________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
: શ્રી જૈન ધર્મ પ્રકાશ તે આપવી ન જોઈએ. જે દીક્ષા માતાપિતા, પરણેલી ઓરત વગેરેને ઉગ કરનારી હોય તે ન્યાયયુક્ત ગણાય નહી. એટલા જ માટે જેનોના પરમપૂજ્ય ચોવીશામાં તીર્થકર મહાવીરસ્વામીએ દીક્ષા લેવાથી માતાપિતાને દુઃખ થશે એવા ભયથી જ્યાં સુધી તે જીવતાં રહ્યાં ત્યાં સુધી દીક્ષા લેવાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો અને માતાપિતાને મરણ પછી પિતાના ભાઈની રજા માગી ત્યારે ભાઈએ કહ્યું કે “માતાપિતાનો વિયોગ તાજો જ છે ને તેથી હું દુઃખી છું તો તે દુઃખમાં તમારા વિગથી ઉમેરો થશે માટે હાલ દીક્ષા લેવાનો વિચાર માંડી વાળો. ત્યારે વડીલ બંધુની આજ્ઞા પાળવાને બીજી બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. મોટા પુરૂષે જે રસ્તે ચાલે, તે રસ્તે ચાલવાને બીજાઓ દોરાય એવા હેતુથી મહાવીરસ્વામીએ પોતાના આચારથી લોકોને દષ્ટાન્ત આપ્યું હતું કે માતાપિતા તથા સ્વજનની અનુમતિથી જ દીક્ષા લેવી. અનુમતિ લેવાના સંબંધમાં તે વખતે સમાજનો વિચાર એટલે બધે મજબૂત હતો કે મહાવીરસ્વામી પછી સુમારે છસો વર્ષ પછી થયેલા આર્ય રક્ષિત નામના બાવીસ વર્ષના યુવકને તેલીપુત્ર નામના આચાર્યે દીક્ષા આપી હતી, તેમાં તેની માતુશ્રીની સંમતિ હતી પણ તેમના પિતાની સંમતિ લીધી નહતી અને પિતાને, નગરના રાજાને તથા નાગરિકોને ખબર ન પડે એટલા માટે ગામબહાર કોઈ દૂર ઠેકાણે લઈ જઈને દીક્ષા આપી હતી તેટલા ઉપરથી એ દીક્ષાને “શિષ્યનિષ્ફટીકા એટલે અમ્મત અથવા ચોરીની દીક્ષા કહેવામાં આવી હતી. એ જ પ્રમાણે પુરુષસિંહ નામના રાજપુત્રને દીક્ષા લેવાની ઈચ્છા થઈ અને વિનયનંદન નામના સૂરિ પાસે જઈ તે આપવા વિનંતિ કરી ત્યારે સૂરિએ કહ્યું હતું કે –“હે રાજકુમાર! તમારો આ મનોરથ ઘણે શ્રેષ્ઠ છે માટે તે અને પૂરો કરીશું પણ પ્રથમ તમે નગરમાં જઈ તમારાં માતાપિતાની રજ લઈને આવે; કારણ કે જગતમાં પ્રાણુને પહેલા ગુરૂ માતાપિતા છે.” મુનિનાં એ વચન સાંભળી પુરુષસિંહ નગરમાં ગયે અને માબાપ પાસે જઈ પરવાનગી આપવા વિનંતિ કરી અને તેમણે જ્યારે રાજીખુશીથી પરવાનગી આપી ત્યારે જ સૂરિએ તેને દીક્ષા આપી હતી. છેક હાલના સમયમાં જ્યારે જૈન ધર્મની, જૈન સંપ્રદાયની અને જેના સાહિત્યની ભારે સેવા કરનાર સદગત આચાર્ય શ્રી વિજ્યધર્મસુરિ જેમનું મૂળ નામ મૂળચંદ હતું તે ભાવનગરમાં, પિતાની ૧૯ વર્ષની ઉમ્મરે દીક્ષા લેવા માટે મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી પાસે ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે “જે કે તમે અવિવાહિત છો તે પણ તમારાં માબાપ હયાત છે, માટે
For Private And Personal Use Only