Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 186
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર ન કાકા -સ્તા ના સ્તુતિ સાહત્યમાં ર પરિવર્તન પરિવર્તનશીલ સંસારમાં એવી એક પણ વરતુ નથી કે જે દરેકે દરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણું સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક સાહિત્ય પણ વંચિત નથી રહી શક્યું, અર્થાત્ જગતની અનન્ય વિભૂતિનું પિતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુને બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય ઉપર્યુક્ત શાશ્વત નિયમથી અપૃષ્ટ નથી રહી શકયું, એ આપણે આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ. એક સમય એવો હતો કે જ્યારે, અત્યારે આપણે નજર સામે દેવપાસનાને લગતું જે ચિત્રવિચિત્ર રતિ-સ્તોત્ર-સ્તવનાદિ વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું, તેમ છતાં એક-બીજા દર્શન, એક-બીજા સંપ્રદાય અને એક-બીજી પ્રજા સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પોતાની નજર દેડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213