________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક:
૧૬૯ અનુષ્ઠાન કહેવાય. એટલા માટે યોગ્ય અધિકારીઓને જ ચૈત્યવદન શીખવવું જોઈએ. આ ચૈત્યવંદનના ઉદાહરણથી અન્ય સર્વ ક્રિયાઓમાં સદનુદાન અને અસદનુકાનનું રૂપ સ્વયં ધટાવી લેવું.
ચૈત્યવાનને યોગ્ય અધિકારી કોણ? તે દર્શાવે છે
जे देसविरइजुत्ता, जम्हा इह वोसिरामि कायं ति।। सुबइ विरईए इमं, ता सम्म चिंतियब मिषं ॥ १३ ॥
અથર–જે દેશવિરતિ પરિણામવાળા છે તે ચિત્યવદનના એગ્ય અધિકારી છે. કેમકે ચૈત્યવનસૂત્રમાં “કાય સિરામિ' એ શબ્દોથી જે કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા સાંભળવામાં આવે છે તે વિરતિના પરિણામ રહેવા પર આધાર રાખે છે. તેથી એ બરાબર સમજી લેવું જોઈએ કે દેશવિરતિ પરિણામવાળા જ ચૈત્યવન્દનના યોગ્ય અધિકારી છે.
ખુલા: આ પ્રમાણે મધ્યમ અધિકારીનું ખ્યાન કરવાથી તેનાથી નીચા અને ઊંચા અધિકારી પણ ધ્યાનમાં આવી જાય છે. આના ફલિતાર્થ એ છે કે સર્વ વિરતિવાળા કુનિ તે ચૈત્યવન્દનને તાત્વિક અધિકારી છે અને પુનર્બ ધક યા સમ્યગ્દષ્ટિ વ્યવહાર માત્રથી તેના અધિકારી છે. પરંતુ જે વિધિ-બહુમાન કરવાનું જાણતા નથી તે સર્વથા ચૈત્યવન્દનના અધિકારી છે તેથી આવા આત્માએને ચૈત્યવન્દન ન તે શીખવવું જોઇએ કે ન તે કરાવવું જોઈએ.
જેઓ એવી શંકા કરે કે અવિધિએ પણ ચૈત્યવન્દન આદિ કિયા કરતા રહેવાથી બીજ ફાયદા હોય યા ન હોય પણ તીર્થ ચાલુ રહેવાને લાભ તો અવશ્ય છે. અથવા તે વિધિનો જ ખ્યાલ રાખ્યો જાય તે આવા અનુષ્ઠાન કરનારા ગણવાગાંઠયા અર્થાત બે, ચાર જ નીકળશે અને જ્યારે તેવા પણ નહિ રહે ત્યારે ક્રમશ: તીર્થનો ઉચ્છેદ જ થઈ જશે. તેથી થોડું પણ તીર્થને કાયમ રાખવા માટે અવિધિ-અનુષ્ઠાનનો આદર કેમ ન કરવામાં આવે ? તેનો ઉત્તર તે કાકાને ગ્રંથકાર દે છે –
तित्थस्सुच्छेयाइ वि, नालंबण जं ससमएमेव ।।
सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ॥ १४ ॥
ભાવાર્થ –અવિધિના પક્ષપાતી પિતાના પક્ષની પુષ્ટિમાં એક દલીલ રજુ કરે છે કે અવિધિઓ થતી ક્રિયાથી બીજું તે કાંઈ નહિ પણ તીર્થની રક્ષા તે થાય છે, પરંતુ તેમણે જાણવું જોઈએ કે માત્ર તીર્થ જનસમુદાયનું નામ નથી
૧ ચૈત્યવદનના અધિકારની આ ચર્ચાથી અન્ય ક્રિયાઓના અધિકારને નિર્ણય પણ વયં કરી લે.
For Private And Personal Use Only