________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
સબીજ ગ્રન્થીની સ્થિતિ અને બીજી બાજુ પ્રકાશ પત્રનું તદ્દન વિધી વાચન. એમાં મૂર્તિપૂજાની, તીર્થોની, અષ્ટપ્રકારી અને અન્યોન્ય પ્રકારી પૂજાની, ધૂપ, ફલ વિગેરેની ચર્ચા આવે. બત્રીશને બદલે કયારેક પીસ્તાલીશ આગમન અને ટબાને બદલે પંચાંગને ઉલ્લેખ આવે. પ્રાકૃતને બદલે ઘણીવાર સંસ્કૃત લેકે સાંભળવા મળે. મુહપત્તિ બાંધવા વિરુદ્ધની ચર્ચા અને પીળા કપડાનાં સમર્થન પણ એમાં આવે. મારે મન આ બધું તે વખતે એક ધતીંગ હતું. વારસાગત અને પછીથી પોષાયેલ સંસ્કાર પ્રકાશ પત્રમાં આવતી ઘણીખરી બાબતોને મિયા માનવા પ્રેરે, પણ પેલા મિત્રનું અનુસરણ અને કાંઇક અપષ્ટ જિજ્ઞાસાભાવ એ વિરૂદ્ધ બોલવા ના પાડે. આમ કુળગત સંસ્કારો ઉપર પ્રકાશપત્રના વાચનદ્વારા તદ્દન વિરોધી બીજા સંસ્કારને થર મનમાં બંધાયો.
જાણે આ થરના ભાર ઉચકો કઠણ હોય અને તેમાંથી કાંઈક માર્ગ શોધવા મથતું હોય તેમ તે વખતનું મારું મન તર્કવિતર્ક કરવા લાગ્યું. છપનના દુષ્કાળથી અઠાવનની સાલ સુધીના ગાળામાં મન ક્રાંતિ દિશામાં હતું. પ્રકાશ પત્રમાંના અને પ્રસારક સભાના કેટલાક પુસ્તકોમાંથી સેંકડે સંસ્કૃત લેકે યાદ થઈ ગયેલા, અને હરે કંઠસ્થ પ્રાકૃત પદ્યોના મનમાં પ્રતિષ્ઠા છતાં સંસ્કૃત તરફ આકર્ષણ પૂરવેગથી વધવા માંડયું. એ આકર્ષણે કુળગત સંસ્કારોને શિથિલ કર્યા, છતાં કુટુંબ અને કુળગુરૂઓનો માનસિક ભય તેમ જ જડતાનું ગાઢ આવરણ એટલું બધું કે શંકાઓ વ્યકત કરવા સાદ જ ન થાય. છતાં પ્રકાશના તે વખતના એક માત્ર સ્કૂલ વાચનથી પણ મન જુદી જ રીતે ઘડાવા મંડયું. કયારેક કૌતુક બુદ્ધિએ મંદિરમાં જવાનું મન થાય, કેવા કે ટીકાદષ્ટિએ અને દેવપકદષ્ટિએ સંવેગી સાધુઓ પાસે જવા મન લલચાય. આ બધું થાય પણ કુળસંસ્કારોની ગ્રન્થી મનને છૂટથી વિચારવા જ ન દે, વળી પ્રકાશ પત્રના નવનવે અંકના વાચનથી મનમાં એમ થઈ આવે કે આ પીસ્તાલીશ આગમ, આ સંસ્કૃત સાહિત્ય, આ વ્યાકરણ, ન્યાય વગેરે બધું જણવું તે જોઈએ. કદાચ તે મિથ્યા હશે તો ભલે તેમ છે, પણ માત્ર બત્રીશ આગમ ને થોકડાઓમાં તો રચ્યાપચ્યા રહી ન શકાય. આ રીતે અઠાવનની સાલ સુધીમાં મને એક પ્રબળ બળ કર્યો.
ચોક્કસ સમય યાદ નથી પણ લગભગ એ જ ગાળામાં પ્રકાશ પત્રમાં વીર અને પુરૂષાર્થી શ્રીમાન્ ધર્મવિજયજી મહારાજના કાશીમાં સંસ્કૃત અભ્યાસ માટે થનાર પ્રયાણના સમાચાર વાંચ્યા. પ્રકાશ પત્રના આ સમાચારે મારા બુભૂષિત મનને વધારે ઉશ્કેર્યું અને સાથે સાથે એ અંધકારયુગીને જીવનક્રમમાં એક આશાનું કિરણ મારી સામે ફેંકયું. તે પછી ખાનગી વિવિધ પ્રયત્નને પરિણામે છેવટે હું ૧૯૬૦ માં નવજીવન પ્રવેશક અને શિક શ્રીમાન્ ધર્મવિજ્ય મહારાજના ચરણમાં કાશી સ્થળે આવ્યો. આ વખતની અને ત્યારપછીના અત્યાર લગીના લગભગ એકત્રીસ વર્ષની આત્મકથા કહેવાનું આ સ્થાન નથી તેમ જ એટલે સમય પણ અત્યારે નથી. હું જાણું છું કે એ આત્મકથામાં શાસ્ત્રમંથન, શાસ્ત્ર
For Private And Personal Use Only