________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3555 5*
* *
**
વરિ
વિવરણ –
અનુવાદકની ધ–આ યોગવિંશિકાના મૂળ કર્તા શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજ છે. તેમણે આ ઉપરાંત રોગવિષયક ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, ગશતક અને ડાક એ ગ્રન્થ બનાવેલા છે. આ યોગવિંશિકા ઉપર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ટીકા લખી છે. જેના આગમમાં યોગ માટે ઘણે ભાગે “ ધ્યાન ” શબ્દ વિપરાયેલ છે. ધ્યાનનાં લક્ષણો, તેના ભેદ, પ્રભેદ, આલંબન આદિનું વર્ણન અનેક જૈન આગમાં છે. નિર્યુક્તિમાં આગમગત ધ્યાનનું સ્પષ્ટીકરણ છે. તત્વાર્થસૂત્રમાં ધ્યાનનું વર્ણન છે. કિન્તુ તેમાં આગમ કે નિયુક્તિ કરતાં વિશેષ વાત નથી. અહીં સુધીના વિષયક જૈન વિચારોમાં આગમેત વર્ણનલિ જે પ્રધાનપદ ભોગવે છે. પરંતુ તે પૌલિને શ્રી નાન હરિભદ્રસૂરિએ એકદમ બદલી દઈ તત્કાલીન પરિસ્થિતિ તથા લેકચિ પ્રમાણે નવીન પરિભાષાને આશ્રય લઈને જેન યોગસાહિત્યમાં નવીન યુગ દાખલ કર્યો છે તેના ટેકામાં ઉક્ત છે પ્રસિદ્ધ છે. એ પ્રથામાં તેઓએ ફકત જૈન-માર્ગાનુસાર યોગનું વર્ણન કરીને જ સંતોષ નથી માને પણ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલી યોગ-પ્રક્રિયા તથા તેની ખાસ પરિભાષાઓ સાથે જૈન સંકેતોનું મિલન પણ કરેલ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં જે થવાની આઠ દષ્ટિઓનું વર્ણન છે તે ઉપલબ્ધ સમસ્ત સાહિત્યમાં નવીન દિશા છે.
પ્રસ્તુત વિશિકામાં આધ્યાત્મિક વિકાસની પ્રારંભિક સ્થિતિનું વર્ણન નથી. ફક્ત તેની પુર સ્થિતિનું જ વર્ણન છે. તે જ કારણથી આ ગ્રંથમાં મુખ્ય રીતે ત્યાગીને જ માગના અધિકારી માનેલ છે. યોગવિંશિકામાં ત્યાગપરાયણ ગૃહસ્થ અને સાધુની આવશ્યક ક્રિયાને જ યોગરૂપ બતાવેલ છે અને તે દ્વારા આધ્યાત્મિક વિકાસની કામિક અધિનું વર્ણન આપેલ છે, જેમાં આવશ્યક ક્રિયા દ્વારા યોગને પાંચ ભૂમિઓમાં વહેંચવામાં આવ્યો છે. એ પાંચ ભૂમિકામાં સ્થાન, વર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન નામથી પ્રસિદ્ધ છે. એ ભૂમિકાઓમાં કર્મગ અને જ્ઞાનયોગની ઘટના કરતાં આચાર્ય મહારાજે પ્રથમની એ ભૂમિકાઓને કમળ અને પાછળની ત્રણ ભૂમિકાઓને જ્ઞાનાગ કહેલ છે. તે ઉપરાંત પ્રત્યેક ભૂમિકામાં ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિરૂપે આધ્યાત્મિક વિકાસના તરતમભાવનું પ્રદર્શન કરાવેલ છે. અને તે પ્રત્યેક ભૂમિકા તથા છા, પ્રવૃત્તિ આદિ અવાંતર સ્થિતિઓનાં લક્ષણો ઘણ રૂપષ્ટતાથી બતાવેલાં છે. એ રીતે ઉક્ત પાંચ ભૂમિકાઓની અંતર્ગત સ્થિતિએનું વર્ણન કરી યોગના એંશી ભેદ કરવામાં આવેલા છે અને તે તમામ ભેદોનાં લક્ષણો બતાવેલાં છે. જેને લપૂર્વક વિચારનાર એટલું જાણી શકે છે કે હું વિકાસના ક્યા પગથી ઉપર ઉભો છું, એ જ ગર્વિશિકાની પ્રતિપાદ્ય વસ્તુ છે.
For Private And Personal Use Only