________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ભાવાર્થ-વર, સંપદા અને માત્રા આદિના નિયમપૂર્વક શુદ્ધ વર્ણનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું તે યથાવિધિ ઉચ્ચારણ અર્થાત વણ યોગ છે; વણાગનું ફળ યથાર્થ પદજ્ઞાન છે; અએવ ચૈત્યવંદન સૂત્ર બેલતી વખતે વર્ણચોગ હોય તે સૂત્રોના પદોનું જ્ઞાન યથાર્થ થઈ શકે છે.
एयं चऽत्थालंयण-जोगवओ पायमविवरीयं तु ।
इयरेसिं ठाणाइसु, जत्तपराणं परं सेयं ॥ ११ ।। અર્થ –આ યથાર્થ પદજ્ઞાન અર્થ તથા આલંબન ગવાળાને બહુધા અવિપરીત [ સાક્ષાત્ મેષ દેનાર ] બને છે અને અર્ધ તથા આલંબન-ગોગરહિત પણ સ્થાન અને વર્ણ–ગવાળાને કેવળ શ્રેયકારક [ પરંપરાએ મોક્ષ દેનાર ] બને છે.
ખુલાસો:- જે અનુષ્ઠાન મેક્ષ આપનાર હોય તે સદનુષ્ઠાન છે, સદનુદાનના બે પ્રકાર છે, પહેલું શa (સાક્ષાત) મેષ દેનાર, બીજું વિલંબે (પરંપરાએ ) મેક્ષ આપનાર છે. પહેલાને “અમૃતાનુકાન” અને બીજાને ‘ તહેતુ-અનુષાન” કહે છે. ચૈત્યવંદન એ પ્રારંભિક અનુન છે; તેથી એ વિચારવું જોઈએ કે તે અમૃતાનુષ્ઠાનનું રૂપ કયારે ધારણ કરે છે અને તહેતુ-અનુષાનનું રૂપ કયારે ધારણ કરે છે.
જ્યારે વિધિ અનુસાર આસન જમાવી શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્ર બેલી ચૈત્યવંદન કરવામાં આવે અને સાથે જ તે સુત્રોના અર્થ [ તાત્પર્ય ] તથા આલંબનમાં ઉપયોગ રહે ત્યારે તે ચૈત્યવંદન ઉક્ત ચારે યોગોથી સંપન્ન થાય છે; એવું ચૈત્યવંદન તે ભાવ-ક્રિયા છે અને તે અમૃતાનુકાન છે. હવે યથાવિધિ આસને રહી શુદ્ધ રીતિએ સુત્ર બોલી ચૈત્યવંદન કરાતું હોય પણ તે સમયે સત્રના અર્થ તથા આલંબનમાં ઉપયોગ ન હોય તે તે ચૈત્યવંદન જ્ઞાન–ોગ શુન્ય હોવાના કારણે વ્યક્રિયારૂપ છે. એવી દ્રવ્ય-ક્રિયામાં અર્થ, આલંબન યોગને અભાવ હોવા છતાં પણ તેની તીવ્ર રૂચિ હોય તો તે વ્યક્રિયા અંતે ભાવક્રિયા દ્વારા કાઈ વખતે મેક્ષની આપનારી માનવામાં આવી છે તેથી આવી ક્રિયાને તહેતુ-અનુદાન અને ઉપાદેય કહી છે.
હવે સ્થાન આદિ યોગના અભાવમાં કરાતું ચૈત્યવંદન કેવળ નિષ્ફળ છે એટલું જ નહિ પણ અનિષ્ટ ફળદાયક થાય છે, એટલા માટે યોગ્ય અધિકારીઓને જ તેનું શિક્ષણ આપવું જોઈએ એમ વર્ણવે છે –
इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ।
ता अणुरूवाणं चिय, कायन्वो एयविनासो ॥ १२ ॥
અર્થ:- જે વ્યકિત અર્થ, આલંબન–બને વેગોથી શૂન્ય થઈ સ્થાન, તથા વર્ણ યોગથી પણ શૂન્ય હોય તેનું તે અનુષ્ઠાન કાયિક ચેષ્ટા માત્ર અર્થાત નિષ્ફળ બને છે અથવા મૃષાવાદ હાઈને વિપરીત ફળ આપનારું છે. તેથી તે અસદ્દ
૧. અસદનુકાનના ત્રણ ભેદ છે –(૧) અનનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન અને (૩) વિષાનુષ્ઠાન. આ સર્વના વિસ્તાર્થ માટે “ગદર્શન તથા ગોવિંશિકા ”પુરતક જુએ.
For Private And Personal Use Only