________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન મ્યુઝીયમ(સંગ્રહસ્થાન)ની આવશ્યકતા
અસ્તવ્યસ્ત શિલાલેખોની રક્ષા કરે
આપણા ભૂતકાળનાં ધણ ઉજવળ અવશેષો આજે ધૂળમાં દટાયા છે. પૂર્વ જેની અને કળાપ્રીતિનાં એ સાક્ષીઓને ઘણા સમયથી આપણે ઉવેખ્યાં છે. મુનિ મહાશ્રીજયંતવિજયજી એ છૂટાછવાયા અસ્તવ્યસ્ત સ્થિતિવાળા અવશેષાની સંભાળ લેવા, લેખમાં, જૈન સમાજને આગ્રહ કરે છે. ઉત્સવ વિગેરેની પાછળ છૂટે હાથે દ્રવ્યનો વ્યય પર જેન સમાજ અવશેનું આકન્દ સાંભળશે
ધર્મ અથવા સમાજરૂપી મહેલનો ઈતિહાસ એ એક મોટો સ્તંભ છે, એ વાત હવે કેઈથી અજાણ નથી કે તેમાં કોઈના બે મત નથી. જે જ્ઞાતિ અથવા ધર્મને વિશ્વાસપાત્ર અને શંખલાબદ્ધ ઈતિહાસ નથી મળતો અથવા પ્રગટ નથી થયો, તેનું આ સંસારમાંથી અસ્તિત્વ જલદીથી નષ્ટ થાય છે, કારણ કે જેનું મૂળ અને પરંપરા પાકાં હોય તેના ઉપર જ લોકોને વિશ્વાસ જામે છે. વળી લોકસ્વભાવ હમેશાં અનુકરણશીલ હોઈ આગળ થઈ ગયેલા પોતાના ધર્મગુરૂઓ અને વડવાઓપૂર્વ પુરૂએ કરેલાં સારા સારા ને વાંચી-સાંભળીને લોકો તેવાં શુભ કાર્યો કરવા પ્રેરાય છે અને તેથી તે ધર્મ કે જ્ઞાતિ ઘણું લાંબું જીવન જોગવી શકે છે, માટે ધર્મ કે સમાજના ખાસ આધારભૂત ઇતિહાસના સાધનાની રક્ષા કરવાની અને તેને પ્રગટ કરાવીને તેનો વિશેષ પ્રચાર કરવાની ખાસ આવશ્યકતા છે.
પ્રાચીન એતિહાસિક ગ્રંથે, ગ્રંથોની પ્રશસ્તિઓ, શિલાલેખ, તામ્રપ, સિક્કાઓ, વહીવંચાની વહીઓ અને દંતકથાઓ વગેરે ઈતિહાસનાં મુખ્ય સાધને છે. તેમાં પણ ખાસ વિશ્વાસપાત્ર અને મુખ્ય સાધન શિલાલેખો તથા તામ્રપત્રે જ છે, કારણ કે જે વખતમાં જે હકીકત બની હોય એ જ સમયમાં ગ્રંથ, ગ્રંથપ્રશસ્તિ કે વહીવંચાની વહી લખાણી હોય તે તેમાં સાલ, મિતિ, વંશાવળી અને થયેલ કાર્ય વગેરેની હકીકત સત્ય લખાણ હોય, પણ હકીક્ત બન્યા પછી સેંકડો વર્ષોને આંતરે જે ગ્રંથ, વહીઓ વગેરે લખાયેલ હોય તે તેમાં સાંભળેલી વાતો, કિંવદંતિઓ વગેરે પણ દાખલ થઈ ગયેલ છે તેથી તેમાંથી સત્ય શોધવું બહુ મુશ્કેલ થઈ પડે છે; જ્યારે શિલાલેખ, તામ્રપત્રમાં તેમ નથી
For Private And Personal Use Only