________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક. :
૧૫૫
એટલે ખંને પક્ષને ટાઢા પાડ્યા અને ફ્લેશ ન કરવા એવી બાદશાહે શિખામણ આપી તેથી મામલેા ત્યારપછી એ વર્ષ શાંત પણ રહ્યો હતેા. બાકી ખ ંને પક્ષ વચ્ચે તે વખતે એકતા-સંપ થયા નહેાતા એ વાત સાચી લાગે છે.
X
X
(૫) જહાંગીરના વિજયદેવસૂરિ પર પા.
જહાંગીર બાદશાહે વિજયદેવસૂરિ ઉપર ખીજે વરસે હી. સ’. ૧૦૨૭ માં એટલે સ. ૧૯૭૫ માં પત્ર લખ્યા હતા કે—
×
અલ્લાહુઅકબર હકને ઓળખનાર, ચાગાભ્યાસ કરનાર વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરખાની મેળવીને જાણવું કે-તમારી સાથે પત્તનમાં ( માંડવગઢમાં ) મુલાકાત થઇ હતી, તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને (હું) તમારા સમાચાર પૂછતા રહું છું. ( મને ) ખાત્રી છે કે તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકેના સંબધ ચૂકશે નિહ. આ વખતે તમારા શિષ્ય દયાકુશલ પન્યાસ1 અમારી પાસે હાજર થા છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે. ( તેથી ) અમે ખડુ ખુશી થયા છીએ. તમારા ચેલા પણુ બહુ અનુભવી અને તર્કશક્તિવાળા છે. તેના ઉપર અમે સંપૂર્ણ મહેરમાનીની નજર રાખીએ છીએ અને જે કંઇ તે કહે છે તે મુજબ કરવામાં આવે છે. અહિંનું જે કંઇ કામકાજ હોય તે તમારા પાતાના શિષ્યને લખવું કે ( જેથી )હન્દૂરના જાણવામાં આવે. જેનાથી તેના ઉપર ( અમે ) દરેક રીતે ધ્યાન દઇશું. અમારા તરફથી સુખે ( એડ્ડીકર) રહેશે। અને પૂજવા લાયક જાતની પૂજા કરી અમારૂં રાજ્ય કાયમ રહે, એવી દુઆ કરવામાં કામે લાગેલા રહેશે. વિશેષ કંઇ લખવાનું નથી. લખ્યું તા. ૧૯ મહિના શાહખાન સને ૧૦૨૭ સિક્કો ‘ જહાંગીરમુરીદ શાહ નવાજખાન’–એ અક્ષરેાવાળા,
૧ યાકુરાલ તે કલ્યાણકુશલના શિષ્ય. તેમણે સ. ૧૬૪૮માં તીમાલા સ્તવન, સ. ૧૬૮૫માં વિજયદેવસૂરિ રાસ અને સં. ૧૬૪૯માં અકબર બાદશાહ તથા વિજયસેનસૂરિના ધૃત્તાંતવાળા ઐતિહાસિક લાભાય રાસ આગ્રામાં રચ્યા છે. ( જૈન ગુર્જર, કવિએ પ્રથમ ભાગ પૃષ્ઠ ૨૯૬-૨૯૯). તે લાબાદય રાસની કવિએ પ્રાયઃ પોતે સ્વશિષ્ય નયકુરાલ માટે લખેલી પ્રત સં. ૧૯૭૯ની અમદાવાદ વિદ્યાશાળાના પુસ્તક સંગ્રહમાં દાખડા ૧૩ પ્રત નં. ૩૦ દશ પાનાની છે. તે યાકુશલની લખેલી સ. ૧૬૮૯ ની એક પ્રત અને તેના એક શિષ્ય નામે રવિકુશલે સ. ૧૭૧૧ માં લખેલી એક પ્રત ભાવનગરના શેઠ પ્રેમચંદ રતનજીના પુસ્તક સંગ્રહમાં છે.
ર શાહુ નવાજખાન એ એક શૂરવીરતા માટે જાણીતા થયેલ અમીર હતા. મૂળનામ રજ તેને જુવાનીમાં ખાનાખાન જઇ જુવાન કહેતા. તેને જહાંગીરે સ ૧૬૬૮ માં ( હી. સ. ૧૦૨૦) માં શાહનવાજખાન તે। ઇલ્કાબ આપ્યા તે ત્રણ હજારી બનાવ્યા ને સાતમે વર્ષે પાંચહારી બનાવ્યા હતા.
:
For Private And Personal Use Only