________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૬૩ કાર્ય દર મૂકી ભક્તિરસમાં ભળ્યા. ખરે જ આથી આપણે પ્રજ્ઞાની તીવ્ર કટીથી કંટાળીને બુદ્ધિની મંદતામાં પ્રવેશ કર્યો એમ નથી લાગતું ? આ પછી અનુક્રમે પાછા હઠતા હઠતા છેવટે આપણે વિધવિધ ભાષા, છંદ, અલંકાર આદિ સાથે સંબંધ ધરાવતા શબ્દાર્ડબરમાં આવી છેલ્યા.
ભાષાની પસંદગી માટે પણ આપણે જબરદસ્ત પલટે ખાધે છે. વૈદિક અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રભાવને લીધે જૈનધર્મને પિતાની પ્રિયતમ પ્રાકૃતભાષા જતી કરી તેના બદલે સંસ્કૃતભાષા અપનાવવી પડી છે. છંદ, અલંકાર આદિની પસંદગીમાં પણ લગભગ એમ જ બન્યું છે, અર્થાત્ ગાથા, વૈતાલીય આદિ અમુક ગણ્યાગાંઠ્યા છંદ તેમ જ અમુક અલંકાને પસંદ કરનાર જૈન સરકૃતિ ને વિધવિધ છંદ, અલંકાર આદિ સ્વીકારવા પડ્યા છે.
આ બધી વાતે મુખ્યત્વે કરીને સરકૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં ગુંથાયેલ સ્તુતિ-સ્તોત્ર સાહિત્યને લક્ષીને થઈ. છેવટે આ બધાયમાંથી પલટી ખાઈ ગુજરાતી ભાષા અને જુદા જુદા પ્રકારના રાગ-રાગિ[મય સ્તુતિ સાહિત્યને સર્જવા સુધી આપણે આવવું પડયું છે. આ રાગરાગિણીની પસંદગીમાં મેટે ભાગે સહવાસી પ્રજા અને સંપ્રદાયાંતરની અસર ઘણી જ થઈ છે, એ આપણે તે તે કૃતિઓના પ્રારંભમાં આપેલ ચાલ અથવા રાહ બતાવનાર કડી ઉપરથી સમજી શકીએ છીએ. ગુર્જર તુતિ-સાહિત્યના સર્જન પછી ખાસ પરિવર્તન એ થયું કે ચિત્રવિચિત્ર શબ્દાર્ડબરગર્ભિત સ્તુતિ સાહિત્યના નિર્માણ સમયે ઓસરી ગયેલ ભક્તિરસ કેટલેક અંશે પાછો નેવે અવતારે આવ્યો.
ઉપસંહાર પ્રસ્તુત લેખમાં, આપણું વિશાળ સ્તુતિ સાહિત્ય ઉપર દેશ, કાળ, ધર્મ, પ્રજાની સંસ્કૃતિ આદિની કેટલી અને કેવી અસર થઈ છે એ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપરથી એ સાહિત્યના પ્રણેતાઓ ઉપર તે તે દેશ-કાળ આદિની અસર કેટલા પ્રમાણમાં પડી હશે એનું અનુમાન આપણે દેરી શકીશું. જગતની મહાનમાં મહાત્ ગણાતી વિભૂતિઓ પણ પિતાના યુગની અસરથી મુક્ત રહી શકતી નથી. આચાર્ય સિદ્ધસેન, આચાર્ય મલવાદી, આચાર્ય જિનભદ્ર, આચાર્ય હરિભદ્ર, આચાર્ય હેમચંદ્ર, શ્રી યશોવિજપાધ્યાય આદિ જેવા સમર્થ પુરૂના ગ્રંથનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તે જણાશે કે એ મહાપુરૂષે પણ પિતાના દેશ-કાળની અસરથી મુક્ત રહી શક્યા નથી, એટલું જ નહિ પણ પ્રસંગ આવતાં ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓના આવેશમાં પણ આવી ગયા છે.
પુણ્યવિજયજી
For Private And Personal Use Only