________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક ::
૧૫૭ તિણે મામુ એ શેઠજી, કહ્યા ધરી ઉત્સાહ રે. પુરવે એ પિણ વારના, કારણ દેય ચાર રે; અંતર ગણે નહિ શેઠેથી, તુમ ઉપગારે સુખ ધાર રે. મામુ એ કુમર તણા, તમે આજથી એહ રે; રાજનગર સુબાગરિ, સપિ તુમ ગુણ ગેહ રે.
મારે ગ્રંથ “જેને ઐતિહાસિક રાસમાળા” પૃ. ૫-૬ અકબરના મૃત્યુ સમયે તેની બેગમ ને જહાંગીર હાજર નહોતા જે પાછળથી આવ્યા એમ ઉપર જણાવ્યું છે તે વાત ઐતિહાસિક રીતે સાચી નથી, તેથી તેને અંગે પછીની વાત પણ તથ્ય જણાતી નથી.
પણ એ સત્ય છે કે શાંતિદાસ શેઠ જહાંગીર, શાહજહાં ને રંગઝેબના વખત સુધી વિદ્યમાન હતા અને તેમનું મોટું માન હતું. તેઓ સં. ૧૭૧પમાં સ્વર્ગસ્થ થયા. તેમના સંબંધમાં સાગરગચ્છની પટ્ટાવલીમાં (પ્રત નં. ૬૬પ શ્રી મુક્તિ ભંડાર વડેદરા) જણાવ્યું છે કે- શ્રી શાંતિદાસજીએ શાહ જહાંગીરનો કુરમાન પામી બીબીપૂર મધ્યે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને પ્રાસાદ કરાવ્યા પ્રતિષ્ઠાવસરે જલધરની પરે સોને રૂપે વરસ્યા; જીર્ણોદ્ધાર દીદ્ધાર કરાવ્યા. ગુરૂકૃપાથી પાતસ્યા ઉમરાઉ મા, પ્રસિદ્ધિ દેશે દેશે વિસ્તરી x x” એ વાત સાચી છે. આ ચિતામણિ પાર્શ્વનાથના પ્રાસાદની આશાતના શાહજહાંને રાજ્યમાં ઔરંગઝેબની સૂબાગિરીમાં કેવા પ્રકારની થઈ ને શું ફરમાન તેણે મેળવ્યાં વગેરે હકીકત જહાંગીરના રાજ્ય પછીની છે તેથી અત્રે જણાવવાની પ્રસ્તુત નથી.
જહાંગીરના મૃત્યુ વર્ષમાં મંદિર પ્રતિષ્ઠા જહાંગીર સં. ૧૮૮૩માં મૃત્યુ પામ્યા. તે જ વર્ષમાં ગુજરાતના કયરવાડા ગામમાં જૈન મંદિરમાં પ્રતિષ્ઠા થઈ તેનો લેખ નીચે પ્રમાણે છે
संवत् १६८३ वर्षे फा. वदि ४ शनौ साहि श्री सलेमराज्ये कयरवाडा वास्तव्य लाडुआश्रीमालीज्ञातीय सं. मेघ भा, इंद्राणीसुत सं० ठाकरनाम्ना स्वपिताकारित प्रतिष्ठायां श्री धर्मनाथविवं स्वश्रेयसे कारितं प्रतिष्टितं च श्रीतपागच्छे भ० श्री विजयसेनसूरिपट्टालंकार भ० श्रीविजयदेवसूरि तथा શ્રીવિકતિદ્રસૂરિદ્ધિવાર મહ થી વિશાળ નિઃ (શ્રી બુદ્ધિસાગરસૂરિના ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૧ લેખ નં. ૬૦૯ )
એટલે આ વખતે પણ જહાંગીર તે તેના મૂળ નામ સલીમથી લોકમાં પ્રસિદ્ધ હતે.
For Private And Personal Use Only