________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ૧૦. તે ઉપરથી વડોદરા રાજ્યમાં કાયદો કરી ૧૮ વર્ષથી કમી ઉમ્મરનાને દીક્ષા આપવી એ ગુન્હો ઠરાવવામાં આવ્યા, તેને પરિણામે માત્ર વડેદરામાં જ નહી પણ વડેદરા રાજ્ય બહાર પણ સારી અસર થઈ છે. વડેદરાના કાયદાને સમજુ અને ધર્મનું ખરું હિત ઈચ્છનાર શ્રાવકે તરફથી અનુમોદન મળ્યું છે અને જે કે તેની વિરૂદ્ધ બોલનાર તથા લખનાર કેટલાક લોકો તરફથી કઈક ઉહાપોહ કરવામાં આવ્યો હતો, તો પણ અમદાવાદમાં સાધુ સમેલન ભરાઈ તેમાં ખૂબ ચર્ચા થયા પછી ખરા વિદ્યાન્, શાસ્ત્રજ્ઞ અને શાસનનું ખરું હિત ઈચ્છનાર કેટલાક મોટા મોટા આચાર્યોના સારા અભિપ્રાયથી આવી દીક્ષા યાને અસંમત દીક્ષા નાપસંદ થઈ છે. અને હવે જેને સમાજ પણ એક અવાજે વડોદરા રાજ્ય લીધેલા પગલાં
ગ્ય છે એમ માનતો જણાય છે, તેથી મારા જેવા એ કાર્યમાં કંઈ ભાગ લેનારને તેમજ શ્રીમન્ત ગાયકવાડ સરકારને સંતોષ થાય એ સ્વાભાવિક છે.
૧૧ સદ્ભાગ્યે કાયદાનો અમલ કરી કોઈને શિક્ષા કરવાનો હજી સુધી પ્રસંગ આવ્યો નથી. કાયદો કરવાનો ઉદ્દેશ અઘટિત થતું હોય તો તે શિક્ષા કરીને અટકાવવાનો હતો, પણ કાયદાથી જૈન સમાજ ઉપર એવી છાપ પડી છે કે તે થવાથી એવું અગ્ય કાર્ય માત્ર વડેદરા રાજ્યમાં જ નહી પણ વડોદરા રાજ્ય બહાર પણ ઘણે ભાગે બંધ થઈ ગયેલ છે. બનવાજોગ છે કે હજી પણ કોઈ પોતાને અંગત ઉદ્દેશ પાર પાડવાને પી રીતે કાયદાનો ભંગ કરતા હશે પણ તેવા પ્રકાર થોડા જ બનતા હોવા જોઈએ અને જે કઈ તેવો પ્રકાર પૂરાવા સાથે બહાર આવશે તો ગુન્હેગારને દાખલા રૂપ શિક્ષા થયા વગર રહેશે જ નહી, પરંતુ એવી આશા રહે છે કે તેમ કરવાનો પ્રસંગ ભાગ્યે જ આવશે. જેને સમાજના મોટા ભાગને કાયદે વાજબી લાગે છે, તેના વિરૂદ્ધ જે ચળવળ કરતા હતા તે પણ હવે પિતાની ભૂલ સમજતા થયા છે અને તેથી એવી આશા રહે છે કે કાયદાને કંઈ પણ અમલ કરવાની જરૂર ન રહેતાં બધા લેકે પોતાની મેળે જ તે પ્રમાણે વર્તતા થશે અને કાયદો માત્ર કાગળ ઉપર જ રહેશે. દીક્ષા જેવી મહત્વની બાબતમાં જે મલીનતા દાખલ થઈ હતી તે ઘણે ભાગે દૂર થઈ છે અને કઈ રહી ગઈ હશે તો તે દૂર થશે અને તેને પરિણામે જૈન ધર્મને દીક્ષિત વર્ગ પોતાની પૂર્વની શુદ્ધતા મેળવી દયા અને ધર્મપ્રચારનું જે ઉત્તમ કામ બજાવી રહ્યો છે તે આગળ ઉપર વધારે શુદ્ધ અને સારી રીતે કરતો રહેશે. વડોદરા : તા. ૨૨-૩-૩૫. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ,
For Private And Personal Use Only