________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
: શ્રી જૈન ધર્મ પ્રકાશ ગુરુગુણરત્નાકર કાવ્ય-કત્તા સમચારિત્રગણિ. સં. ૧૪૫૧માં બનાવ્યું છે. આમાં સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, લક્ષ્મીસુંદરસૂરિ, જયાનન્દસૂરિ, જિનીતિસૂરિ, વિશાલરાજસૂરિ, રશેખરસૂરિ, ઉદયનંદિસૂરિ અને સોમદેવસૂરિને સામાન્ય પરિચય છે. ખાસ તે રત્નશેખરસૂરિજી અને લક્ષ્મીસાગરસૂરિજીનું વર્ણન છે, તેમજ તે વખતના વાચકવર્યો અને વિદ્વાન સાધુઓનું પણ રસિક વર્ણન છે, ઈહંસ, ગુણસેમ, અનંતહંસ, મહિમસમુદ્ર, અમરનંદ, જિનમાણિજ્ય, ધર્મહસ, રાજતિલક, અભયતિલક, શિવતિલક, લક્ષ્મીરત્ન, સુમતિરત્ન વગેરે વગેરેને જીવન પરિચય ટૂંકમાં છે.
. તે વખતના દાનવીર અને ધર્મવીરેનો પણ જીવન પરિચય આપે છે. દેવગિરિને શાહ મહાદેવ, માંડવગઢને ચંદ્રશાહ, અમદાવાદનો ગદરાજ મંત્રી, દેવગિરિનો ધનરાજ, માળવાના સૂરશાહ અને વીરાશાહ, કર્મચંદ, ખીમાશેઠ, હરિશ્ચન્દ્ર, દેવસીશાહ-આ બધાનો ઉલ્લેખ એતિહાસિક દષ્ટિએ વાંચવા ગ્ય છે. આ પુસ્તક બનારસ યશોવિજયજી ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલ છે.
આ પછી જગદ્દગુરૂ કાવ્ય-પદ્યસાગર ગણિજીએ ૧૬૪૬ માં શ્રી હીરવિજય સૂરિજીની વિદ્યમાનતામાં જ આ રસિક કાવ્ય બનાવ્યું છે. ટૂંકમાં શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર છે. અકબરપ્રતિબોધ, તેનાથી થયેલાં ધર્મકાર્યો, અમારી પડહ, શત્રુંજયના પટ્ટા, જજીઆકરમચન વગેરે વગેરે ખાસ વાંચવા યોગ્ય છે. બનારસ યશોવિજયજી ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલ છે.
તપગચ્છ પટ્ટાવલિકત્તા શ્રી ધર્મસાગર ઉપાધ્યાય.સં. ૧૯૪૮માં આ પટ્ટાવલિ બનાવી છે–પૂર્ણ કરી છે. મૂળ પ્રાકૃત અને સ્વપજ્ઞ સંસ્કૃત ટીકા વિવરણ યુકત છે. ભગવાન શ્રી સુધર્માસ્વામીથી લઈને ૫૯મા પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ સુધીના પટ્ટધરનું વિસ્તારથી જીવનચરિત્ર છે. ઐતિહાસિક દરેક ઘટનાઓને નિર્દેશ કરવામાં આવ્યું છે. જે જે આચાર્યના સમયમાં ગ૭, મત, પુસ્તકરચના, રાજા, મંત્રી આદિ જે જે થયા તેને ઉલ્લેખ કર્યો છે. જૈનાચાર્યોનો પ્રભાવ, ઉપદેશક શક્તિ, તેમની પંડિતાઈ બધું આ પટ્ટાવલિમાં છે. તેમજ સમકાલીન આચાર્યોને યુગપ્રભાવકને પણ પરિચય આપ્યો છે. લગભગ દોઢ હજારથી બે હજાર વરસને વીરશાસનને શંખલાબપદ્ધ ઇતિહાસ આ પટ્ટાવલિમાં છે. પ્રભાવક ચરિત્ર અને ગુવાવલિ પછી આ પુસ્તકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. આ પટ્ટાવલિ હમણાં જ પટ્ટાવલિસમુચ્ચય પ્રથમ ભાગમાં પ્રકાશિત થયેલ છે.
હીરભાગ્ય-વિજય પ્રશસ્તિ અને વિજયદેવમહાભ્ય. મોગલ યુગના મહાન સમ્રાટેના જીવન ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમની દ્વારા અનેક પ્રજાહિતનાં કાર્યો કરાવનાર અને તેમના જીવનમાં પણ પરિવર્તન કરનાર મહાન જૈનાચાર્યોને આ ત્રણેમાં ચરિત્ર છે.
For Private And Personal Use Only