________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યનું સર્જન અને તેમાં ક્રમિક પરિવર્ત્તન
આજે આપણા સમક્ષ વિદ્યમાન સ’ગીતાલાપથી ભરપૂર સ્તુતિસ્તાત્ર-સ્તવનાદિને લગતા સાહિત્યરાશિને જોઇ આપણને જરૂર એ આશકા થશે કે જે જમાનામાં આજના જેવું સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્ય નહિ હાય તે જમાનાની જનતા આત્મદર્શન કરનાર-કરાવનાર મહાવિભૂતિઓની પ્રાર્થના કઇ રીતે કરતી હશે ? પરંતુ તે યુગની જનતાના જીવન અને માનસના વિચાર કરતાં એના ઉત્તર સહેજે જ મળી રહે છે કે તે યુગની સ્તુતિ–ઉપાસના-ભક્તિ એ માત્ર અત્યારની જેમ કાવ્યમાં– કવિતામાં કે જીહ્લામાં-વાણીમાં ઉતારવાપ ન હતી; કિન્તુ તે સ્તુતિ એ મહાપુરૂષાના ચિરતને અને તેમના પાત્ર ઉપદેશને જીવનમાં ઉતારવારૂપ હતી. એટલે તે જમાનામાં અત્યારની જેમ ઢગલાબંધ કે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્યની પ્રજાને આવશ્યકતા નહેાતી જણાતી. એ જ કારણ હતુ કે તે યુગની જનતા માટે આચારાંગસૂત્ર આદિમાં આવતી ઉપધાનશ્રુતાધ્યયન, વીસ્તુત્યધ્યયન આદિ જેવી વિરલ છતાં વિશદ સ્તુતિએ ખસ થતી હતી; જેમાં તીર્થંકરદેવના જીવંત અને ભારાભાર ત્યાગજીવનનું સત્ય સ્વરૂપમાં વર્ણન હતું. આ
સ્તુતિએ જીવનના તલને સ્પર્શનાર તેમજ ભાવવાહી હાઇએ દ્વારા એકાંત જીવનવિકાસની ઈચ્છુક તે યુગની જનતા મહાવિભૂતિઓના પુનીત પંથે વિચરી જીવનને વાસ્તવિક સ્તુતિમય બનાવતી હતી.
પરંતુ કુદરતના અટલ નિયમને આધીન જગત અને જનતા કચારે પણ સ્થિરસ્થાયી નથી રહ્યાં, નથી રહેતાં અને રહેશે પણ નહિ. દેશકાળના પલટાવા સાથે જનસાધારણની અભિરૂચિ ખદલાઇ અને સ્તુતિસાહિત્યના નવીન સર્જનની આવશ્યકતા આગળ વધી. પિરણામે જૈન ધર્મ ના પ્રાણસમા ગણાતા આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકર અને તેમની સમકક્ષામાં જ કદમ રાખનાર સ્વામી શ્રી સમતભદ્રાચાર્ય જેવા ધર્મધુરધર આચાર્ય - વરાને સ્તુતિ-સાહિત્યના નવસર્જનની માવશ્યકતા જણાઇ અને એ આચાર્ય - યુગલે ગંભીરાતિગ’ભીર, તાત્ત્વિક જ્ઞાનપૂર્ણ સ્તુતિ-સાહિત્યના ઝરા વહાવ્યા, જેનાથી જૈનદર્શન અને જૈનસાહિત્ય આજે ગારવવતુ છે.
ઉપર્યુક્ત બે મહાપુરૂષના સ્તુતિસાહિત્યની તુલનામાં મૂકી શકાય એવા સ્તુતિસાહિત્યને ઉમેરો કરનાર પાછલા સમયમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી
For Private And Personal Use Only