________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
સુવર્ણ મહોત્સવ અંક. :
વિજયદેવસૂરિને જહાંગીરે “મહાતપા” બિરૂદ આપ્યું એ નિર્વિવાદ ઐતિહાસિક વાત છે છતાં વિજયતિલકસૂરિના રાસમાં તેના કર્તા દર્શનવિજય તેના સમકાલીન હેઈ ખરી વાત જાણતા હતા તે છતાં માંડવગઢમાં જહાંગીર આવેલ ને તે વખતે વિજયદેવસૂરિ હતા એ હકીકત જણાવવા સાથે તેમને
મહાતપા” બિરૂદ આપ્યું એને લેશ માત્ર ઉલ્લેખ કર્યો નથી. ઉલટું વિજયદેવસૂરિની વાત ન માની અને ભાનુદ્ર ઉપાધ્યાયની વાત માની એમ જણાવ્યું છે. આ એક-બીજા વચ્ચેના વિરોધનું પરિણામ છે. તે રાસમાં એ હકીક્ત જણાવી છે કે –
વિજયતિલકસૂરિના આદેશથી નંદિવિજય ઉપાધ્યાય માળવામાં માંડવગઢમાં રહ્યા તે વખતે ત્યાં જહાંગીર બાદશાહ હતો. તેણે તેને ભાનચંદ્ર ઉપાધ્યાય બહુ યાદ આવે છે માટે બેલાવવા કહ્યું. બે મેવડાએ બાદશાહનું ફરમાન લઈ અમદાવાદમાં મકરૂબખાનને આપ્યું તે ખાને વિજયતિલકસૂરિને જણાવ્યું. તે સૂરિએ ભાનુચંદ્રજી શીહી હતા ત્યાંથી લાવ્યા. મકરૂબખાને ભાનચંદ્રજીને જહાંગીર બાદશાહ માંડવગઢ શીધ્ર બોલાવે છે એવું કહેતાં તે ત્યાં જઈ બાદશાહને મળ્યા. “મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહીં ભાણચંદ આયા તુમ પાસિથિ મોહિ સુખ બદત હોવઈ સહરિઆર ભણતાં તુમ વાટ જોવી. પઢાઓ અહા પૂતયું ધર્મવાત, જિઉં અવેલ સુણતા તુહ પાસિ તાત, ભાણચંદ : કદમ તુમે હે હમારે, સબકી થકી તુહે હે હમેહિ યાર.”
ભાનચંદ્રજીએ કહ્યું કે “અકબર બાદશાહે જેમને “ગગુરૂ” બિરૂદ આપ્યું તે હીરવિજયસૂરિ પછી વિજયસેનસૂરિ થયા ને તેમણે મોહવશ થઈ વિજયદેવસૂરિને આચાર્યપદ આપ્યું. તેઓ ગુરુવચનના પી થઈ સાગરની સાથે મળી ગયા છે ને ઘણો કલેશ કરે છે, મેટા ગુરુનાં વચનોને માનતા નથી અને મનમાની ચલાવે છે એટલે અમે તેમને છોડીને બીજા આચાર્ય વિજયતિલકસૂરિને સ્થાપ્યા છે. (સં ૧૬૭૩) પરંતુ તેઓ પૂર્વાચાર્યોની નિંદા ન કરે એ આપ પ્રબંધ કરો. બાદશાહે કહ્યું- જે તમારું કામ હશે તે અમે કરી દઈશું.” ભાનચંદજી શાહજાદા શહરયારને ભણાવવા લાગ્યા. બાદશાહે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સૂરત વગેરે સ્થળે પત્ર લખી મોકલ્યા ને બરાબર ચાલવા લાગ્યું. પછી બુરાનપુરમાં સાગર પક્ષ સાથે રમખાણ થયું, તેથી ભાતુચંદ્રજીએ બાદશાહને કહેતાં ગુન્હેગારને સીધા કરવામાં આવ્યા. બુરાનપુરની બધી વાત ભાનુચંદ્રજી અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્રજીએ જ્યારે જહાંગીરને જણાવી ત્યારે બાદશાહને લાગ્યું કે આ બધું
૧ ગુજરાતને સબ મારૂ સં ૧૬૭૩ આસો વદમાં મુકબખાન થયે.
For Private And Personal Use Only