________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ નિરીક્ષણ કર્યું છે? તારી સ્વાભાવિક મૂળ સિંહશક્તિ પાસે એ દુશ્મને મગતરા જેવાં છે એમ તને લાગ્યું છે ?
શ્રદ્ધા અને વર્તનને પણ કેટલું છેટું પડી ગયું છે? કેટલીક વાર તને જે સેએ સો ટકા સાચું લાગતું હોય તેને પણ વર્તનમાં મૂકતાં તે પાછા પગલાં ભરે છે ! આ કાયરતા તને કદિ દુ:ખદાયક ભાસી છે?
કહેવું જૂદુ, શ્રદ્ધવું જૂઠું અને કરવું જૂદું, એવી વિચિત્રતા વચ્ચે તું થોડો જ ભવસાગર તરવાનો હતો? એ વિચિત્રતા, એ નિવાર્યતા તો તારા નાવને તળીયે તાણ જશે.
આ પ્રવાસી ! તું ક્યાં જવા માગે છે? તે આજે જે માર્ગ સ્વીકાર્યો છે તે તને કઈ દિશામાં ઘસડી જાય છે ? તને એમ નથી લાગતું કે તું ઉઘાડી આંખે ઉંડાં ભયંકર વમળ તરફ ખેંચાઈ રહ્યું છે?
પણ હવે નકામે શેચ કરવાથી કંઈ નહીં વળે. તારું સુકાન હાથ ધર ! તું પોતે જ નાવિક છે–તું પિતે જ કર્ણધાર છે ! તારી શક્તિઓને કુરાવ! તારી શ્રદ્ધાને તારા વર્તનમાં મૂક ! એટલું કરશે તે તારા સહને, નહીં હોય ત્યાંથી અનુકૂળ વાયુ આવીને ભેટશે અને તેને કિનારા તરફ લઈ જશે.
તને ઘણુ માયાવી સાઢ પૂકારી પૂકારીને બોલાવતા હશે, બાહ્ય વિલાસ-આનંદનાં આકર્ષણ તને મુંઝવતા હશે; પણ એ તો તારી શ્રદ્ધાને કોટી કાળ છે. તું તારા શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ચારિત્રથી જરા પણ ડગીશ મા !
માવઠાની વૃષ્ટિ જેવો આ માનવજન્મ તને ફરી ફરી થડે જ મળવાનો હતો? જે કંઈ પ્રાપ્ત થયું છે તેને સદુપયેગ કરી લે. પુરૂષાર્થ વડે તારી શક્તિઓનો કંઇક પર બતાવ.
કદાચ ભૂલ થશે તો? એમ વિચારી નાસીપાસ ન થા. તારા અંતરમાં શ્રદ્ધાને જે દીપક બળી રહ્યો છે તે તારી ભૂલ સુધારશે. એક વાર વર્તનશાળી થઈશ એટલે પ્રકાશ પિતે આવી તારે રાહ અજવાળશે !
કુંવરજી મૂળચંદ શાહ
For Private And Personal Use Only