________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહત્સવ અંક. ::
૧૨૭ આચાર્યશ્રી વાસ્વામી સુધીના આચાર્યો અને રાજાઓને પરિચય આપવામાં આવ્યો છે. આમાં શ્રી જંબુસ્વામીના પૂર્વજોની સાથે જ છેલ્લા ભવમાં જન્મ; દીક્ષા પ્રભવસ્વામીને પ્રતિબધ; તેમનું જીવન; દીક્ષા, શય્યભવસૂરિ દશવૈકાલિક સૂત્રની રચના અને મનકની દીક્ષા શ્રીયશોભદ્રસૂરિ; શ્રી ભદ્રબાહુસ્વામી; ઉદાયી પાટલીપુત્રની સ્થાપના નંદવંશની ઉત્પત્તિ નંદવંશના વિનાશનાં કારણે કપકવંશનું શકપાલ મંત્રી; વરરૂચિ, શ્રીયક, ચાણકય ચંદ્રગુપ્ત; મર્યવંશની સ્થાપન) બિન્દુસાર; સમ્રાટ અશોક કુણાલ મહારાજા સંપ્રતિ; શ્રી સ્થૂલભદ્રસ્વામી; આર્યમહાગિરિ, આર્યસુહસ્તિસૂરિ, અવંતિસુકુમાલ; વાસ્વામી; તે વખતને ભીષણ દુષ્કાળ; આર્યરક્ષિત-આ બધાનું ઐતિહાસિક દષ્ટિએ જીવનવૃત્તાંત આપ્યું છે. બધી ઘટનાઓને કાળનિર્દેશ કરવા સાથે ઐતિહાસિક વસ્તુને બરાબર ન્યાય આપ્યો છે. દશમું પર્વ અને પરિશિષ્ટ પર્વ આ બન્નેમાં ઈ. સ. પૂર્વે પાંચમી શતાબ્દિથી લઈને ઈ. સ.ની બીજી શતાબ્દિ સુધીનો પ્રમાણિક ઈતિહાસ આપવામાં આવ્યા છે. આ ગ્રંથની મૂળવતું આવશ્યક નિર્યુક્તિ અને વસુદેવહિંડીમાં છે. આ મહાન ગ્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ છે.
દ્વયાશ્રય-સંસ્કૃત અને પ્રાકૃત બન્ને. જેમાં સોલંકી વંશની ઉત્પત્તિથી લઈને ઠેઠ કુમારપાલ સુધી પ્રમાણિક ઈતિહાસ સંગૃહીત છે. એટલે કે ગુજરાતને પાંચ સો વર્ષને પ્રમાણિક ઈતિહાસ આ પુસ્તકમાં સુંદર રીતે સંગૃહીત છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી પ્રાચીન અને પ્રમાણિક સાધન આ જ પુસ્તક છે. આમાં તે વખતની ગુજરાતની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસીમા, સમાજવ્યવસ્થા, ગુજરાતને પ્રતાપ અને સૈન્યબળ, ધર્મભાવના અને શ્રદ્ધા, ગુજરાતના મહામુત્સદ્દી અને પ્રતાપી જેન મંત્રીઓ, રાજવ્યવસ્થા, ગુજરાતના રાજવીઓએ મેળવેલા વિજય, જનસ્વભાવ અને મહામા, જેનાચાર્યોને ગુર્જરેશ્વરો ઉપર પદેશિક પ્રભાવ વગેરે વગેરેને સંપૂર્ણ કાવ્યરૂપે પરિચય છે.
આ બન્ને કાવ્ય છે છતાં કયાંય અતિશક્તિ કે મિથ્યા કલ્પના નથી કરી અને એક પણ પ્રમાણિક ઐતિહાસિક ઘટના સ્થાન પામ્યા સિવાય રહી નથી એ ખબી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ ગ્રંથની રચના કરી છે. ગુજરાતના આ સુપુત્ર પિતાની રસભરી મધુર વાણુમાં ગુજરાતના ઈતિહાસની કુલ ગુંથણી કરી ખરેખર ગુજરાતને અમર કર્યો છે.
ગુજરાતના સમસ્ત એતિહાસિક વાલ્મયમાં આ બન્ને પુસ્તકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. જેનાચાર્યોએ ભૂતળમાં ઉઘાડે માથે અને ખુલ્લે પગે વિચરી જેનધર્મ જ નહિ, અમુક દેશનું જ નહિ, કિન્તુ માનવજાતના ઉપકારાર્થો કેવા કેવા ભગીરથ પ્રયત્નો ક્યાં છે એની ખાત્રી આ પુસ્તક આપે છે. શ્રી હેમચંદ્રાચાર્યને અસ્તિત્વ સમય બારમી શતાબ્દિના મધ્યાન્હ કાળથી તે તેરમી શતાબ્દિને
For Private And Personal Use Only