________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
સુવણુ મહત્સવ અંક. :
ગુજરાત બહાર તેને પ્રભાવ, તેના દિવિજય, કુરૂદેશ, કુશાવતા, પાંચાળ, વિદેહ, દશા, મગધ, કાશ્મિર, જાલ ધર, સપાદલક્ષ, લાટ, મહારાષ્ટ્ર, સારાષ્ટ્ર, સિન્ધુ, સાવીર–આ બધે ગુર્જરેશ્વરની આણા ફરતી હતી. તેમજ સિન્ધુ દેશના પદ્મથ રાજાની પુત્રી પ્રભાવતી જે રૂપલાવણ્યાદિ ગુણસંપન્ન હતી તેને કુમારપાળ પરણ્યા હતા. તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રાચાના ઉપદેશથી અહારે દેશમાં અમારી-પડતુ વગડાવ્યા હતા અને બીજા ચાદ દેશના રાજાઓ સાથે મૈત્રી બાંધીને અહિંસાના વિજયğદૂભી વગડાવ્યા હતા. તેમણે જૈનધર્મ ના સ્વીકાર કરી બાર વ્રત સ્વીકાર્યા હતા. ૧૪૪૪ નવીન જિનમંદિર ઉપર કળશ ચઢાવ્યા હતા. વળી તેમણે સેાળ હજાર મદિરાના જર્ણોદ્ધાર કરાવી કળશ ચઢાવ્યા, સાત વાર મેાટી યાત્રાએ કરી, એકવીશ જ્ઞાનમંદિર કરાવ્યા, મહેતર લાખના શ્રાવક ઉપરને કર માફ કર્યાં, ગરીબ શ્રાવકને-સ્વધીબન્ધુને દરેકને એક હજાર સેાનામહારાનું દાન આપ્યું અને આ સિવાય બીજા અનેક શાસનસેવાનાંપ્રભાવનાનાં કાર્યો કર્યા તેની વિસ્તૃત નોંધ આ પુસ્તકમાં છે,
તેમ જ તેમાં શ્રી હેમચ`દ્રાચાર્યજી મહારાજનું પણું સંપૂર્ણ વિસ્તૃત જીવનચરિત્ર છે. .જન્મ, દીક્ષા,ગ્ર ચેની રચના, સિદ્ધરાજપ્રતિબાધ પ્રયત્ન, અપૂર્વ વ્યાકરણની રચના, કુમારપાળને ઉપદેશ, મેહરાજપરાજય અને કૃપાસુ દરીનું કુમારપાળ સાથેનું લગ્ન, તેમની ઉપદેશક શક્તિ, ચારિત્રના પ્રભાવ, જૈનશાસનની પ્રભાવના આદિ અનેક કાર્યોની પ્રમાણિક નોંધ પ્રશ્ન ધમાં છે. જો કે આ સિવાય કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજી મહારાજના જીવનને લગતા અનેક ઐતિહાસિક પુતકા છે; જેમકે:
તેરમી સદીના મ ંત્રીશ્વર યશપાલકૃત મેહરાજપરાજય નાટક આમાં કુમારપાળે કરેલા અહિંસાના પ્રચાર, મેહરાજના પરાજય, ધર્મ રાજપુત્રી કૃપાસુ દરીનુ લગ્ન અને હેમચંદ્રાચાર્યજીનું પુરહિતપણુ વગેરે છે; પરન્તુ ઐતિહાસિક સામગ્રી એહી છે. આમાં કુમારપાળ રાજાની ધર્મભાવના અને શ્રદ્ધાનું સુંદર વર્ણન છે.
સોમપ્રભાચાર્ય કૃત કુમારપાળ-પ્રતિબોધ, આ પુસ્તકમાં ઉપદેશ અને આર વ્રતની કથાઓ આદિ વધારે છે. ઐતિહાસિક સામગ્રી ઘેાડી છે.
સોમતિલકસૂરિષ્કૃત કુમારપાળ ચરિત્ર. જો કે આમાં ઐતિહાસિક સામગ્રી છે પરન્તુ કુમારપાળપ્રબંધ જેવી નહિ.
જયસિંહરિકૃત કુમારપાળ મહાકાવ્ય જે હમણાં જ મુંબઇ ગાડીજી મમંદિરના વ્યવસ્થાપકો તરફથી પ્રકાશત ધ્યુ છે, પરંતુ તેમાં ઇતિહાસ કરતાં કાવ્ય ધારે છે. લખાણના ભયથી આ બધાના પરિચય નથી આપતા,
For Private And Personal Use Only