________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ પિતે આ લેખમાં પ્રારંભમાં જ કહે છે કે તે પોતે જૈન ધર્મના ખાસ અભ્યાસી હોવાનો દવે નથી ધરાવતા, એટલું છતાં દીક્ષા–પ્રકરણને અંગે એમને જે કંઈ જાણવાનું-સાંભળવાનું અને વિચારવાનું મળ્યું. તેના પરિણામે તેમના દિલ ઉપર જે અસરો અંકાઈ તે અહીં ટૂંકામાં–મુદ્દાસર રજુ કરી છે.
૧. હું કંઈ જૈન ધર્મને ખાસ અભ્યાસી નથી. જેન ધર્મ સંબંધી જે કંઈ મારા જાણવામાં આવ્યું છે તે વડેદરા રાજ્ય તરફથી બાળદિક્ષાને પ્રતિબંધ કરે કે કેમ? એ વિષે નિમાએલી સમિતિના અધ્યક્ષ તરીકે જ જાણવામાં આવ્યું છે, તો પણ મારા જેવા જૈનેતરને “શ્રી જૈન ધર્મ પ્રકાશ” જેવા માનવન્તા અને ઘણાં વર્ષથી જેન બંધુઓની સેવા કરતા માસિકના સુવર્ણ મહોત્સવ વિશેષાંકના શુભ પ્રસંગે તેના સંપાદકે તરફથી કંઈ લખી મોકલવાને આમંત્રણ મળે એ હું મોટું માન સમજું છું અને તેથી જ આ લેખ લખી મોકલવાને પ્રેરા છું.
૨. હિન્દુ, જૈન અને બીજા કેટલાક ધર્મમાં એવી માન્યતા છે કે કર્યા કર્મ ભેગવવાનાં છે અને જ્યાં સુધી કર્મને ક્ષય થઈ જીવાત્મા પર માત્મા સાથે મળી જઈ મોક્ષ ન પામે ત્યાં સુધી કરેલાં કર્મ પ્રમાણે પુનજન્મ લેવા પડે છે. જે કર્મનાં ફળ વર્તમાન જીવનમાં પૂરેપૂરાં ભેગવી લેવાતાં નથી તે મૃત્યુ પછી પણ આત્માને વળગી રહે છે અને નવા ભવનું કારણ બને છે. તે પ્રસંગ બને તેટલે થેડે આવે અને કર્મને
For Private And Personal Use Only