________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સુવર્ણ મહોત્સવ અંક. ::
પછી તેમાં ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, તે વખતના માળવાધીશ મુંજ અને ભેજનું રસિક વર્ણન આપવા સાથે માળવા અને ગુજરાતના વિરોધનું–વૈમનસ્યનું કારણ અને યુદ્ધ. લેજના પ્રબંધમાં તે વખતના ઉદાર મહાકવિઓ-વિદ્વાનેને પણ અચ્છ પરિચય ગ્રંથકારે આપે છે, જેમાં મહાકવિ માઘ, મયૂર, બાણભટ્ટ, કાલિદાસ, ધનપાલ, શોભન, વર્ધમાનસૂરિ, માનતુંગસૂરિ, કપૂર અને નાચિરાજ જેવા સમર્થ વિદ્વાને મુખ્ય છે. જેનાચાયોને પ્રતાપ અને પ્રભાવ, તેમની ઉપદેશક શક્તિ આ બધાનું રસિક વર્ણન આપ્યું છે. ત્યારપછી ભીમ બાણાવળી, કર્ણરાજ, સિદ્ધરાજ જયસિંહ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, તે વખતના મહામુત્સદ્દી જેન મંત્રીઓ, મુંજાલ, શાતુ, ઉદાયન, સજન, ત્રિભવનપાલ, મીનલદેવી, રા ખેંગાર અને રાણકદેવી, જુનાગઢને પરાજય, સિદ્ધરાજને વિજય, માળવાને યશોવર્મા, માળવાને ભંગ, રામચંદ્ર, બાલચંદ્ર અને શ્રીપાલ કવિ, શ્રી વાદીદેવસૂરિ અને કુમુદચંદ્ર ( દિગંબરી) ને વાદવિવાદ, વેતાંબરચાર્યોને વિજય, મલ્લિકાર્જુન (રાજપિતામહ બિરૂદવારી, અને જેને બાહડે હરાવ્યો હતો.) આંબડ, બાહડ અને ચાહડ તેમજ ગુર્જરેશ્વર પરમાત્ શ્રી કુમારપાલદેવને હેમચંદ્રાચાર્યે કરેલા પ્રતિબોધ, કુમારપાલનું જૈનધર્મ સ્વીકારવું, તેણે કરેલાં શુભકાર્યો. અણરાજ, સોરઠન સાંબર આદિ. આવી અનેક ઈતિહાસપ્રસિદ્ધ–અપ્રસિદ્ધ વ્યક્તિઓનો સરસ પરિચય આપે છે. ત્યારપછી અજયપાળ, વસ્તુપાળ-તેજપાળ, લવણપ્રસાદ વિગેરેને પણ પરિચય આપે છે.
પછી પ્રકીર્ણક પ્રબંધમાં પણ કેટલાક મહત્વના પ્રબંધે છે જેમાં શિલાદિત્યને પ્રબંધ વિસ્તારથી છે. તેનું જે થવું, વલ્લભીપુરની મહત્તા, બૌદ્ધ-જેનને વાદવિવાદ, જેનેને જય, શત્રુંજય મહાતીર્થને કબજો, કાકુ, વઠ્ઠભીને વિનાશ. ત્યારપછી જયચંદ્ર પ્રબંધ.
આવી રીતે અનેક ઐતિહાસિક જીવંત વ્યકિતઓ અને ઘટનાઓને પરિચય આ પુસ્તકમાં ઉપલબ્ધ થાય છે. લગભગ એક હજારથી વધુ વર્ષોને ભારતને પ્રમાણિક શૃંખલાબદ્ધ ઇતિહાસ આપણને મેરૂતુંગાચાર્યો પૂરો પાડ્યો છે. આવી જ રીતે મેરૂતુંગાચાર્યવૃત વિચારશ્રેણી પણ ઇતિહાસને મહત્વને ગ્રંથ છે. આ જેમાં રાજવંશને અને જેનાચાયોન સાલવારી સહિત ટૂંકે પરિચય છે. જેનકાળગણનાને ટૂંક છતાં મહત્ત્વના ઐતિહાસિક ગ્રંથ છે. શ્રીમાન જિનવિજયજીએ પ્રબંધચિંતામણિ મૂળ સુંદર રીતે હાલમાં જ છપાવેલ છે.
પ્રભાવક ચરિત્ર--ક. સ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજીકૃત પરિશિષ્ટ પર્વમાં વાસ્વામી સુધીના મહાન જૈનાચાર્યોને પરિચય છે, જ્યારે
For Private And Personal Use Only