________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ યમક-લેષ-ચિત્રાલંકારમય કૃતિઓ ગુંથાવા લાગી ત્યારથી એ સ્તોત્રમાં કલ્યાણમંદિરસ્તાવ, ભક્તામર સ્તોત્ર, ઋષભપંચાશિકા, વીતરાગસ્તોત્ર, રત્નાકરપીસી આદિ સ્તોત્રના જેવી ભાવવાહિતાએ ગણરૂપ લીધું અને તેનું મુખ્ય સ્થાન લગભગ શબ્દાડંબરે લીધું. આ કહેવાનો અર્થ એ નથી કે ઉપર્યુક્ત આલંકારિક કૃતિઓમાં ભક્તિરસ નથી જ હતો, એમાં ભક્તિરસ હોય છે તો ખરે જ, પરંતુ બાહ્ય શાબ્દિક તેમ જ આર્થિક ચિત્રવિચિત્રતા શોધવા જતાં આંતર ભક્તિરસ ઢંકાઈ જાય છે અથવા ઝાંખા પડી જાય છે.
આ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચાતા સ્તુતિસ્તોત્રાદિ સાહિત્યે લગભગ સોળમી સદીમાં નો પલટો ખાધે, જેને પરિણામે જે સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષામાં નિર્માણ થતું હતું તે અનુક્રમે વધારે ને વધારે ગુજરાતી ભાષામાં શું થાતું ચાલ્યું. આની અસર એટલે સુધી થઈ કે ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજપાધ્યાય અને તેમના સહાધ્યાયી શ્રીમાન વિનયવિજપાધ્યાય જેવાને પણ આ જાતનું વિપુલ સ્તુતિ-સ્તવનાદિ સાહિત્ય સર્જવાની આવશ્યકતા જણાઈ અથવા એમ કહીએ કે ફરજ પડી. આ બધાને પરિણામે ગુજરાતી ભાષાના સ્તુતિ સાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, દેવવંદન, પૂજાઓ, ભાસ, ગીત, ફાગ વગેરે કંઈ કંઈ પ્રકારની કૃતિઓને ઉમેરે છે.
આ સિવાય ભિન્ન ભિન્ન દેશમાં પાદવિહારથી વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરેલી છે, અર્થાત્ ગુજરાતી, હિંદી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે અનેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે. આ બધી કૃતિઓ જે કે ઘણું થોડી મળે છે તેમ છતાં તે દ્વારા દેશ-કાળ અને પ્રજાની અસર સાહિત્ય ઉપર કેવી અને કેટલી થાય છે એનું માપ આપણને મળી રહે છે.
આ બધા કથનનો સાર એ છે કે એક કાળે આપણે સ્તુતિ સાહિત્યના વિષયમાં ક્યાં હતા અને ત્યાંથી ખસતા ખસતા આજે કયાં આવ્યા? તેમજ એને અંગે આપણે કેવું અને કેટલું પરિવર્તન અનુભવ્યું ? એનો ખ્યાલ આવી શકે.
એક કાળે સ્તુતિનું સ્વરૂપ તીર્થકરદેવના ચરિત અને ઉપદેશને શ્રદ્ધાપૂર્વક જીવનમાં ઉતારવું એ હતું. તે પછી એ મહાપુરૂષને, તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનની ઝીણવટથી પરીક્ષા કરી, ઓળખવા સુધી આપણે આવ્યા, અર્થાત્ વિશુદ્ધ શ્રદ્ધાબળથી ખસી આપણે તર્કની શરાણે ચઢ્યા. તે પછી વળી કાળાંતરે આપણે એ મહાપુરૂષના જીવનની, ધર્મની કે તેમના તત્વજ્ઞાનની તર્ક દ્વારા સમ પરીક્ષા કરવાનું બુદ્ધિને કષ્ટદાયક
For Private And Personal Use Only