________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૫૧ મહાતપા” બિરૂદવિખ્યાત યુગપ્રધાન સમાન સકલ સુવિહિત સૂરિસભાશૃંગાર ભટ્ટારક એવું, નાડલાઈના સં૦ ૧૬૮૬ ના લેખમાં (જિ. ૨, ૩૪૧) “જહાંગીર મહાતપા–બિરૂદધારક ભટ્ટારક એવું, નાડોલના તે જ વર્ષના (જિ.૨, ૩૬૭) લેખમાં શ્રી જહાંગીરપ્રદત્ત મહાતમા બિરૂદ ધારક એવું અને સં૦ ૧૬૯૩ ના ધાતુપ્રતિમા પરના લેખમાં મહાતપા” બિરૂદ્ધધારક એવું વિશેષણ વિજયદેવસૂરિ માટે આપવામાં આવેલ છે. સં. ૧૭૧૩ ના લેખ (બ૨, નં. ૪૮) માં પણ “મહાતપા” બિરૂદને ઉલ્લેખ છે. તે જ પ્રમાણે ના. ૧ નં. ૭૫૦, ૭૭૨, ૮૩૭ અને ૮૫૬ ના લેખમાં પણ છે.
આ સર્વ પરથી એ નિર્વિવાદપણે નિશ્ચિત છે કે જહાંગીરે તપાગચ્છના વિજયદેવસૂરિને માંડવગઢમાં સં૦ ૧૬૭૩ ના આશ્વિન શુદિ ૧૪ ને દિને “જહાંગીરી મહાતપા” એ બિરૂદ આપ્યું હતું.
આ સંબંધી કેટલીક હકીકત નેમિસાગર ઉપાધ્યાયના રાસમાં આપેલ લખાણ પરથી પણ સમર્થિત થાય છે. નેમિસાગર ઉપાધ્યાય પ્રસિદ્ધ ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય લબ્ધિસાગરના શિષ્ય હતા. તેને અને વિજયદેવસૂરિને જહાંગીર બાદશાહ સાથે એક વખતે જ ભેટ થઈ હતી. તે બાબતમાં તે ઉપાધ્યાયના રાસમાં નીચેની વિગત આવે છે –
તિણે અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર; માંડવગઢ આવી ઘણું, જંગ કરે જહાંગીર. રવિ ઉગે ઓર આથમે, ત્યાં લગી તેહની આણ; વિજયદેવ સૂરિ તેડવા, લખી મેલ્યો ફરમાણુ. શ્રી ગુરુ. વાંચી હરખીઆ, પાતિશાહી ફરમાણ;
સંચ કરે ચાલવા તણે, અવસર દેખી સુજાણ. આ સમયે એટલે વિ. સં. ૧૯૭૪ માં અકબરને પુત્ર જહાંગીર માંડવગઢમાં હતો અને તેણે વિજયદેવસૂરિન કુમાણ-ફર્માને લખી લાવ્યા હતા. તે ગુરુ ખંભાત હતા ત્યાં તે વાંચી માંડવગઢ આવવા નીકળ્યા. (આ પછી એમ આવે છે કે-) તે ગુરુએ નેમિસાગર રાધનપુર હતા ત્યાંથી માંડવગઢ આવવા જણાવ્યું. નેમિસાગરે ત્યાંથી વિહાર કરી અમદાવાદ, વડોદરા થઈ માંડવગઢમાં પ્રવેશ કર્યો ને વિજયદેવસૂરિને વાંદ્યા. અહીં બાદશાહ સાથે મેળાપ થયો અને પોતે બહુ ખુશ થતાં શાહે શ્રી વિજયદેવસૂરિને “સવાઈ મહાતપા” એવું બિરૂદ આપ્યું. ત્યારપછી નેમિસાગર ઉપાધ્યાય જહાંગીર બાદશાહને મળ્યા, ત્યાં પુસ્તક સંબંધી બાદ થયે તેમાં તે જીતવાથી શાહે નેમિસાગરને “જગજીપક' નામનું બિરૂદ આપ્યું-એમ ઉક્ત રાસમાં નીચેના શબ્દોમાં જણાવ્યું છે--
For Private And Personal Use Only