________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ત્રી જન વન પ્રસાર
ચિંતામણિ અને વિવિધતીર્થકલ્પ જિનવિજયજી તરફથી પ્રકાશિત થયા છે અને આત્માનંદ સભા તરફથી પ્રભાવક ચરિત્ર ભાષાંતર પ્રકાશિત થયેલ છે તેમ આ પુસ્તકનું મૂળ, અનુવાદ અને તેમાંની ઐતિહાસિક ઘટનાઓનું વિલેષણ થવાની જરૂર છે.
ગુર્નાવલિ –કત્ત સહસ્ત્રાવધાનીય મહાન જૈનાચાર્ય શ્રી મુનિમુંદરસૂરીશ્વરજી-સં. ૧૪૬૬ માં લગભગ પાંચ સે લેકપ્રમાણ આ ગ્રંથ બનાવ્યું છે. ગ્રંથની સંસ્કૃત-પદ્યમયી મધુરી ભાષા છે. ભગવાન મહાવીર દેવથી લઈને ઠેઠ પંદરમી શતાબ્દિ સુધાના મહાન જૈનાચાર્યોને ટૂંક જીવનપરિચય, જેનધર્મના પ્રચાર માટે પ્રયત્ન, તેમની ઉપદેશશકિત, રાજા-મહારાજાઓને પ્રતિબોધ, તેમના સમકાલીન આચાર્યો વગેરેને સુંદર પરિચય આ ગુવાવલિમાં છે. ઠેઠ પિતાસુદ્ધાં બાવન પટ્ટધરોનાં જીવનચરિત્ર છે. ભગવાન મહાવીર સ્વામીથી લઈને ઠેઠ કુમશા શંખલાબદ્ધ આચાર્યોનાં જીવનને પરિચય આપતો આ ગ્રંથ પહેલો જ બન્યો છે. ત્યારપછી અનેક પટ્ટાવલિઓ બની છે. જો કે આ પહેલાં છૂટક છૂટક પરિચય આપતા અનેક ગ્રંથો છે, પરન્તુ બરાબર સળંગ બાવન પટ્ટપરંપરા સુધીના આચાર્યોના જીવનને પરિચય આપતો આ ગ્રંથ પહેલો જ છે.
યદ્યપિ ગુર્નાવલિ પહેલાં કિયારત્નસમુચ્ચયમાં ગુરૂપર્વમમાં ૬૩ કોમાં આચાર્યોની નામાવલિ છે. પરંતુ જીવનપરિચય-વિસ્તૃત વર્ણન તે ગુર્નાવલિમાં જ છે એટલે મેં તેને જ પ્રથમ સ્થાન આપ્યું છે.
કુમારપાળ બંધા–કર્તા મહોપાધ્યાય જિનમંડનગણિ. સં. ૧૪૨ માં આ ગ્રંથની રચના થઈ છે. આ પુસ્તકમાં વનરાજ ચાવડાથી લઈને ઠેઠ અજયપાળ સુધીના રાજાઓને પરિચય આપવામાં આવ્યા છે. તેમાં ચાવડાવંશની વંશાવળીને માત્ર નામ અને સાલવારીનો પરિચય છે અને સોલંકી વંશન પણ મૂળરાજથી કર્ણદેવ સુધીના રાજવંશનો સામાન્ય પરિચય છે. સિદ્ધરાજ જયસિંહને સામાન્ય વિસ્તારથી પરિચય છે. બાકી કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય મહારાજનો સંપૂર્ણ વિસ્તારથી પરિચય આપ્યો છે.
કુમારપાળના પૂર્વજોની ઉત્પત્તિ, કુમારપાળને જન્મ, સિદ્ધરાજનું પુત્રપ્રાપ્તિ માટે તરફડવું, કુમારપાળને મારી નાખવાનું વિચાર, કુમારપાળનું નાસી છૂટવું, ખંભાતમાં હેમચંદ્રસૂરિ મહારાજ તરફથી અપાયેલું રક્ષણ, ઉદયન મંત્રીની સેવા, શ્રી હેમચંદ્રાચાર્યજીનું ભવિષ્યકથન, કુમારપાળનું દેશાટન, ઉજજચિનીમાં શિલાલેખ વાંચન, કુમારપાલની રાજપ્રાપ્તિ, તે વખતને અંદર-અંદરનો વિરોધ, વિદ્રોહ, શાકંભરીના અર્ણરાજ, દક્ષિણના રાજપિતામહબિરદધારી મલ્લિકાર્જુન, અને ચંદ્રાવતીના વિક્રમરાજ વિગેરેને યુદ્ધમાં જીતવા, સપાદલક્ષના કૃષ્ણરાજને જીત, ગુજરાત અને
For Private And Personal Use Only