________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાત
કુદરતની દરેક વસ્તુ પોતાના જીવનમાં વિવિધ પ્રકારના ફેરફાર કરીને આગળ વધવા અને પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહી હોય એમ વિચાર કરનારને માલુમ પડ્યા વગર રહેશે નહીં. આગળ પ્રગતિ કરનારને પૂરત પરિશ્રમ કરવો પડે છે અને તે સાથે ચાલુ સ્થિતિ કે આકૃતિનો પણ ભોગ આપવો પડે છે. બાળપણાના સંબંધ અને સંબંધીઓને પલટાવી નવા સંબંધો અને સંબંધીઓને મેળવવા પડે છે અને ત્યારે જ તે ચાલુ સ્થિતિમાંથી આગળ વધી શકે છે. એક બીજાને પૂર્ણ વિકાસ કેટલા પરિશ્રમે અને કેટલી સ્થિતિ પલટાયા પછી થાય છે, તે એક જંગલમાં કે ખેતરમાં ઉગેલા છોડવાને બારીકાઈથી નિહાળવાથી સમજી શકાય તેમ છે. પ્રથમ બીજ માટીમાં દબાય છે, જમીનની ગરમી અને પાણીની મદદથી તે પિચું પડે છે, પછી તે ફૂલે છે, ફાટે છે અને તેમાંથી અંકુરો ફૂટી બહાર આવે છે, ત્યારબાદ પાંદડાં નીકળી ઉંચું વધે છે. આ વખતે બહારની હવા, ગરમી, ટાઢ કે વાયરાના ઝપાટા વિગેરેમાંથી પોતાનો બચાવ કરવા તેને તેઓની સામે ટક્કર ઝીલવી પડે છે. વળી તેમાં કોઈ પશુ કે મનુષ્ય આવીને ખાઈ જાય કે ખેંચી કાઢે તો આ વિકાસ અહિં જ અટકી પડે છે. આમ અનેક વિશે વચ્ચે માર્ગ પસાર કરતાં તે છેડે મેટે થાય છે. પછી તેને ફૂલ અને ફળ આવે છે. આ પ્રમાણે પિતાના વિકાસક્રમની પ્રવૃત્તિની પૂર્ણાહુતી કરે છે.
આત્માનો વિકાસ પણ આવી અનેક પરિસ્થિતિઓ અને વિદ્ગોને ઓળંગીને થઈ શકે છે. મૂળમાં જે બીજ હતું તે જેમ ટોચે પ્રગટ થતાં તેને વિકાસ થયો ગણાય છે તેમ સત્તામાં રહેલા આત્માના અવ્યક્ત સ્વરૂપને વ્યક્ત એટલે પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું તે જ આત્માને વિકાસ થયો ગણાય છે.
વિશ્વનો નિયમ એટલે કુદરત મનુષ્યોને ટકેર મારી મારી પકારીને એમ જ કહે છે કે તમે તમારા ઉન્નતિક્રમમાં આગળ
For Private And Personal Use Only