાસનું પરિણામ છે અને નિરાલમ્બન ધ્યાનનો વિષય શુદ્ધ ચૈતન્ય છે. અએવ મોહ અને નિરાલંબન ધ્યાન એ બન્ને પરસ્પર વિરોધી તત્વ છે; નિરાલખન ધ્યાનને આરંભ થયો કે મોહની જડ કપાવા લાગે છે જેને જૈન શાસ્ત્રમાં પણીને આરંભ કહે છે.
જ્યારે ઉકત ધ્યાન પૂર્ણ અવસ્થાએ પહોંચે છે ત્યારે મેહનું પાશબંધને સર્વથા તૂટી જાય છે એ ક્ષપકશ્રેણીની પૂર્ણાહુતિ છે. મહર્ષિ પતંજલિએ જે ધ્યાનને સજ્ઞાત કહ્યું છે તેને જેને શાસ્ત્રમાં નિરાલખન બાન કહે છે. પર્ણદ્વારા સર્વથા વીતરાગ દશા પ્રકટ થઈ જતાં આત્મતત્વને પૂર્ણ સાક્ષાત્કાર થાય છે, જે જૈન શાસ્ત્રમાં કેવલજ્ઞાન અને મહર્ષિ પતંજલિની ભાષામાં અસમ્પ્રજ્ઞાત યોગ કહેવાય છે; કેવલજ્ઞાન થયું એટલે માનસિક વૃત્તિઓ નષ્ટ થઈ જાય છે અને પછી એવી એક અગ નામક ચોગાવા આવે છે કે જેથી રહી-સહી વૃત્તિના બીજરૂપ સૂક્ષ્મ સંસ્કાર પણ ભસ્મીભૂત થઈ જાય છે; એ જ વિદેહ મુકિત અથવા પરમ નિર્વાણ છે. રૂતિ સુમમ્/
અનુવાદક, ભાયાણી હરિલાલ જીવરાજભાઈ
+ આ વિષય સંબંધી વધારે ઉપકરણ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “શિક” ગ્રંથમાં કરેલ છે. તે જોવાથી ઘણો પ્રકાશ પડશે.
# આ ગવિંશિકાને હિન્દી અનુવાદ સુપ્રસિદ્ધ લેખક પંડિત શ્રી સુખલાલજીએ બહુ સુંદર કરેલ છે. સામાન્ય જનતાને ઉપયોગી સમજી તેનો ગુજરાતી અનુવાદ યથાશક્તિ કરી અત્ર મૂકું છું. સ્થળ સંકેચને લીધે ભાવાર્થને કાવવાની ફરજ પડી છે તો પણ રસમાં ક્ષતિ ન આવવા દેવાને દેખ્ય લક્ષ રાખ્યું છે.
હૃદયના અભિનંદન દીર્ધકાળ પર્યત સભાએ માસિક દ્વારા તેમ જ પુસ્તક પ્રકાશન દ્વારા જૈન ધર્મની જે સેવા બજાવી છે તે સેવા બદલ સભાના કાર્યવાહકોને આ સુવર્ણ મહત્સવ પ્રસંગે હું હાર્દિક અભિનંદન આપું છું.
શાનદેવ પ્રત્યે મારી એ પ્રાર્થના છે કે રસભા દીર્ઘકાળ પર્યત ચાલુ રહેવા સાથે હું મારા અંતઃકરણથી સભાની ફતેહ ઈચ્છું છું.
પારેખ જયચંદ નીમચંદ
For Private And Personal Use Only