________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે
ચ હોત તો તેઓ આવીને વિરહિણી સ્ત્રીને
જી
૧૦૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ સાધ્વી અને સહજ સંન્યાસ માર્ગની અધિકારિણી માટે અણછાજતી હોઈ હૃદયમાં ખટકે તેવી છે. કવિઓએ જરાક સંયમ અને વિવેકદ્રષ્ટિને ઉપયોગ કર્યો હોત તો તેઓ આવી ગંભીર ભૂલના ભંગ ન થઈ પડત, પરંતુ કાવ્ય રચી નાખવાની તમન્નામાં અને વિરહિણી સ્ત્રીનું આબેહૂબ ચિત્ર દોરવાની લાલચમાં તેઓ રાજુલની જેવા નિષ્કલંક ચારિત્રવાળી સ્ત્રીને માટે અન્યાય કરી બેઠા છે. પ્રેમાનંદ જે મહાકાવ પણ વિરહિણ દમયંતીનું ચિત્ર આળેખતાં વાસ્તવિકતા અને આચિત્ય વિસરી જાય છે તે આપણું કવિએ એ બાબતમાં ગોથું ખાઈ જાય તેમાં નવાઈ નથી; તથાપિ કાવ્યદ્રષ્ટિએ એમાંના કેટલાક નમૂના ઉત્તમ હોઈ જોવા જેવા છે. કેટલાકમાં તે તે વખતના સમાજનું પ્રતિબિંબ તાદશ્ય પડેલું છે.
સખિ ! ક્યા રે કહું અવદત, વિયેગી દુઃખીતણા, દુનિયામાં દુર્જન લેકે, હાંસી કરે ઘણ; મીઠી લાગે પરની વાત, અગન પગ ન લહે, કના મેભ ચૂર્વ કેના નેવ, તે મુખ ના કહે.
સખિ ! વૈશાખ વનમાંહે રે, હળે હીંચતા, કદલી ઘર ફુલ બીછાય, ખુશીથી નાચતા; સરવર જલ કમલે કેલ, કરંતા રાજવી, મુજ સરખી છબીલી નાર, લગન લઈ લાજવી.
સખિ ! આવિ માસ આષાઢ, ભરે જળ વાદળી, ગરવે ટહુકે મેર, ઝબૂકે વીજળી; વરસાતે વસુધા નવ–પલ્લવ હરીયાં ધરે, નદી નાળે ભરીયાં નીર, બે પીઉ પીઉ કરે.
(શ્રી વીરવિજ્ય)
આવશે ભાદ્રવ માસ, મેહુલા માતા રે, આંસુડે માંડયો વાદ, વિર હે રાતા રે; વિરહાનલ તિહાં વીજ, ખીજ કરાવે રે, એ દુઃખ સહુ મિટી જાય, જે પીયુ ઘર આવે રે.
For Private And Personal Use Only