________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ (આ પત્રના મૂળને ફેટો અને આ અનુવાદ “સૂરીશ્વર અને સમ્રા” ના પરિશિષ્ટ ૭ માં પૃ. ૩૯૦-૧માં આપેલ છે તે જુઓ.)
(1) જહાંગીરના સમયમાં શાંતિદાસ શેઠ આ સમયમાં અમદાવાદમાં શાંતિદાસ શેઠ રાજમાન્ય, વગવસીલાવાળા અને અગ્રગમ શ્રીમંત શ્રાવક હતા. તેના તરફથી તપાગચ્છના મુક્તિસાગર ઉપાધ્યાયને આચાર્યપદ અપાયું (સં. ૧૬૮૬) અને તેમનું નામ રાજસાગર સૂરિ પડયું. તે રાજસાગર સૂરિન રાસ તે સમયમાં જ રચાયે તેમાં તે શાંતિદાસ સંબંધી જણાવ્યું છે કે
દિલીપતિ દરબારિ વારંવાર, જેણિ જગિ જસ લીધા રે; પાતશાહ ખુશાલ થઈ નિં, જેહનિ સિરપ દીધા રે;
હરે ભાઈ ગજ રથ ઘડા દીધ રે. શાહ જિહાંગીર પાતશાહ પૂરે, પ્રબળ પ્રતાર્ષિ સૂર રે,
ખુશાલ થઈનિં જેહનિ પિર્તિ, દીધું પિતાનું નૂર રે. ઠેઠ સં. ૧૮૭૦માં ક્ષેમવદ્ધને વખતચંદ (શાંતિદાસ શેઠના પ્રપાત્ર) શેઠને રાસ ર તેમાં કર્ણોપકર્ણ ચાલી આવેલી શાંતિદાસ શેઠની વાત મૂકી છે તેમાં જણાવ્યું છે કે
શેઠનો ઝવેરી તરીકેનો વ્યાપાર જામતો ગયે અને દિવસાનદિવસ લક્ષ્મી વધતી ગઈ. આ વખતે દિલ્હીપતિ મહાન અકબરનું રાજ્ય હતું. તેમને ત્યાં પોતાની શાહજાદી પરણતી હતી તેથી ઝવેરાતખાનું પૂરું કરવા હકમ કર્યો. શાંતિદાસ શેઠે ઉચ્ચ જવાહર ભેટ તરીકે મૂકયું. મૂલ્ય પૂછતાં સાસરવાસે ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ બહુ આનંદિત થયે. આવા વખતમાં અકબર બાદશાહની બેગમ પોતાના જ્યેષ્ઠ શાહજાદાને લઈને કઈ કારણસર કેઇ પ્રકારે નાસીને આવી (?) અને પાતશાહવાડીમાં ઉતરી. આની સેવા બરદાસ શાંતિદાસ શેઠે બહુ જ સારી રીતે કરી. એટલામાં અકબર બાદશાહ મરણ પામ્યા. (સં. ૧૯૬૧-૨). આથી બેગમ તુરત જ પિતાના શાહજાદાને લઈ દિલ્હી ગઈ અને જહાંગીર સલીમશાહ ( ગુરૂદીન મહમ્મદ જહાંગીર ) નામ ધારણ કરી ગાદીએ બેઠે. તેણે શાંતિદાસ શેઠને પિતાના મામા કરી રાખ્યા અને રાજનગરની સુબાગીરી સોંપી. તેની છેલ્લી કડીઓ આ પ્રમાણે છે –
અકબર મરણની વારતા, સાંભળી દેશ વિદેશ રે; રજા લેઈ સુતશું તિહાં, બેગમ ગઇ તેણે દેશ રે. પદવી પાતશાહની લઈ, જહાંગીર સલીમ શાહ રે;
For Private And Personal Use Only