________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ?? ચૂક પડી તે મુહસે કહીઓ, અસી ના કરીએ રાધાની હેરિટ આઠ ભોંકી પ્રીત બંધાણી, નવમે ચલે કયું છોડી, શામ તેરી સુરત ના દેખી. શામ
(શ્રીરગવિજ્ય) આવા અસહ્ય હૃદયમંથન પછી રાજુલની સ્થલ ઉપરની પ્રેમમૂછો ઉતરી જાય છે. તેને વૈરાગ્ય ઉપજે છે. સંસાર અકારે ભાસે છે. પતિને ત્યાગમાગે અનુસરવાને પોતાનો ધર્મ માને છે. મહાવ્રત લઈ નેમજીની પાછળ આત્મકલ્યાણ કરવા માટે બ્રહ્મચારિણી વેષે મહાનિનિષ્ક્રમણ કરે છે. ગરવા ગિરનાર ઉપર રાજુલ જાય છે, જ્યાં પોતાનો પ્રિયતમ સત્ય ધર્મને સાક્ષાત્કાર કરવા મળે છે. પિયુની પાછળ જોગણ બની સહસાવનમાં જઈ સંજમ લે છે.
ગૃહકું છોડી કરમકું મરડી, પીયા પાસે જઈ જઈ રે કુંવારી, સાવન જઈ સંજમ લીને, મોહરાય
છોડી. પિયા બિના રે કંસે ખેલું હારી છે રાજીમતી નિજ શક મિલન, જિનકે આગે દેડી, નેમ રાજુલ દોએ મુકત સધાઈ, કલ્યાણ રૂપ ભાઈ ડી.
( પીયા બિના રે કેસે ખેલે હોરી ? આમ રાજુલ મુક્તિરૂપી પિતાની શક્યને સામનો કરવા જાય છે અને પોતાના પ્રિયતમ સાથે હળી ખેલે છે. સંસારમાં ખેલાતી હોળી કરતાં આ જૂદા જ પ્રકારની છે –
રાજુલ સુંદર નાર, શામ સંગ ખેલત હોરી. રાજુલા ગ્યાનો ઉડત ગુલાલ, શીલકી કેસર ઘોરી, તપ જપ સંજમ ભરી પિચકારી, કામ ક્રોધકું તોરી રે માઈ. રાજુલા દાનકો અબીર મંગાય કેરે, ભાવ શુદ્ધ ભરકે ઝોરી, પંચ મહાવ્રત ચંદન છાંટ, અગા સમરસ ઘેરી રે માઈ રાજુલ૦ આ વિધિ રમી ફાગ, શામણું મન સુધ હોરી, ચતુરકુશળ તેરે ભવ ભવ સેવક, વંદુ બે કર જોરે માઈ. રાજુલ૦
( શ્રીચત્રકુશળ) આમ નેમ-રાજુલની જેડીએ અનેક કવિઓનાં હદય બહલાવી સેંકડે અમર પંક્તિઓનું સર્જન કરાવ્યું છે. સનાતન પ્રેમની આ સૃજનજાની કથા હજીયે અનેક આત્માઓને પ્રેરણા આપી તેમને અનંતાનંદમાં લીન કરે એ જ અભ્યર્થના.
શ્રી નાગકુમાર મકાતી.
For Private And Personal Use Only