________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
:: શ્રી જૈન ધમ પ્રકાશ
પૂર્વ કાળ છે એટલે તે સમય દરમ્યાનમાં જ આ પુસ્તકાની રચના થયેલી છે. આ બન્ને પુસ્તક ખેએ ગવમેન્ટ છપાવ્યાં છે.
કથાવલી—તો શ્રી ભદ્રેશ્વરસૂરિ ખારમી શતાબ્દિમાં થયા હોય એમ અનુમાન થાય છે. પ્રાકૃત ભાષાના આ મહાગ્રંથમાં અનેક ઐતિહાસિક કથાઓ, પ્રમ ધા, ઘટનાઓના ઉલ્લેખ થયા છે. આ ગ્રંથ હજી અમુદ્રિત છે. આ ગ્રંથ ઐતિહાસિક દષ્ટિએ ઘણા મહત્વના છે. તે છપાતાં અનેક ઐતિહાસિક ઘટનાઓ ને પ્રમ ધેા પ્રકાશમાં આવશે.
પ્રબંધચિન્તામણિ—કર્તા શ્રી મેરૂતુ ંગાચાય સંવત ૧૩૬૧ માં વઢવાણ શહેરમાં ફાગણ શુદિ પૂર્ણિમાએ આ ગ્રંથ સમાપ્ત થયા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના પરિશિષ્ટ પર્વ પછી ઐતિહાસિક રાજાઓનાં ચરિત્રાની દૃષ્ટિએ પ્રખ`ધચિન્તામણિનું સ્થાન પ્રથમ આવે તેમ છે. યદ્યપિ પાશ્રય છે ખરૂં પરંતુ તેમાં ગુજરાતના જ રાજવીઓનાં ચરિત્ર છે; જ્યારે પ્રશ્ન ધચિન્તામણિમાં પ્રાચીન રાજવંશનુ અને ગુજ રૈશ્વરા સિવાય બીજા રાજકર્તાઓનુ પણ વર્ણન મળે છે. આ દૃષ્ટિએ પરિશિષ્ટ પર્વ પછી પ્રબંધચિન્તામણિનું સ્થાન છે એમ મને લાગે છે, તેમજ ભગવાન મહાવીરદેવ પછીના રાજાઓને ઉપદેશ આપનાર કેટલાક જૈન આચાર્યને ટ્રક પરિચય પણ તેમાં છે.
ભારતપ્રસિદ્ધ વીર વિક્રમના ચિત્રથી આમાં શરૂઆત થાય છે, સાથે ભગવાન શ્રી મહાવીરદેવ પછી થયેલા રાજવંશની સાલવારી સહિત ગણુના આપી આ પ્રકરણની મહત્તા વધારી છે; સાથે વિક્રમના સમયના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકર અને શ્રી વૃદ્ધવાદિસૂરિના સંપૂર્ણ પરિચયઇતિહાસ આપ્યા છે. વિક્રમને પ્રતિબોધ, જૈનધર્મના સ્વીકાર, જૈનધર્મ અને જૈનાચાર્ય ઉપરની તેની શ્રદ્ધા બધું ટૂકમાં છતાં ય વિગતવાર આપ્યુ છે.
પછી શાલિવાહન પ્રાધ આપ્યા છે. આમાં શક સ ંવત્ પ્રવર્તક મહાન્ રાજા શાલિવાહનને વિસ્તૃત પરિચય આપ્યા છે, તેમજ મુરૂ રાજ પ્રતિએધક મહાન જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ ( તરગલાલા-તરંગવતી મહાકાવ્યપ્રાકૃત જેમણે બનાવ્યું છે તે) અને મહાયોગી નાગાર્જુનના પણ સુંદર પિરચય છે. પછી વનરાજ આદિ ગુજરાતના નરપતિનું વર્ણન મળે છે. વનરાજ ગુજરાતની ગાદીના સ્થાપક તેમજ શીલગુસૂરિ અને ચાંપા મંત્રીની હાયથી તે ગુર્જરેશ્વર અને છે. તેના અને પાટણની સ્થાપના વગેરેના સવિસ્તર ઇતિહાસ આપ્યા છે. ત્યારપછી યાગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરીસિંહ, રત્નાદિત્ય, સામતસિંહ અને તેની પછી સાલ કી વંશની સ્થાપના, ઉત્પત્તિ અને મૂળરાજને ઇતિહાસ આપ્યા છે. તે વખતના સમકાલીન રાજા, જેમકે સપાદલક્ષ, કચ્છના લાખા ફુલાણી, તેની ઉત્પત્તિ તેમજ ત્યારપછીના રાજાને પણ ટૂંક પરિચય આપ્યા છે.
For Private And Personal Use Only