________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
અ:-દેશવિરતિ ચારિત્રવાળા અને વિરતિ ચારિત્રવાળાને આ સ્થાન આદિ ચેગ અવશ્ય હોય છે. ચારિત્રવાળામાં જ યેાગના સંભવ હાવાના કારણે જે ચારિત્રરહિત અર્થાત્ અપુનબ ધક અને સમ્યગ્દષ્ટિ હેય તેમનામાં ઉક્ત યાગ માત્ર ખીજ રૂપે હોય છે એમ કાઈ આચાર્ય માને છે.
ખુલાસે:—યોગ ક્રિયા રૂપ હા યા જ્ઞાનરૂપ પણ તે ચારિત્રમેાહનીય કર્મને ક્ષયાપશમ અર્થાત્ શિથિલતા થવાથી અવશ્ય પ્રકટ થાય છે; તેથી ચારિત્રી જ યાગના અધિકારી છે; અને તેનું કારણ એ છે કે શ્રી વિરભદ્રસિર મહારાજે પોતે યાગબિંદુમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, અને વૃત્તિસંક્ષય એ પાંચ યોગેાની સંપત્તિને ચારિત્રમાં જ સ્વીકારી છે. અહીં એ પ્રશ્ન ઊડી શકે છે કે જે ચારિત્રીમાં જ યાગને સંભવ છે તેા નિશ્ચયદૃષ્ટિએ ચારિત્રહીન પણ વ્યવહાર માત્રથી શ્રાવક અથવા સાધુની ક્રિયા કરનારાને ઉક્ત ક્રિયાથી શો લાભ ? ગ્રંથકારે તેને ઉત્તર એ આપ્યા છે કે વ્યવહાર માત્રથી જે ક્રિયા અપુન ધક યાને સમ્યગ્દષ્ટ દ્વારા કરાય છે તે ચેગ નહીં પણ યાગનું કારણ હેાને ચેાગનું ખીજ માત્ર છે. પર`તુ જે સમૃ બંધક યા દ્વિ ધક૪ વગેરે છે તેઓની વ્યાવહારિક ક્રિયા યેાગ-ખીજરૂપ નથી પણ યેાગાભાસ છે.
"
હવે સ્થાન આદિ યાગના ભેદ દર્શાવે છે—
इक्किको य चउद्वा, इत्थं पुण तत्तओ मुणेयव्वो । इच्छापवित्तिधिरसिद्धिभेय समयनीईए ॥ ४ ॥
અર્થ:—ક્ત સ્થાન આદિ પ્રત્યેક યાગ તત્ત્વદૃષ્ટિએ ચાર ચાર પ્રકારના છે, જેમકે—( ૧ ) ઇચ્છા, ( ૨ ) પ્રવ્રુત્તિ, ( ૩ ) સ્થિરતા અને (૪) સિદ્ધિ ઉક્ત ઇચ્છા આદિ ચાર ભેદાનુ સ્વરૂપ દર્શાવે છે:—
तज्जुत्तकहापीईई, संगया विपरिणामिणी इच्छा । सव्वत्थुवसमसारं, तप्पालणमो पवती उ ॥ ५ ॥ तह चेव एयवाहग - चिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहग- रूवं पुण होइ सिद्धि त्ति ॥ ६ ॥
ભાવાર્થ:—દરેક યોગની ચાર અવસ્થા થાય છે; જે ક્રમશઃ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિયેાગ કહેવાય છે. ( ૧ ) જે અવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર આદિ અનુકૂલ સાધનાની ઊણપ હાવા છતાં એવા ઉલ્લાસ પ્રકટે કે જે વડે શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે બહુ–
૧. જે ફરીથી મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા નથી તે ‘પુનબંધક ' કહેવાય. ૨. અધ્યાત્મ આદિ ઉક્ત યેગોને સમાવેશ આ ગ્રન્થમાં વર્ણિ ત સ્થાન આદિ યાગમાં થાય છે. ૩. જે માહનીય ક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક વાર બાંધનાર હાય તે ‘ સમૃદ્બંધક ' કહેવાય. ૪. જે ઉક્ત સ્થિતિ બે વાર બાંધનાર હેાય તે દ્વિઅંધક યા દ્વિરાવર્તન ' કહેવાય:
',
For Private And Personal Use Only